ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણકમળથી પવિત્ર બનેલ બોટાદની ભૂમિ જ્યાં નંદ સંતો તથા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના દિવ્ય આશીર્વાદ વરસ્યા છે અને ભક્તરાજ દાદાખાચરની જન્મભૂમિ છે.તેવા બોટાદ શહેરની ભાગોળે સંસ્થાપક પ.પૂ.સદગુરુ ભંડારી સ્વામી ધર્મજીવનદાસજીના વડપણ હેઠળ ગઢડા રોડ ઉપર શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,બોટાદમાં આ સંસ્થા ઈ.સ.1994થી કાર્યરત છે.
વિદ્યાલય એ સુંદર સફળ જીવન જીવવાની કલાનું જ્ઞાન આપવાનું કેન્દ્ર છે.સંસ્થા પાસે સ્થાપના વર્ષથી જ પોતાનું વિશાળ મેદાન ધરાવતા બિલ્ડીંગ છે.આ સંસ્થા ગામથી દૂર જે વાતાવરણમાં આવેલી છે.તે વાતાવરણમાં કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેર્યુ છે.
સંસ્થાનો પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર મા.વિભાગ શિક્ષણની પ્રવૃત્તિથી સતત ધમધમતો રહે છે. બાળકની અંદર છુપાયેલી સૂક્ષ્મ શક્તિઓ અને આગવી પ્રતિભાને વાચા મળે એવમ્ તેનો સર્વાંગી વિકાસ થાય એવી ઉચ્ચ છતા સરળ શિક્ષણ પદ્ધતિની રચના આ સંસ્થામાં કરવામાં આવી છે.
શિક્ષણની આત્મારુપ ગણાતી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓથી આ સંસ્થાધમધમતી હોય છે.તાલુકા કક્ષાએ તેમજ જિલ્લાકક્ષાના રમત-ગમત મહોત્સવના આયોજન અને તેમાં વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિઓ, જિલ્લાકક્ષાના વિજ્ઞાનમેળાનું સફળતાપૂર્વક આયોજન આ સંસ્થઆ દ્વાર પ્રસંગોપાત થાય છે.ઉપરાંત તાલુકા કક્ષાના યુવા મહોત્સવના યજમાનપદે પણ ઘણીવાર આ સંસ્થાએ સફળ કામગીરી બજાવેલ છે.
વિશિષ્ટતાસભર રાષ્ટ્રીય પર્વોની ઉજવણી,ધાર્મિક ઉત્સવોની ઉજવણી,વૃક્ષારોપણ,મફત છાશ વિતરણ કેન્દ્ર,ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ, માર્ગદર્શન જેવી પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા ઘણાં સમયથી ચાલે છે.
બોટાદ શહેર અને તાલુકાના ગામડાના વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને પોષાય તેવી તદન સામાન્ય ફી લઈને ગામડાના તેમજ શહેરના વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક સંસ્થા અભ્યાસ માટે પ્રેરે છે.સતત શૈક્ષણિક માર્ગદર્શન તેમજ ઉત્તમ શિક્ષણ પદ્ધતિ અને કુશળ સંચાલનથી આ સંસ્થાને દર વર્ષે ગામડાં તેમજ બોટાદ શહેરના ધો-10આ ચાલુ તેમજ નાપાસ વિદ્યાર્થીઓને એડમિશન આપીને 80 થી 90 ટકા પરિણામ સાથે બોટાદ તાલુકા તેમજ ભાવનગર જિલ્લામાં ખ્યાતિ પ્રાપ્ત થઈ છે.આ સંસ્થા ગરીબ વિદ્યાર્થીઓને તદન મફત શિક્ષણ તેમજ દરવર્ષે મફત નોટબુક વિતરણ કાર્ય પણ ઘણાં સમયથી કરે છે.
શિક્ષણના અન્ય સોપાનરુપે આ સંસ્થા દ્વારા એસ.પી.કુકડિયા સ્વામિનારાયણ સંકુલ,વલ્લભીપુર ખાતે હાલ કાર્યરત છે.
સૌરાષ્ટ્રક્ષેત્રમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાઓમાં પ્રવર્તમાન સમયમાં આઈ.ટી.આઈ. વિભાગથી સજ્જ એવી આ સંસ્થાએ શિક્ષણક્ષેત્રે હરણફાળ ફરી છે.આ સંસ્થા સન્ 2000થી આઈ.ટી.આઈ. ચલાવે છે.તેમજ સંસ્થા કોમ્પ્યુટર શિક્ષણ સહિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ પણ ચલાવે છે.
સને 2007ના વર્ષથી સંસ્થાએ સ્વામિનારાયણ મહિલા બી.એડ.કોલેજની પણ શરુઆત કરેલ છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને અનુસરીને આ સંસ્થા આધ્યાત્મિક,શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં બોટાદ અને સૌરાષ્ટ્રમાં કાર્યરત છે.
સંસ્થાનું સંતમંડળ
સ.ભંડારી સ્વામીશ્રી ધર્મજીવનદાસજી.
અ.નિ.સ.ભંડારી સ્વામી ધર્મપ્રસાદદાસજી
સ.કો.સ્વામી શ્રી ધર્મસ્વરુપ દાસજી
સ.પુરાણી સ્વામી શ્રી શાંતિપ્રસાદદાસજી
પૂ.સ્વામીશ્રી આનંદસ્વરુપદાસજી
|