શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,પાલનપુરે વડ જેમ પોતાની વડવાઈ વિસ્તારે અને પોતાની શીતલ છાંયાનો લોકોને વધારે લાભ આપે તેમ ગુજરાતના અન્યભાગોમાં પણ સંસ્કાર સાથે શિક્ષણનો લાભ વધારે લોકો મળે તેવા ઉમદા હેતુથી ગુજરાતના શૈક્ષણિક રીતે પછાત વડતાલ જિલ્લાના છેવાડાના ઉમરગામ તાલુકામાં આદિવાસી વિસ્તારમાં સન્ 1998થી બંધ થવાના આરે ઉભેલી ભીલાડની એક સંસ્થાનું સુકાન સંભાળ્યુ અને તેને નવપલ્લવીત કરી.હાલ આ સંસ્થામાં સંતોના સુંદર માર્ગદર્શન હેઠળ નીચેના એકમો ચાલે છે.
1. શ્રી સ્વામિનારાયણ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય(સી.પી.એડ.)
2. શ્રી સ્વામિનારાયણ નવસર્જન વિદ્યાલય(ધો. 1 થી 7 અંગ્રેજી માધ્યમ)
3. શ્રી સ્વામિનારાયણ હાઈસ્કુલ (ધો 8 થી 10 અંગ્રેજી માધ્યમ)
4. શ્રી સ્વામિનારાયણ વિદ્યાનિકેતન(ધો. 1 થી 7 ગુજરાતી માધ્યમ)
5. શ્રી સ્વામિનારાયણ વિદ્યાનિકેતન હાઈસ્કુલ (ધો 8 થી 10 ગુજરાતી માધ્યમ)
ઉપરોક્ત સંસ્થાઓમાં બાળકોને અસરકારક શિક્ષણ સાથે વર્તમાન યુગમાં કદમ મિલાવવા કોમ્પ્યુટર શિક્ષણ સાથે લાઈવ એજ્યુકેશન દ્વારા ઓનલાઈન શિક્ષણ પણ આપવામાં આવે છે.અને માનવ નિર્માણ તથા રાષ્ટ્રના ઘડવૈયા બનાવવાના પાઠો પણ ભણાવાય છે.
સંસ્થા દ્વારા સન 2003માં વલસાડ જીલ્લાના પછાત ગણાતા ધરમપુર તાલાકામાં બીલપુડી ગામે એક જર્જરીત સંસ્થાનું સંચાલન સ્વીકારી ખૂબ જ ટૂંક સમયમાં એ સંસ્થાને નવો ઓપ આપીને ધો. 8 થી 12 સામાન્યપ્રવાહની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ તથા સ્ત્રીશિક્ષણને ઉત્તેજના આપવા માટે આદિવાસી બાળાઓનું છાત્રાલય વિનામૂલ્યે શરુ કર્યુ છે.
પરમકૃપાળુ પરમાત્માની અસીમકૃપા તથા વડીલોના આશીર્વાદથી ગુજરાત રાજ્યના દક્ષિણ દિશાના મહારાષ્ટ્ર રાજ્યની સીમારેખા ઉપર વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકામાં તાંબિયા ડુંગરની તળેટીમાં સુંદર નાનકડા ભીલાડ ગામમાં શારીરિક શિક્ષણની મહાવિદ્યાલય તથા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓમાં બાળકો જ્ઞાન સાથે ગમ્મત તથા સંસ્કાર સાથેના જીવન ઘડતરનું શિક્ષણ મેળવી રહ્યા છે.
આ રીતે ગુરુકુળ સંસ્થા દ્વારા ગુજરાતના ઉત્તર તથા દક્ષિણના પછાત આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ સાથે સંસ્કારનું ભગીરથ કાર્ય થઈ રહ્યુ છે. તેમાં સંસ્થાનું સંતવૃદ શાસ્ત્રી સ્વામી વૃન્દાવનવિહારીદાસજી, પુરાણી સ્વામી બ્રહ્મસ્વરૂપદાસજી,શાસ્ત્રી સ્વામી સંતસ્વરૂપદાસજી,સ્વામી કે.વિશ્વસ્વરૂપાચાર્ય વગેરે પોતાની સેવા આપી રહ્યા છે.
|