ઝાલાવાડની ધીંગી ધરા ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધ્રાંગધ્રા શહેરમાં ફલ્કુ નદીને કિનારે આવેલી આ સંસ્થાની સ્થાપના અમારા દાદા ગુરુ અ.નિ. સ.ગુ. સ્વામી ધર્મનંદનદાસજીના શુભ સંકલ્પથી ગરીબ બાળકોને સારા શિક્ષણની પ્રાપ્તિ થાય તથા બાળકોમાં સંસ્કારનુ સિંચન થાય આવા શુભ હેતુથી અ.નિ. પ.પૂ. સ.ગુ. પુરાણી સ્વામી શ્રીજીપ્રકાશદાસજીએ તા. 23-03-2003 ના શુભ દિને કરી હતી. આ સંસ્થામાં હાલમાં પ્રમુખ તરીકે શા.સ્વામી વિવેકસાગરદાસજી સેવા આપે છે.
સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ
- છાત્રાલય
- સંસ્થાના છાત્રાલયમાં 50 વિદ્યાર્થીઓ રહે છેતે અભ્યાસ કરે છે. તેમાં અમુક ગરીબ બાળકોને ફ્રીમાં ભણાવવામાં આવે છે.
- વિદ્યાલય
- સ્કુલમાં બાલમંદિરથી ધોરણ 10 સુધીના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. સ્કુલનુ નામ વ્રજેન્દ્રવિદ્યાવિહાર સ્કુલ છે. તેમાં બાલમંદિરથી દસ ધોરણ સુધીની નોનગ્રાન્ટેડ સ્કુલ ચાલે છે.
- સ્કુલમાં બાળકોને શિક્ષણ સિવાય સંસ્કાર સિંચન થાય અને સર્વાંગી ઘડતર થાય તે માટે સ્કુલમાં વધારાના વર્ગો,કોમ્પ્યુટર શિક્ષણ તેમજ બીજી અનેક સ્પર્ધાઓનુ આયોજન કરી બાળકોને આધુનિક યુગ પ્રમાણેનુ જ્ઞાન આપવામાં આવે છે. તથા ઇનામ વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
- સંસ્થામાં રાષ્ટ્રિય,સામાજિક તથા ધાર્મિક ઉત્સવનોની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે.
- સત્સંગ સેવા
- સત્સંગ સેવાના ભાગરુપે ગામના નરશીપરા વિસ્તારમાં એક મંદિર છે. જેમાં ધૂનકીર્તન ભજન તથા ઉત્સવોનુ આયોજન થાય છે. તથા સંતો દ્વારા આજુબાજુના ગામડામાં સત્સંગ સભા થાય છે.
- સંસ્થાદ્વારા ચાલતી અન્ય સેવાઓ
- સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા સાહિત્ય પ્રકાશન ચાલે છે.
- સંસ્થાની વિશિષ્ટતા
- બાળકોને ભણવા માટે અદ્યતન સુવિધા યુક્ત બિલ્ડીંગ
- છેલ્લા બે વર્ષનુ ધોરણ દસનુ 100 ટકા પરિણામ
- અનુભવી શિક્ષણ સ્ટાફ
- માસિક પરીક્ષા દ્વારા થતુ સતત મૂલ્યાંકન
- દર મહિને સ્પર્ધાનુ આયોજન
- શૈક્ષણિક પ્રવાસ દ્વારા મનોરંજન
- તહેવારોની ઉમંગભેર ઉજવણી
- સંસ્થામાં સેવા આપનુ સંતમંડળ
- પ.પૂ. સ.ગુ. મહંત સ્વામી ઉત્તમપ્રિયદાસજી
- પ.પૂ. સ.ગુ. ભંડારી સ્વામી ઇશ્વરચરણદાસજી
- પ.પૂ.સ.ગુ.ભંડારી સ્વામી વિવેકસાગરદાસજી
- પ.પૂ.સ.ગુ.શા.સ્વામી વિનયપ્રકાશદાસજી
|