પ્રાચીન ભારતીય સંસ્કારો સાથે અદ્યતન વિકાસલક્ષી શિક્ષણનું સંયોજન એટલે 'વ્રજભૂમિ ઈન્ટરનેશનલ સ્કૂલ,મોગર'
ભારતની પ્રાચીન ગુરુકુળ પરંપરાની બુનિયાદ પર વિકસિત ટેકનોલોજીના જ્ઞાનની ઈમારત ચણવાનું સ્વપ્ન સેવતી આ સંસ્થાની સ્થાપના જૂનાગઢના નવયુવાન વિદ્વાન સંત કો.શા.સ્વામી નારાયણચરણદાસજીએ સને 2002માં કરી.
આ સંસ્થાએ એન.સી.આર.ટી.,ન્યુદિલ્હીનો બાલમંદિરથી ધોરણ 10 સુધીનો અભ્યાસક્રમ શીખવવામાં આવે છે.હાયર સેકન્ડરી સુધીના શિક્ષણની સુવિધા માટે સંસ્થા પ્રયત્નશીલ છે.
સંસ્થામાં વિશાળ ઓફિસરૂમ,સંપૂર્ણ હવા ઉજાસવાળા,વિશાળ શિક્ષણખંડો,અદ્યતન વાંચનાલય અને લાયબ્રેરી,શિક્ષક કોન્ફરન્સહોલ,ફીજીક્સ અને બાયોલોજીની અલગ પ્રયોગશાળાઓ,દ્રશ્યશ્રાવ્યખંડ, કોમ્પ્યુટર લેબ વગેરે તથા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ જેવી કે સંગીત,નાટ્ય,ચિત્રકલા તથા રમતગમત માટે ટેનિસ,બાસ્કેટબોલ,હોકી,ક્રિકેટ,ફૂટબોલ,વોલીબોલ,એથલેટિક્સ જેવી આઉટડોર ગેમ્સની પણ સુવિધા છે. સંસ્થા પાસે વિશાળ મેદાન અને ગાર્ડન છે.જંગલમાં મંગલ જેવી આ સંસ્થા જરૂર મુલાકાત લેવા જેવી છે.
સંસ્થાના નિષ્ણાંત અને નિષ્ઠાવાન શિક્ષકોના પ્રયાસથી સંસ્થા 100 ટકા પરિણામ હાંસલ કરી શકે છે.
સંસ્થાની સંકલ્પિત પ્રવૃત્તિઓ
1. વિદ્યાર્થી આશ્રમ -
પ્રાચીન ભારતીય ગુરુકુળ પ્રથા અનુસાર સાદગીપૂર્ણ,સંયમિત,સંસ્કારી જીવનપદ્ધતિને અપનાવતી વિદ્યાર્થી આશ્રમની રચના દ્વારા સંકુલમાં હજારેક વિદ્યાર્થીઓને સમાવેશ કરી શકાશે.પરિણામે વિદ્યાર્થીમાં શિસ્ત પાલન,નિયમિતતા,આજ્ઞાંકિતતા તથા ધર્મભાવના જેવા ભારતીય સંસ્કારો દ્રઢતર બનશે.ગૃહમાતા તથા ગૃહઆચાર્યની કાળજીભરી સતત દેખરેખ હેઠળ બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો થશે.
2. દેવ મંદિર - વિદ્યાર્થી આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓ તથા જાહેર જનતાને નિયમિત દેવદર્શનનો લાભ મળી અને એ દ્વારા ધાર્મિક સંસ્ખારોને પોષણ મળે એ માટે એક ભવ્ય દેવમંદિરનું નિર્માણ થશે.જ્યાં સૌને દર્શન,પૂજન અને ધાર્મિક વિધિવિધાન ઉપરાંત ભારતીય પર્વો,પ્રસંગોને ઉત્સવોના વિશિષ્ટ આયોજનોનો લાભ મળશે.
3. પ્રાર્થના મંદિર - દેવમંદિરની સાથોસાથ એક પ્રાર્થના મંદિરની પણ રચના થશે.તેમાં ધાર્મિક વ્યાખ્યાનો,ઉત્સવો વગેરે યોજાશે.
4. વેદમંદિર - વૈદિકપરંપરાના ્ભ્યાસ માટે એક વેદમંદિરની રચના કરવાનું સંસ્થાનું લક્ષ્ય છે. તેમાં વેદ,પુરાણો,ઉપનિષદો વગેરે પ્રાચીન ભારતીય ગ્રંથો સાથે ધ્યાનયોગ વગેરેના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવશે.
5. અતિથિ - ને.હા.નં.8 સૌરાષ્ટ્ર,કચ્છ,ગુજરાત,મધ્યપ્રદેશ,રાજસ્થાન અને મુંબઈ-દિલ્હી વગેરે સાથે સંકળાયેલ હોવાથી મહેમાનો,મિત્રો,અને શુભેચ્છકો ગૃહ -માટે અતિથિગૃહનું નિર્માણ કરવામાં આવશે. 6. સાધુ આશ્રમ- અતથિ સંતો મહંતો માટે સાધુ આશ્રમની રચના કરવામાં આવશે.જેમાં સાધના ખંડ પણ હશે.
6. વૃદ્ધાશ્રમ - જીવનસંધ્યા વસમી છે.આત્મીયજનોનો વિયોગ,સ્વજનોનું સ્વાર્થી વલણ વગેરેના કારણે દુઃખની સ્થિતિ અનુભવતા વૃદ્ધ સજ્જનો,સન્નારીઓ માટે સર્વ સુવિધાપૂર્ણ વૃદ્ધાવસ્થાનું નિર્માણ કરવામાં આવશે.
7. ગૌ શાળા - ભારતીય સંસ્કૃત્તિ ગાયને માતા સમાન ગણે છે.આ સંસ્થામાં ગૌપાલન,ગૌ રક્ષા અને ગૌસંવર્ધન માટે સુંદર ગૌમંદિરનું નિર્માણ કરવામાં આવશે.
સંસ્થાના વિકાસમાં સદ્.શા.સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજી,સ.કો.સ્વા.દેવચરણદાસજી,શા.સ્વા.નારાયણચરણદાસજી તથા શા.સ્વા. મંગલસ્વરૂપદાસજી વગેરે સંતો યોગદાન આપી રહ્યા છે.
|