ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોથી અંકિ ગઢપુરના પ્રવેશદ્વાર સમીપમાં જ તા.9/5/2001થી નવપલ્લવિત થઈ રહેલ સ.ગુ.શ્રી મોટાયોગાનંદ સ્વામીની સ્મૃત્તિમાં તેમની શિષ્ય પરંપરામાં આવતા સમગ્ર સંતોના સાથ સહકારથી પુજાર સ્વામી શાંતિપ્રસાદદાસજી(પ્રમુખ), શા.ઘનશ્યામસ્વરૂપ દાસજી(ઉપપ્રમુખ)તેમજ શા.શ્રીજી સ્વરૂપદાસજી તથા સ્વા.પરમપુરૂષદાસજી(મંત્રી)શ્રી યોગાનંદ સ્વામી સેવા સમાજ ટ્રસ્ટનું સુંદર સંચાલન કરી રહ્યા છે.
જેમાં અનેક વિવિધ ઉમદા હેતીઓ જેવા કે,વર્તમાન યુગમાં વિપરીત વાતાવરણથી આવતીકાલની આશા સમા બાળ નાગરિકોને બચાવવા, સમયને અનુરુપ શિક્ષણની સાથે ઈશ્વરનિષ્ઠા અને સદાચારનું સિંચન કરી બાળકોમાં ઉત્તમ ચારિત્ર્યનું ઘડતર કરવુ,ઉદ્યમી અને સેવાભાવી ઉત્તમ દેશભક્ત નાગરિકો તૈયાર કરવા,વર્ગવિશેષ તથા સંપ્રદાયની સંકીર્ણ ભાવનાઓથી પર રહી સત્સંગ,સમાજ અને રાષ્ટ્રની સેવા દ્વારા સમાજનો વિકાસ કરવા તેમજ ભાગવત ધર્મનું પોષણ,રક્ષણ અને પ્રવર્તન કરવુ,આધુનિક શિક્ષણની સાથે આધ્યાત્મિક મૂલ્યોની પ્રાચીન ભારતીય સંસ્કૃત્તિનું શિક્ષણ, આધુનિક યુગમાં પ્રાચીન ગુરુકુળનું પવિત્ર વાતાવરણ તેમજ વ્યસનોથી વિમુખ વાતાવરણ,તમામ સેવા પ્રવૃત્તિઓમાં સંતો અને વિદ્યાર્થીઓની જાત મહેનત,આત્મિતાયુક્ત પવિત્ર વાતાવરણ અને શ્રેષ્ઠ શિક્ષણને લીધે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ તેમજ ઉમદા પરિણામ,સાંસ્કૃત્તિક તેમજ રાષ્ટ્રીય રમત ગમત સ્પર્ધાઓમાં જિલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ મોખરાનું સ્થાન,સદાચાર પ્રવર્તન,સંસ્કાર સિંચન,સામાજિક સેવા,તબીબી સેવા અને અધ્યાત્મ પોષણની આગવી સેવા પ્રવૃત્તિઓ કરવી.
આ સંસ્થાની તમામ સેવાઓ સર્વજીવહિતાવહ છે.તેમજ આ સર્વ પ્રવૃત્તિઓ માત્રને માત્ર ભગવત્ પ્રસન્નતા,સામાજિક ઉત્થાન દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને આત્મકલ્યાણના શુભહેતુથી કરવામાં આવે છે.જેઓના માર્ગદ્રષ્ટા અને આધારસ્તંભરૂપે સંતો અને સમર્પિત ભક્તો રહ્યા છે.
શ્રી યોગાનંદ સ્વામી સેવા સમાજ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ
1. શ્રી સ્વામિનારાયણ બાલમંદિર બાલવાટિકા
2. શ્રી સ્વામિનારાયણ શિશુ વિદ્યાલય
3. શ્રી સ્વામિનારાયણ હાઈસ્કુલ - મોદા
4. શ્રી સ્વામિનારાયણ પી.ટી.સી.કોલેજ
5. શ્રી સ્વામિનારાયણ સી.પી.એડ.કોલેજ
6. શ્રી સ્વામિનારાયણ કોમ્પ્યુટર સેન્ટ્ર
7. શ્રી સ્વામિનારાયણ લેબોરેટરી
8. શ્રી સ્વામિનારાયણ ગ્રંથાલય઼
9. શ્રી સ્વામિનારાયણ સંગીત વિદ્યાલય
10 શ્રી સ્વામિનારાયણ ઉદ્યાન઼
11 શ્રી સ્વામિનારાયણ વ્યક્તિ વિકાસ કેન્દ્ર
12 શ્રી સ્વામિનારાયણ જુડો કરાટે ક્લાસીસ
13 શ્રી સ્વામિનારાયણ યોગસાધના કેન્દ્ર
14 શ્રી સ્વામિનારાયણ ઔષધાલય
15 શ્રી સ્વામિનારાયણ બી.એડ.કોલેજ(સુચિત)
|