શ્રી સ્વામિનારાયણ વિદ્યામંદિરની સ્થાપના સંવત 2030ના શુભવર્ષમાં થયેલ છે. સંસ્થાનું મુખ્ય કેન્દ્ર સ્થાન ભગવાન શ્રી સ્વામિનારાયણની કર્મભૂમિ ગઢડામાં છે.
આ સંસ્થા ગઢડા,સિહોર અને બોટાદમાં પોતાની શાખાઓ દ્વારા શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રી વિદ્યાલય,શ્રી શિક્ષાપત્રી બાળમંદિર,શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક વિદ્યાલય,શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રી હાઈસ્કુલ વગેરે ચલાવે છે. કેળવણી વિષયક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અર્થાત્ શિક્ષણ ક્ષેત્રે આ સંસ્થાએ હરણફાળ પ્રગતિ કરી છે.
આ સંસ્થા પશુપાલન માટે ગૌશાળામાં સુંદર ગીર ગાયોની ઓલાદ દ્વારા ગૌસંવર્ધન કાર્ય કરે છે.તેમજ ધાર્મિક ક્ષેત્રે સત્સંગ અને લોકોની સુખાકારી માટે જ્ઞાનયજ્ઞો ,જપયજ્ઞો,પારાયણો,પ્રતિષ્ઠા મહોત્સવો,શિક્ષાપત્રી મહોત્સવો,શ્રાદ્ધ મહોત્સવો,શ્રમયજ્ઞો,યાત્રા પ્રવાસો તેમજ લોકોમાં ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વ્યસન મુક્તિ દ્વારા લોકોની સુખાકારી વધે તેવી શુભ પ્રવૃત્તિ કરે છે.
આ સંસ્થાએ ઘણા પુસ્તકો પ્રકાશિત કર્યા છે.અને હજુપણ સાહિત્યસેવાની આ પ્રવૃત્તિ ચાલુ છે.સંસ્થા "સદાચાર" સામયિકનું પ્રકાશન પણ કરે છે.આ સંસ્થાના પ્રેરણા મૂર્તિ સદગુરુ કોઠારી પુરાણી સ્વામી હરિજીવનદાસજી,સદગુરુ સ્વામી ઉત્તમપ્રિયદાસજી,સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીએ સમયોચિત સેવા દ્વારા પ્રોત્સાહિત કરેલ છે.
હાલ સંસ્થાના કાર્યકર્તા મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી,કોઠારી સ્વામી ભક્તિતનયદાસજી,પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી, સ્વામી ગોપાળજીવનદાસજી વગેરે સંત મંડળ તેમજ કાર્યકર્તાઓ આ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપી રહેલ છે.સંસ્થાની બોટાદ શાખામાં પટેલ નરશીભાઈ એલ.કળથીયા તેમજ સ્કૂલનો સ્ટાફ સુંદર કાર્ય કરી રહેલ છે.
શ્રી ગોપીનાથજી દેવ કેળવણી ટ્રસ્ટ,ગઢડા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,સિહોરની સંસ્થાની સ્થાપન જૂન-1993માં કરવામાં આવી.હાલ તે બાલમંદિરથી ધોરણ 10 સુધી શાળા તથા P.G.D.C.એ કોમ્પ્યુટર કોલેજ પણ ચાલવે છે. અને બાળકને સુસંસ્કાર સાથે શિક્ષણ આપવાનું કાર્ય કરી રહી છે.
આ સંસ્થાને નાના રાજકોટના હાલ મોરબી નિવાસી પ.ભ.દાનવીર શ્રી પટેલ મુળજીભાઈ વીરજીભાઈ કાકડીયા પરિવારે પોતાની માલિકીની કિંમતી પાંચ વિઘા જમીનનું દાન આપ્યુ અને તેમાં સિંહોરના વતની હાલ મુંબઈ સ્થિત વિદ્યાપ્રેમી દાતાઓના સાથ સહકારથી સંસ્થાની જરુરીયાત મુજબ બાલમંદિર, પ્રાથમિકશાળા,માધ્યમિકશાળા,કોમ્પ્યુટર ક્લાસ,વાહીગૃહ,લેબોરેટરી,સંતઆશ્રમ,વિગેરે સંકુલો તૈયાર થયા.આ સંસ્થા શિક્ષણના કાર્યની સાથે સાથે સામાજિક અને ધાર્મિક સેવા કાર્યો પણ કરે છે.
સિહોર ગુરુકુળનું સંકુલ શાસ્ત્રી સ્વામી ભગવતસ્વરૃપદાસજીના પ્રમુખ સ્થાને સ્થાનિક ટ્રસ્ટી મંડળ શૈક્ષણિક તથા સામાજિક પ્રવૃત્તિઓ કરે છે.
આ સંસ્થા આરોગ્ય ક્ષેત્રે સર્વરોગ નિદાન કેમ્પ,બ્લડ બેન્ક,છાશકેન્દ્ર અને દુષ્કાળ રાહતકાર્યો કરી સમાજ સેવા પણ સતત કરતી રહે છે.
શ્રી ગોપીનાથજી દેવ કેળવણી ટ્રસ્ટ,ગઢડા(સ્વામીના સંચાલિત વિદ્યાશાખઆઓ |
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ
અમદાવાદ રોડ,રેલ્વે ક્રોસીંગ સામે,
મુ.સિહોર,જિ.ભાવનગર 364240
ફોનનંબર-222615
|
શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રી હાઈસ્કુલ
ગઢડા રોડ,મંગળપરા
મુ.બોટાદ,જિ.ભાવનગર
ફોનનંબર-242904 |
|