ગુજરાત ઉપરાંત દેશભરના ગૌરવસમા ખેડા જિલ્લામાં વડતાલ અને ડાકોર એમ બે ધામો આવેલા છે.
ચરોત્તર ભૂમિ એટલે શ્રીજીની રમણભૂમિ.
ડાકોરનો ઈતિહાસ શાસ્ત્ર સંલગ્ન છે.આ યાત્રાધામની મુલાકાતે 85 થી 90 લાખ લોકો આવે છે.પ્રાકૃત્તિક હરિયાળી વચ્ચે ડાકોર શહેરની અંદર પ્રવેશતા જ આધ્યાત્મિકતાની સહજ અનુભૂતિ થઈ આવે છે. શ્રીહરિ,સંતો અને ભક્તો સાથે અનેકવાર ડાકોર પધારેલા અને ચોરાશી કરેલ.શ્રીજી ચરણરજથી પવિત્ર તેમજ દ્વારિકાધીશ રણછોડજી ભક્ત બોડાણાના ગાડામાં બેસીને જે જગ્યાએ ડાકોરમિાં પ્રવેશ કર્યો એ જ ભૂમિ ઉપર તા.30-11-01ના રોજ ધામધામના સંતોની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી,કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં પુલહાશ્રમનો શિલાન્યાસ વિધિ કરવામાં આવ્યો.
સમાજમાં સદ્વિદ્યાની પ્રવૃત્તિ અને યાત્રાધામમાં આવતા યાત્રિકોમાં સ્વામિનારાયણ ભગવાનને સંદેશ પહોંચાડવા તેમજ જરૂરિયાત મંદ લોકોને શ્રીજી આજ્ઞા મુજબ મદદ કરવાના હેતુથી આ પુલહાશ્રમની 900 ગૂંઠા પવિત્ર ભૂમિ ઉપર સાકાર થનાર સંકુલોમાં ગુજરાતી અને અંગ્રેજી બંન્ને માધ્યમોમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા,છાત્રાલયો,વિશાળ દેવ મંદિર,યાત્રીભોજનાલય,અતિથિભવન,જીવનસંધ્યાશ્રમ, તબીબી સહાયકેન્દ્ર,સંત આશ્રમ,ગૌશાળા,પુસ્તકાલય તેમજ સાંસ્કૃત્તિક પ્રદર્શન જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું બાંધકામ શરૂ છે.તેમજ સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન શિબિર,વ્યસન મુક્તિ અભિયાન,સર્વરોગ નિદાનકેમ્પ,બાલયુવા વૃદ્ધ સત્સંગ શિબિરો વિવિધ સેવાપ્રવૃત્તિઓ ચાલે છે.
પુલ્હાશ્રમના સાકાર થનાર સંકુલો -
1. શ્રીમતિ શારદાબેન રમણભાઈ પટેલ અંગ્રેજી પા.મા.શાળા
2. શ્રીમતિ મંજુલાબેન કનુભાઈ પટેલ ગુજરાતી પ્રા.મા.શાળા
3. શ્રીબાબુભાઈ લલ્લુભાઈ પટેલ ગુજરાતી ઉ.મા.શાળા
4. શ્રી વલ્લભભાઈ હિરજીભાઈ નાકરાણી અંગ્રેજી ઉ.મા.શાળા
5. શ્રીમતિ શારદાબેન વી.પટેલ ગુજરાતી મા.છાત્રાલય
6. શ્રી ઘનશ્યામભાઈ જી.પટેલ ભોજનાલય
7. શ્રી ખડાયતા સમાજ યુ.એસ.એ.યાત્રી નિવાસ
8. શ્રી ચંદ્રકાંત ડી.પટેલ ગૌશાળા
9. શ્રી શૈલેષભાઈ આઈ.પટેલ સ્વાસ્થ્ય સેન્ટર
10 શ્રી રસિકભાઈ પટેલ વારિગૃહ
11 શ્રી રીટાબેન ગુણવંતરાય ભટ્ટ મોબાઈલ દવાખાનું
12 શ્રી પ્રભાવતીબેન ભાનુભાઈ પટેલ એમ્બ્યુલન્સ
13 પુસ્તકાલય તથા સ્વીમીંગપુલ વગેરે
દેવમંદિરના દાતાઓ - શ્રી અરવિંદભાઈષ,શ્રી ધીરેનભાઈ અમીન,શ્રી મહેન્દ્રભાઈ અમીન,શ્રી ગીતાબેન દિલીપભાઈ,શ્રી રમેશભાઈ પટેલ તથા અ.નિ.શ્રી જસભાઈ પી.પટેલ તથા યુ.એસ.એ.સત્સંગ સમાજ.
|