સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન તિર્થસ્થાન ધરમપુરમાં એક સારુ ગુરુકુળ બને તો આ વિસ્તારના આદિવાસી લોકોને પણ સંસ્કાર સાથે શિક્ષણ મળે તેવું સ્વામી શ્રી હરિવલ્લભદાસજી ગુરુ સ્વામીશ્રી કૃષ્ણસ્વરૂપદાસજી એ નક્કી કર્યુ.પરંતુ ધરમપુરમાં કોઈ જગ્યા હતી નહી.જેથી તુરંત ભાડાનું મકાન શોધવાનું હતુ.તે માટે શ્રી ભાનુશંકર જોષી સાહેબ-પારડી અને દેવુ મહારાજ-મોટાપોંઢાના સહકારથી ધરમપુરના સમાજ સેવક કાંતિભાઈ કંસારાના પુત્રો શ્રી હેમંતભાઈ અને દેવાંગભાઈ પાસે સ્કૂલ શરૂ કરવા માટે મકાનની માંગણી કરેલ જેણે પોતાના શોપીંગ સેન્ટરમાં સ્કૂલ શરૂ કરવા સંમતિ આપી.
પ્રથમ વર્ષે જ 150 વિદ્યાર્થીઓથી બાળમંદિર અને ધોરણ 1ની સ્કૂલ શરૂ કરવામાં આવી જેમાં શ્રી સ્વામિનારાયણ સ્કુલ,ધરમપુરમાં એક વર્ષના અંતે સંસ્થાની પ્રગતિ જોઈ ધરમપુરના સમાજસેવક શ્રી રામસિંહભા પરમારે તેમના બંને પુત્રો ડૉ.વિક્રમસિંહ પરમાર અને ડૉ.વિજયસિંહ પરમાર એ એમની માતૃશ્રી શાન્તાબાના નામના અતિ કિંમતી જમીન 7 ગુંઠા જગ્યા દાનમાં અને 30 ગુંઠા જગ્યા ટોકનભાવથી સંસ્થાને સ્કુલ બનાવવા માટે ધરમપુર-વલસાડ રોડ ઉપર રામાવાડીમાં આપી જેની બાજુમાં બંધ પડેલી ફેક્ટરીની માલિક શ્રી દિલીપભાઈ સિનરોજીયા વલસાડવાળાએ તથા તેમના ભાગીદારોએ પણ સ્કૂલને અનુરૂપ મકાન સાથેની ફેક્ટરી પણ ઘણાં જ ટોકન ભાવથી બાળકને સંસ્કાર સાથે શિક્ષણ મળે તે હેતુથી આપી છે.જેમાં 400 બાળકો આજે સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહ્યા છે.
આ સાથે આજના જમાનાની માંગ મુજબ ધરમપુરમાં અંગ્રેજી મિડિયમની કોઈ સારી શાળા ન હોવાથી જૂન 2003થી અંગ્રેજી મિડિયમની પ્રાઈમરી સ્કૂલની પણ શુભ શરૂઆત આ જગ્યામાં કરી દીધેલ છે.આ બંન્ને સ્કૂલોને ધોરણ 1 થી 12 સુધીની બનાવવા માટેની ટ્રસ્ટી મંડળ અને ગામની શિક્ષણપ્રેમી જનતાની માંગ છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,મોટા પોંઢા
શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ મોટાપોંઢાની સ્થાપના 1997માં કરવામાં આવેલી.ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી ગુરુ સ્વામી શ્રી કૃષ્ણસ્વરપદાસજીની ઈચ્છા એક સારુ શિક્ષણ સંકુલ બનાવવાની હતી.પરંતુ જમીન માટે ઘણી જગ્યાએ તપાસ કરી કોઈજગ્યાએ જમીનનો મેળ ન બેઠો ત્યારે ગુરુકુળ સંઘના પ્રમુખ શ્રી પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી (સલવાવવાળા)એ પોતાની ઉદારતાનો પરિચય કરાવીને એક નાના સંતને આગળ લાવવા માટે સંપૂર્ણ સહકાર-મદદ સાથે તૈયારી બતાવી અને તેમના ગાંધી આશ્રમ ટ્રસ્ટની ખાલી પડેલી કિંમતી છ એકર જગ્યા 1995માં આ ટ્રસ્ટને તુલસીના પાંદડે એક શિક્ષણ સંસ્થા સ્થાપવા માટે આપી.જેમાં તેમના શિષ્યો સ્વામી શ્રી વિજ્ઞાનવલ્લભદાસજી,શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજી તેમ જ શ્રી બાબુભગત આ ત્રણે શિષ્યોએ પણ દરેક પ્રકારની તન,મનથી આ ટ્રસ્ટને મદદ કરી અને 1999થી અંગ્રેજી મીડિયમની સ્કૂલ શરૂ કરી અને આજે 1 થી 5 ધોરણ સુધીની શ્રી ગોપીનાથજીદેવ ગુજરાતી મિડિયમ સ્કૂલમાં 300 બાળકો અને બદ્રિનારાયણ બાલમંદિરમાં 100 આદિવાસી બાળકો ધાર્મિક સંસ્કાર સાથે શહેરના બાળકોની સમાન કોમ્પ્યુટર સાથેનું શિક્ષણ મેળવી રહ્યા છે.
આ ટ્રસ્ટ અંગ્રેજી મિડિયમની શાળા શરૂ કર્યા પછી આદિવાસી વિસ્તાર હોવાથી આદિવાસીના બાળકોને ફી ભરવા માટે પણ ઘણી મુશ્કેલી પડતી હતી.તેને ધ્યાનમાં લઈ શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ ટ્રાયબલ એફર્સ ન્યુ દિલ્હીમાં સ્કૂલને ગ્રાન્ટ ઈન એડમાં સમાવવા માટે અરજી કરેલ જેને ધ્યાનમાં લઈ આદિવાસી બાળકોને અંગ્રેજી મીડીયમનું ફ્રિ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે 2002થી આ સ્કૂલને રેસીડેન્સિયલ સ્કૂલની ધોરણ 1 થી 7 સુધીની કેન્દ્ર સરકારની માન્યતા મળી.
હાલ આ સંસ્થા 100 આદિજાતિના બાળકોને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સાથે શિક્ષણ અપાય રહેલ છે. આ ટ્રસ્ટની જગ્યાની આગળની જગ્યા વાપીના શેઠશ્રી પ્રમોદચંદ અનુપચંદ શાહ અને શેઠશ્રી કાંતિલાલ અનુપચંદ શાહની હતી.જેમણે આ ટ્રસ્ટને એક એકર જમીન તેમની બહેન ગ.સ્વ. કેશરબેન અનુપચંદ કેશરીચંદના નામે દાનમાં આપી.જેમાં સંસ્થાએ 12 રૂમના બાંધકામવાળી સ્કૂલ બનાવી છે.
આ રીતે સંસ્થા આદિવાસી વિસ્તારમાં પણ શ્રી સહજાનંદ સ્વામીના સર્વજીવહિતાવહના સિંદ્ધાંતોના બહોળો પ્રચાર કરવા અને શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે પ્રયત્નો કરી રહી છે.
|