શ્રી સ્વામિનારાયણ ગુરુકુળસંઘ પરિચય
સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ અને અમદાવાદ મૂળ ગાદીસ્થાનના દિક્ષિત સંતો સંચાલિત ગુરુકુળ સંસ્થાઓમાં પરસ્પર એકબીજાને મદદરુપ બનવાની,અનુભવોની આપલે દ્વારા શિક્ષણ ગુણવત્તા સુધારણા,સામાજિક અને આધ્યાત્મિક કાર્યો સંઘ ભાવનાથી કરીને ભગવાનશ્રી સ્વામિનારાયણનો સર્વજીવહિતાવહ સંદેશ છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવા ઈ.સ.1996માં સંપ્રદાયના આગેવાન સંતોએ મળીને " શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંઘ "ની સ્થાપના કરી. ધીરેધીરે તેનો વ્યાપ વધતા આજે સંઘના નેજા હેઠળ 76 મુખ્ય ગુરુકુળ સંસ્થાઓ, 23 પેટા સંસ્થાઓ અને 46 શુભેચ્છક સંસ્થાઓ શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહી છે.
સંઘ તરફથી ત્રણ વર્ષ અગાઉ બહાર પડેલ ઐતિહાસિક સોવેનિયર જોવાથી આ બાબતનો ખ્યાલ આવશે.
સંઘ સંલગ્ન સંસ્થા દ્વારા સંઘનો કાર્યવ્યાપ ચાલે છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંઘના મુખ્ય ઉદ્દેશો :-
*પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક,સ્નાતક,અનુસ્નાતક તથા વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ચલાવવા.
*શિક્ષણ સંસ્થાઓ સ્થાપવી,ચલાવવી અને પરસ્પર સંકલન કરવુ.
*શિક્ષણ સાથે સમાજસેવા,રાષ્ટ્રભાવના અને ધર્મભાવનાને પોષણ મળે તેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવુ.
*સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરવા સન્નિષ્ઠ પ્રયાસો કરવા અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું.
*જળસંચય,વૃક્ષારોપણ વગેરે પર્યાવરણને પોષક પ્રવૃત્તિઓ હાથ ધરવી.
*શિક્ષણ સાથે ભારતીય સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન થાય તેવા અભિયાનો હાથ ધરવા.
*આમજનતાને રોટી,કપડાં અને મકાન મળી રહે તેવી રોજગારીની તકોનું નિર્માણ કરવું.
*રાજકારણ અને ધર્મકારણ(સંપ્રદાયવાદ)થી અળગા રહી સમાજના સાચા રાહબર બનવુ.
*ગૌસેવા,પ્રભુસેવા,માનવસેવા વગેરેને પ્રાધાન્ય આપવુ.
*આર્થિક પછાત વર્ગના તેજસ્વી છાત્રોને વધુમાં વધુ શૈક્ષણિક સવલતો અને પ્રોત્સાહન મળી રહે તેવા પ્રયાસો કરવા.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંઘનું ટ્રસ્ટી મંડળ
1.શાસ્ત્રી સ્વામી માધવદાસજી, ઉના
2.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી,પોરબંદર
3.શાસ્ત્રી સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી,વલસાડ
4.શાસ્ત્રી સ્વામી કેશવચરણદાસજી,સલવાવ
5.શાસ્ત્રી સ્વામી કૃષ્ણપ્રકાશદાસજી,કડોદરા
6.શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી,ગઢપુર
7.શાસ્ત્રી સ્વામી દેવવલ્લભદાસજી,ખાંભા
8.શાસ્ત્રી સ્વામી ભગવત્પ્રસાદદાસજી,સાવરકુંડલા
સંઘ સંલગ્ન સંસ્થાઓ દ્વારા સીલેક્શન પદ્ધતિથી સંઘના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી નિયુક્તિ કરવામાં આવે છે.સામાન્યરીતે હોદ્દાની સમયમર્યાદા ત્રણ વર્ષ હોય છે.છતા સર્વ સભ્યો બહુમતિથી બીજી ટર્મ માટે પણ તેમને ચુંટી શકે છે.
સંઘના ભૂતપૂર્વ અને વર્તમાન હોદ્દેદારો :-
નામ |
ગામ |
હોદ્દો |
કાર્યકાળ |
|
|
|
|
શાસ્ત્રી સ્વામી માધવદાસજી |
ઉના |
પ્રમુખ |
સપ્ટે.1996 થી જુન1999 |
શાસ્ત્રી સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી |
વલસાડ |
મંત્રી |
સપ્ટે.1996 થી જુન1999 |
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી |
પોરબંદર |
પ્રમુખ |
જુન 1999 થી ઓક્ટો.2002 |
શાસ્ત્રી સ્વામી કપીલજીવનદાસજી |
સલવાવ |
મંત્રી |
જુન 1999 થી ઓક્ટો.2002 |
પુરાણી સ્વામી કેશવચરણદાસજી |
સલવાવ |
પ્રમુખ |
ઓક્ટો.2002 થી સપ્ટે.2004 |
શાસ્ત્રી સ્વામી દેવવલ્લભદાસજી |
ખાંભા |
મંત્રી |
ઓક્ટો.2002 થી ચાલુ... |
શાસ્ત્રી સ્વામી કૃષ્ણપ્રકાશદાસજી |
કડોદરા |
પ્રમુખ |
સપ્ટે.2004 થી ઓગસ્ટ 2007 |
શાસ્ત્રી સ્વામી માધવદાસજી |
ઉના |
પ્રમુખ |
ઓગસ્ટ 2007 થી ઓકટો.2012 |
પુરાણીસ્વામી કેશવચરણદાસજી |
સલવાવ |
પ્રમુખ |
ઓક્ટો.20012 થી એપ્રિલ 2017 |
શાસ્ત્રી સ્વામી નિર્લેપસ્વરુપદાસજી |
બોરસદ |
પ્રમુખ |
એપ્રિલ 2017 થી મે 2022 |
શાસ્ત્રી સ્વામી શ્રીજીસ્વરુપદાસજી |
વંથલી |
ઉપપ્રમુખ |
એપ્રિલ 2017 થી મે 2022 |
શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજી |
સલવાવ-વાપી |
પ્રમુખ |
ચાલુ જુન 2022 થી |
શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી |
ગાંધીનગર |
ઉપપ્રમુખ |
ચાલુ જુન 2022 થી |
|