ગુરુકુળ એટલે એક એવી સંસ્થા કે જ્યાં બાળકનો માત્ર માનસિક કે શૈક્ષણિક વિકાસ જ નહિં,પરંતુ સાથે સાથે ઉચ્ચસંસ્કાર યુક્ત આધ્યાત્મિક વિકાસ.આજના યુગમાં શિક્ષણ ખૂબ આગળ વધ્યુ છે.પરંતુ સંસ્કાર ઘટ્યા છે.સંસ્કાર વિનાનું શિક્ષણ ક્યારેક ખતરો પણ બને છે.
ગુરુકુળમાં સંસ્કાર પર વધુ ભાર મૂકવામાં આવે છે.કારણ કે સંસ્કાર એ ભવ્ય ઋષિ પરંપરા છે.જેના માધ્યમે બાળકના જીવનમાં પ્રથમ તો મા-બાપનું મહત્વ જળવાઈ રહે છે.રાષ્ટ્ર અને સમાજ માટે ઉમદા ભાવના પ્રગટે છે.આમ સંસ્કાર બાળકનું આભૂષણ બની રહે છે.
આ દેશમાં એક ભવ્ય ગુરુકુળ પરંપરા હતી.જે સમયાંતરે લુપ્ત થઈ ગઈ.પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી આ પરંપરાને નવુરૂપ આપ્યુ.શ્રી સ્વામિનારાયણ ગુરુકુળોમાં આજે શિક્ષણ સાથે સંસ્કાર તથા સમાજના ઉત્થાન અને ઉદ્ધાર માટે અથાગ પ્રયાસો થઈ ચૂક્યા છે. ગુરુકુળો દ્વારા શિક્ષણ સેવા,જરૂરિયાત મંદ લોકોને મદદ તેમજ અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ,ભૂકંપ વગેરે કુદરતી આપત્તિના સમયે સહાયતા તથા સેવા લક્ષી કાર્યો થાય છે.
સ્વામિનારાયણ મંદિર ધોલેરાના એક ઉત્સાહી અને આંતરદ્રષ્ટિવાળા સંત પૂ.સ.ગુ.કો.સ્વામી હરિસ્વરુપદાસજીએ ગઢપુર મંદિરમાં ઘણો સમય સત્સંગની સેવા કરી.આ ઉપરાંત ઘણા વર્ષો સુધી ધોલેરામાં કોઠારી તરીકે રહી શ્રી મદનમોહનજી મહારાજના નિજ મંદિરના જીર્ણોદ્ધાર કર્યો.સાથોસાથ યાત્રિકભુવન,પાકશાળા,ભોજનાલય,બ્રહ્મચારી નિવાસ,ગૌશાળા,ગામનું મુખ્ય પ્રવેશદ્વારા વગેરે કામો કર્યા.કો.સ્વામી હરિસ્વરુપદાસજીના અધ્યક્ષ સ્થાને શ્રી મદનમોહનજી મહારાજની પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતા "શતામૃત મહોત્સવ "જેવો અદ્વિતીય ઉત્સવ ધોલેરામાં ઉજવાયો
ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા મુજબ પાંદડે પાંદડે સત્સંગ થાય,લોકો ભગવાનનો મહિમા સમજે અને ભગવાનનું ભજન કરે તે માટે જરુરીયાત હતી ગામડાઓમાં હરિમંદિરોની.ધોલેરા મંદિરના વિકાસ કાર્યો કરતા કરતા જાખડ,વાગડ,ખરડ,ખસ્તા,ભૂંભલી,કૌકા,પીપળી વગેરે ગામોના મંદિરોનો જીર્ણોદ્ધાર તથા મોરશીયા,ગોરાયુ,ભીલડી વગેરે ગામોમાં નૂતન મંદિરોના બાંધકામ કર્યા.હજુ પણ બીજા ગામોમાં મંદિરોના જીર્ણોદ્ધાર તથા નવનિર્માણનું કાર્ય ચાલે છે.
ટૂંકાગાળામાં જ સ્વામીએ અથાગ પરિશ્રમ કરીને ધોલેરાનો ખૂબ વિકાસ કર્યો.પૂ.સ્વામીના વિદ્વાન અને નવયુવાન કથાકાર સંત શા.સ્વામી હરિપ્રકાશદાસજીનો શૈક્ષણિક પ્રવૃત્તિમાં રસ જોઈને પૂ.હરિસ્વરૂપ સ્વામીએ સન્ 1998માં ચિત્તલમાં એક શિક્ષણ સંસ્થા શરૂ કરી.
સંસ્થા શિક્ષણસેવાની સાથે ગૌસેવા પણ કરે છે.
હાલ સંસ્થામાં બાલમંદિરથી દોરણ દસ સુધીનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યુ છે.ઉપરાંત કન્યા કેળવણી પર વિશેષભાર આપવાના ભાગરૂપે સ્કૂલમાં કન્યાઓની ફી પચાસ ટકા જ લેવામાં આવે છે અને અમુક ગરીબ વિદ્યાર્થીઓ માટે સો ટકા ફી માફી પણ આપવામાં આવે છે.આગળ જતા સંસ્થાના વિકાસના ભાગરૂપે સ્કૂલનું નવું બિલ્ડિંગ,છાત્રાલય,વિશાળ સભાગૃહ,લાયબ્રેરી,પ્રયોગશાળા,કોમ્પ્યુટર રૂમ,ગૌશાળા,સંત નિવાસ વિગેરે થશે.
વિશેષ આ સંસ્થા દ્વારા સમાજમાં સત્સંગ વધે એવા શુભ હેતુથી આજુબાજુ ગામોમાં હરિમંદિરો બનાવવા તથા નિયમિત સત્સંગ સભાનું આયોજન પણ ખૂબ જ સુંદર રીતે થાય છે.
|