ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમકૃપાથી શિક્ષણ સંકુલની સ્થાપના સન્ 1996માં થઈ.આજે ટૂંકાગાળામાં બાલમંદિરથી કોલેજ સુધીની શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરીને સંસ્થાએ હરણફાળ ભરી છે.
સંસ્થા 70 જેટલા કર્મચારીઓ છે.અને 200થી પણ વધુ વિદ્યાર્થીઓ શિક્ષણનો લાભ લે છે.
સંસ્થા પાસે અદ્યતન બિલ્ડીંગ,વિશાળ રમતગમતનું મેદાન,6000 પુસ્તકોથી સજ્જ લાઈબ્રેરી,છાત્રોને લાવવા લઈ જવા લકઝરી બસો, અદ્યતન પ્રયોગશાળા વગેરે બહુવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે.
સંસ્થાની સિદ્ધિઓ અને પ્રવૃત્તિ
1. પર્યાવરણ ઈકોક્લબ -ઈકોક્લબની સ્થાપના 2001માં કરવામાં આવી છે.તેના દ્વારા સંસ્થા પર્યાવરણની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.તેમાં સંસ્થાએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
2. ચિત્ર હરિફાઈ - સન્ 2002માં રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર હરિફાઈમાં સુંદર પ્રદર્શન કરી ઈનામ પ્રાપ્ત કરેલ છે.
3. રમત ગમત - વ્યાયામ શિક્ષકોના કુશળ માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ જોનકક્ષાથી રાષ્ટ્રીયકક્ષા સુધી ઝળક્યા છે અને હોકીમાં રાજ્યકક્ષાએ નેતૃત્વપુરુ પાડી સફળ પ્રદર્શન કરેલ.
4. વિજ્ઞાનક્ષેત્રે - વિજ્ઞાનક્ષેત્રમાં આ સંસ્થાએ મેળાવડા ઉપરાંત સાયન્સ ક્વિઝ જેવી પ્રવૃત્તિઓ હાથધરી ઉપરાંત 2001માં જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળામાં સંસ્થા યજમાનપદે રહેલ.આવી અનેક પ્રવૃત્તિઓના પરિણામરુપે 2003ની ડી.એન.એ.કૃત્તિ રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામેલ છે.
5. વિવિધ પરીક્ષાઓ અને તેની સિદ્ધિઓ - બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિક્ષામાં 100 ટકા પરીણામ મેળવી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.
- સંસ્કૃતજ્ઞાન પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવેલ.
- શ્રીમદ્ ભગવત્ગીતા વિષય ઉપર નિબંધ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
- ચિન્મય મિશન સંસ્કૃતસ્લોકગાનમાં સમગ્ર ગુજરાતમાં પાંચમું સ્થાન મેળવેલ.
- રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા હિન્દી પરીક્ષામાં 100 ટકા સિદ્ધિ મેળવેલ છે.
- સરદાર ગૌરવ સુલેખન સમગ્ર ગુજરાતમાં સાતમો ક્રમ મેળવેલ.
6. રેડક્રોસ - ભારતીય રેડક્રોસ સોસાયટી અંતર્ગત જુનિયર રેડક્રોસ સંસ્થાની સ્થાપના કરવામાં આવી તેમાં 162 વિદ્યાર્થીઓ આ સંસ્થામાં સભ્ય બન્યા.સેવાભાવના તેનો મુખ્ય ઉદ્દેશ છે.
7. સાંસ્કૃત્તિક - સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓમાં શાળાકીય કાર્યક્રમો ઉપરાંત વિવિધ સ્પર્ધામાં રહી જિલ્લા અને રાજ્યકક્ષાએ સુંદર પ્રદર્શન કરે છે.
8. સામાજિક પ્રવૃત્તિઓ- વિશ્વ વસ્તીદિન નિમિત્તે વિશાળ રેલી, ચિત્ર સ્પર્ધાનું આયોજન તથા એઈડ્સ જાગૃત્તિ અંતર્ગત વિવિધ કાર્યક્રમ અને પ્રવૃત્તિઓ કરેલ.કુદરત્તી આપત્તિ વખતે સમાજસેવાની પ્રવૃત્તિઓમાં સંસ્થા અગ્રેસર રહે છે.કારગીલ રાહતફંડ,ભૂકંપ પીડીતો માટેનું ફંડ,અંધ વિદ્યાર્થીઓ માટેનું ફંડ વગેરેમાં સંસ્થા નોંધપાત્ર સેવા લખાવે છે.
સંસ્થા દ્વારા ચાલતી વિવિધ શાખાઓ -
1. શ્રી નિલકંઠવર્મી બાલમંદિર
2. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા
3. શ્રી સહજાનંદ વિદ્યાલય(માધ્યમિક)
4. શ્રી સહજાનંદ વિદ્યાલય(ઉચ્ચતર મા.સામાન્યપ્રવાહ)
5. શ્રી સહજાનંદ કોમ્પ્યુટર સેન્ટર
6. શ્રી સહજાંદ પી.ટી.સી.કોલેજ
7. શ્રી સહજાનંદ બી.એડ.કોલેજ
8. શ્રી સહજાનંદ સાયન્સ લેબ
9. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દેવરાજનગર,મુ.ભાવનગર ફોનઃ(0278)2471816
10 શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ધરમનગર,વરસડા રોડ મુ.અમરેલી ફોનઃ(02792)240501
|