શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ગુણાતીત વિદ્યાધામ,ચીખલી ગયા ચીખલીએ રુડી પેર ઉતર્યા નિશાભાઇને ઘેર
કાવેરી નદીમાં કર્યુ સ્નાન આવ્યા ઉતારે શ્રી ભગવાન-હ.લી.મૃ.કળશ -7,વિશ્રામ 52
આજથી બસો પચ્ચીસ વર્ષ પહેલા ભગવાનશ્રી સ્વામિનારાયણ કુશળ કુંવરબાના અતી
આગ્રહથી સંતો સાથે ધરમપુર જતા હતા. તે સમયે રસ્તામાં આવતા ચીખલી ગામને
પાવન કરવા માટે સંતો સાથે મહારાજ નિશાભાઇના ઘરે રોકાયા. મહારાજ અને સંતો
કાવેરી નદોમાં સ્નાન કરવા માટે પધાર્યા. સંતો સાથે સ્નાન કર્યુ. સંતો જે
શીલા ઉપર બેસી મહારાજનુ ધ્યાન કરતા આ ત્યા રે શ્રીજી મહારાજ રાજી થઇને
બોલ્યા કે હે સંતો આ જગ્યા ઉપર અનેક લોકોનુ કલ્યાણનુ ધામ બનશે. આપ સહુને
કહેતા અમોને અત્યંત આનંદ થાય છે શ્રીજી મહારાજનુ આ વચન આજે સિદ્ધ થયુ છે.
અમારા ગુરુ પ.પુ. સદ્. કો.શા. હરિકૃષ્ણદાસજી(ગોત્રીવાળા)ના અંતરના
આશીર્વાદથી પવિત્ર ભૂમિ ઉપરશ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ગુણાતીત
વિદ્યાધામન સ્થાપના વર્ષ 2008 -9માં કરવામાં આવી છે.
આજે 600 જેટલા બાળકો સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહ્યા છે. કેવળ શિક્ષણ જ
નહીં,તેની સાથોસાથ સ્કેટીંગ,ડાન્સીંગ,કરાટે,સંગીત આદી અનેક કોર્ષ
ચલાવવામાં આવે છે.

|