શ્રીહરિની દિવયકાયાની છાયા બનીને સતત સાથે ફરીને થાળ બનાવીને પ્રેમે જમાડનારા શ્રી મૂળજી બ્રહ્મચારીશ્રીનું બાળપણ સૌરાષ્ટ્રના "મછિઆવ"નામના નાનકડા ગામમાં વિત્યું હતુ.તેઓશ્રીએ ક્યારે સૌરાષ્ટ્રની ધીંગી ધરણીને પોતાની કર્મભૂમિ તરીકે સ્વીકારી એ વિષે સંપ્રદાયના ઈતિહાસમાં કોઈ ઉલ્લેખ મળતો નથી.છતા તેઓની કર્મભૂમિ મછીઆવ હતી તે વાત નક્કી છે.તેઓશ્રી શરીરે ખડતલ અને સ્વભાવે પરમ ઉત્સાહી હતા.પરિણામે ઉદ્ધવાવતાર સદગુરુશ્રી રામાનંદ સ્વામીના કૃપાપાત્ર સેવક બન્યા હતા.મૂળજી બ્રહ્મચારીએ સદગુરુશ્રી રામાનંદ સ્વામી પાસે દીક્ષા લઈને શ્રીજી મહારાજ ગાદીએ આવ્યા.ત્યાં સુધી સ્વામીની સેવા કરી હતી.
સેવામૂર્તિ બ્રહ્મચારીએ શ્રીજી મહારાજ ગાદીએ આવ્યા ત્યારથી લઈને ધામમાં સીધાવ્યા.ત્યાં સુધી દાસત્વભાવે સદૈવ સેવા કરી હતી.તેમના સ્વભાવની નિખાલસતા અને બ્રહ્મચર્યની દ્રઢતા માટે સ્વયં શ્રીજી મહારાજે પ્રશંસાના પુષ્પ વેર્યા છે.તેઓ સ્વભાવે અત્યંત ભોળા હોવા છતા શ્રીહરિના હૃદયના અભિપ્રાયને સારી રીતે જાણતા."આ મુકુંદ બ્રહ્મચારી ભોળા જેવા ગણાય છે.તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે."(વ.ગ.પ્ર.73)
શ્રીજી મહારાજના સ્વભાવ રુચિને અનુસરીને સેવા કરતા છતા જો મહારાજ કંઈક પરીક્ષાત્મક શિક્ષા કરે તો જેવી શ્રીહરિની મરજી કહીને સ્વીકારતા.બ્રહ્મચારીના જોડાને તેલ દેતા વશરામ સુથારને એકવાર શ્રીહરિ જોઈ ગયા ત્યારે કહ્યું પોતાની સેવા બીજા પાસે કરાવે તેવા સેવક અમારે ન જોઈએ.તેઓ ગુજરાતમાં જતા રહે.ત્યારે બ્રહ્મચારી ગુજરાતમાં જતા રહ્યા અને જેતલપુરથી દોઢમણ કેરીનો ટોપલો માટે ઉપાડીને ગઢપુર આવ્યા. પછી ફરી સેવામાં રહ્યા.આમ શ્રીજી મહારાજ અને સંતોનો તેમને અઢળક રાજીપો મળેલો.વચનામૃતમાં તો ત્યાં સુધી નોંધાયુ છે કે "જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ આ મુળજી બ્રહ્મચારીમાં વર્તે છે."
આમ સેવારુપી સાધના દ્વારા ઈશ્વરીય સદગુણોનાં ભંડાર બનેલા મૂળજી બ્રહ્મચારીનું નિખાલસ વ્યક્તિત્વ સાધુ જીવનનો આદર્શ પૂરો પાડે છે.
શ્રીહરિની સેવાની સાથે તેમણે સત્સંગ વિકાસમાં નોંધપાત્ર સેવા કરી છે.ઈતિહાસની તવારીખ પ્રમાણે ગઢપુરમાં ગોપીનાથજી મંદિરનું છેલ્લું પ્લાસ્તર બધું જ શ્રી મૂળજી બ્રહ્મચારીએ જ પૂર્ણ કરાવ્યુ હતું.
સવંત.1904માં જળજીલણીના સમૈયામાં ઉપસ્થિત આચાર્યશ્રી તથા મૂર્ઘન્યનંદ સંતોને બ્રહ્મચારીએ છેલ્લા જય શ્રી સ્વામિનારાયણ કહ્યા અને "મને મહારાજે સોંપેલું કાર્યુ પૂર્ણ થયું છે."આમ કહીને અક્ષર ઓરડીએ દર્શન કરીને આસને આવી સિદ્ધાસનમાં બેસીને શ્રીજી મહારાજની સેવા કરવા અક્ષરધામમાં સિધાવ્યા.
|