ગાંધીધામમાં એક વિશિષ્ટ ઉદ્દેશ સાથે સન્ 1999માં શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂજ-દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળની સ્થાપના કરવામાં આવી.આ સંસ્થાના માધ્યમથી વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષીવિદ્યા સાથે નૈતિક જીવન જીવવાની કળા,માનવધર્મ,વિવેક,સભ્યતા,ચારિત્ર્યનું ઘડતર, દેશભક્તિ,ભગવદ્ ભક્તિ આદિનું શિક્ષણ આપવામાં આવે છે.
સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રવત્તિઓ :-
* છાત્રાલય અને પ્રાર્થના મંદિર
300 વિદ્યાર્થીઓ રહી શકે તેવું 18 રૂમનું સંપૂર્ણ સુવિધાવાળુ છાત્રાલય છે.તેના મધ્યભાગમાં વિશાળ પ્રાર્થના મંદિર છે.જ્યાં દરરોજ સવાર સાંજ વિદ્યાર્થીઓ પૂજા,પ્રાર્થનાને ધૂન કીર્તન કરે છે.તથા સંતો, મહાનુભાવોના પ્રવચનો રાખવામાં આવે છે.
* ભોજનાલય અને વાંચનાલય
પ્રાર્થના મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરમાં વિશાળ ભોજનાલય હોલ છે.પ્રાર્થના મંદિરની ઉપર એક વિશાળ વાંચનાલય હોલ બનાવવામાં આવ્યો છે.જેમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી શકે છે.
* બાલમંદિર અને પ્રાથમિક શાળા
નાનપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા અને શાળાભિમુખ કરવા સંસ્થાબાલમંદિર અને પ્રાથમિક શાળા ચલાવે છે.
* માધ્યમિક સ્કૂલ
જૂન 2003થી સંસ્થાએ માધ્યમિક શાળા શરૂ કરી છે.તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધા, રમત-ગમત તેમજ નૃત્યથી માંડી નાટિકાઓ સુધીના કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કરવામાં બાકી રાખશે નહિ એવી સંસ્થાની નેમ છે.
* કોમ્પ્યુટર ક્લાસીસ.
આજના કોમ્પ્યુટર યુગમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરતા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરથી અજાણ કેમ રહી શકે ? આ માટે સંસ્થા દ્વારા પ્રાથમિક કક્ષાથી જ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે.
* રમત-ગમત અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ
ગુરુકુળના વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓને ક્રિકેટની તાલીમ માટે ગુરુકુળ સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ છે. જ્યાં દર રવિવારે વિદ્યાર્થીઓ જુદી-જુદી સ્કૂલોની ટીમો સાથે મેચો અને ટુર્નામેન્ટો રમે છે.સંસ્થામાં રમતોત્સવનું પણ આયોજન કરવામાં છે.જેમાં વિદ્યાર્થીઓ લાંબી દોડ,લોંગ જમ્પ,હાઈ જમ્પ, બાંબો રેસ, કબ્બડ્ડી,ખોખો જેવી વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લઈ પોતાની કલા અને શક્તિનું પ્રદર્શન કરે છે. વિદ્યાલયના પ્રવેશ દ્વાર પાસે એક વિશાળ સ્ટેજની સુવિધા છે.જેમાં દરવર્ષે સાંસ્કૃત્તિક કાર્યક્રમો કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરે છે.
* માનવસેવા
1. સંસ્થા દ્વારા પ્રસંગોપાત્ રક્તદાન કેમ્પોનું આયોજન થાય છે.જેમાં સંસ્થાના નાનામોટા સૌ રક્તદાન દ્વારા સમાજની અમૂલ્ય સેવા કરે છે.વિવિધ રોગના નિદાન-ઉપચાર કેમ્પો પણ સંસ્થા દ્વારા યોજાય છે.
2. ધરતી કંપ વખતે સંસ્થાને ખૂબ મોટુ નુકશાન થયુ હોવા છતાંય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંસ્થાના સંતો અને ભક્તોએ ગામડાઓમાં રાહત સામગ્રી પોતાની જાતે લઈ જઈને લોકોને પહોંચાડી હતી.સાથે સાથે ગુરુકુળમાં પણ એક વિતરણ કેન્દ્ર ચાલુ કર્યુ હતુ.જેમાં અસહાય લોકોને અનાજ, ધાબળા, ફૂડપેકેટ,વાસણ જેવી જરૂરી સામ્ગ્રીનું મોટા પાયે વિતરણ કરવામાં આવ્યુ હતુ.
* માનવસેવા
એક જ સંકુલમાં બાલમંદિરથી કોલેજ સુધીનું શિક્ષણ મળી રહે તેવી સંસ્થાની નેમ છે.સંસ્થામાં પુરાણી સ્વામી મુક્તવલ્લભદાસજી(મે.ટ્રસ્ટી), પુરાણી સ્વામી હરિમુકુંદદાસજી(મંત્રી),પુરાણી સ્વામી પુરુષોત્તમવલ્લભદાસજી(સહસંચાલક)તથા વેદાંતાચાર્ય સ્વામી સત્યપ્રકાશદાસજી વગેરે સંતો પોતાનું કિંમતી માર્ગદર્શન આપી રહ્યા છે.
|