"આ પૃથ્વીને વિષે સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી અને કરાવવી."એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનના આદેશને સાકાર કરવા અબ્રામા ગામે પૂ.સ્વામી દેવસ્વરુપદાસજી ગુરુ સ્વામી સત્યનારાયણદાસજીએ "શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ"નામે એક સુંદર ગુજરાતી માધ્યમના શિક્ષણના સંકુલની સ્થાપના કરી.
ઈ.સ.1996માં પહેલા ધોરણથી આ સંકુલમાં "શ્રી ઘનશ્યામ બાલમંદિર"તથા "શ્રીજી પ્રાથમિક શાળા"ની શરુઆત કરવામાં આવી.સન્ 2001માં "શ્રી સવામિનારાયણ હાઈસ્કુલ"ની શરુઆત કરવામાં આવી હતી.આજે આ સંકુલમાં બાળમંદિર,ધોરણ 1 થી 7ની પ્રાથમિક શાળા તથા ધો 8 થી 10ની માધ્યમિક શાળા ચાલી રહી છે.જેમાં 1200 વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે શિક્ષણ લઈ રહ્યા છે.
આ સંકુલની સ્થાપનામાં "શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર" સલવાવ-વાપીના આદ્યસ્થાપક પુરાણી સ્વામી કેશવચરણદાસજીની સંપૂર્ણ પ્રેરણા અને માર્ગદર્શન મળેલ છે.તથા મંત્રી શ્રી શાસ્ત્રી કપિલજીવનદાસજી સતત શૈક્ષણિક વિચારો દ્વારા દૌરવણી આપી રહ્યા છે.
આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃત્તિ અને શિક્ષણ દ્વારા દરેક સમાજના તથા આદિજાતિના વિકાસ માટે દ્રશ્ય અને શ્રાવ્ય શિક્ષણ દ્વારા સ્ત્રી સમાજનો ઉદ્ધાર તથા આશ્રમશાળા ચલાવીને બાળકોને હિંમતવાન,સંસ્કારી,નિર્વ્યસની,પ્રર્યાવરણ પ્રેમી,રાષ્ટ્રપેમી,સ્વાવલંબી અને નિષ્ઠાવાન નાગરિક બનાવવાનો છે.આ સંસ્થાનું ધ્યેય માનવ ઉત્થાન માટે મેડિકલ સેન્ટર,યોગકેન્દ્રો વગેરે ચલાવવાનું છે. ગરીબ વર્ગને રોજીરોટી મેળવવા ભવિષ્યમાં ટેકનિકલ શાળા તથા વિજ્ઞાન કેન્દ્રો ચલાવવા,ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓ માનવ ઘડતર અને જનસેવાના હેતુ માટે ગ્રામ્ય વિકાસ માટે તમામ સદપ્રવૃત્તિઓ કરવી.આ કાર્યમાં સંતમંડળ,ટ્રસ્ટી મંડળ,શિક્ષણ ગણ તથા વાલી મિત્રો પુરા ખંતથી પ્રયત્નો કરી રહ્યા છે. બિનશૈક્ષણિક સ્ટાફ પણ સારી સેવા બજાવી રહ્યો છે.
આ સંસ્થા ભૂકંપ,અતિવૃષ્ટિ,દુષ્કાળ જેવી કુદરતી આફતમાં જનહિત અને માનસેવાની પ્રવૃત્તિઓ કરે છે.
આ શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.જેવી કે રમત-ગમત સ્પર્ધા,વિજ્ઞાન મેળો,ઈકો ક્લબ જેમાં શિક્ષકોના માર્ગદર્શનથી બાળકો ઉમદા કાર્ય કરી રહ્યા છે.
બાળકોમાં જ્ઞાનમાં વધારો કરવા શાળામાં હીન્દી,ચિત્રકામ,પ્રખરતા શોધ વગેરે પરીક્ષા લેવામાં આવે છે.અને તેમાં વિદ્યાર્થીઓ સારા પરીણામો લાવે છે.આ શાળામાં ધોરણ 4 થી કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે અને જમાનાને અનુરુપ થવા ફરજિયાત બાળમંદિરથી જ અંગ્રેજી વિષય પણ ભણાવવામાં આવે છે.
શાળાના વાતાવરણને શુદ્ધ રાખવા તથા પર્યાવરણની જાળવણી કરવા દર વર્ષે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે.
બાળકો ઈત્તર વાંચનમાં આળસ કરતા હોય છે.તેથી તેમને ઈત્તર વાંચનની ટેવ પાડવા શાળામાં પુસ્તકાલય પણ બનાવ્યુ છે.જેનો લાભ બાળકો રીશેષના સમયમાં લે છે.વિજ્ઞાન ક્ષેત્રે બાળકોની રુચિ વધારવા જીલ્લા કક્ષાએ વિજ્ઞાનમેળામાં ભાગ લેવામાં આવે છે.આ પ્રવૃત્તિને વેગ આપવા શાળામાં સુંદર પ્રયોગશાળાનં આયોજન પણ કર્યુ છે.
શૈક્ષણિક પ્રવાસો દ્વારા બાહ્યજ્ઞાન બાળકો પ્રાપ્ત કરે એ માટે શાળામાંથી પ્રવાસોનું આયોજન કરવામાં આવે છે.જેથી પ્રવાસોનું સાથે સાથે બાળકો શિક્ષણ પ્રાપ્ત કરે છે.
ધો 1 થી 10ના દરેક વર્ગમાં એક એક બાળક દ્વારા પ્રેરણાદાયી જાણવા જેવું, વાર્તા,ભજન,સુભાષિતો, પ્રવચોનો વગેરે દ્વારા બાળકોની અંતર છુપાયેલી શક્તિને બહાર લાવવાનો તથા નેતૃત્વના ગુણો પ્રાપ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.સંસ્થાના વિકાસમાં નિવૃત્ત આચાર્ય શ્રી ઈશ્વરભાઈ જી.દેસાઈ પણ પોતાની ઉમદા સેવાઓ આપી રહ્યા છે.
શાળામાં વાર્ષિક પરીક્ષામાં દરેક વર્ગમાં પ્રથમ ત્રણ નંબરે પાસ થનાર વિદ્યાર્થીને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવે છે.
આ સંસ્થા ભવિષ્યમાં ખૂબ જ ફૂલે ફાલે અને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા પુરી પાડવાનું સ્વપ્ન સેવે છે.
|