અ.નિ.ગુરુવર્ય પ.પૂ.સ્વામી શ્રી હરિપ્રિયદાસજીના શુભાશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીએ સન્ 31-1-1975માં ગુજરાતમાં પાટનગર ગાંધીનગરના વિશાળ શૈક્ષણિક સંસ્થાનું એક વૃક્ષ રોપ્યુ.જે આજે સત્સંગ શિક્ષા પરિષદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ગાંધીનગર,ભાવનગર,પોરબંદર,કેવડીયા કોલોની,લાઠીદડ,રોજડ,ધરમપુર આધિ શાળાઓમાં શાળા અને કોલેજોના હજારો વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે નૈત્તિક મૂલ્યોનું જ્ઞાન આપી રહેલ છે.
શ્રી સ્વામિનારાયણ શિશુ વિદ્યાલય,જ્યાં જુનિયર કે.જી.થી ધોરણ 7 સુધીના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે.ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમત-ગમત, સાંસ્કૃત્તિક કાર્યક્રમ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
C.B.S.E.આ અભ્યાસક્રમ મુજ જુ.કે.જી.થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે.કે.જી.ના વિદ્યાર્થીઓને પણ કોમ્પ્યુટર તાલીમ આપવામાં આવે છે.ઉપરાંત વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે રમત-ગમત,સાંસ્કૃત્તિક કાર્યક્રમ,વિજ્ઞાન મેળા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
ધોરણ 8 થી 10નો માધ્યમિક વિભાગ તથા ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહના,શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીમાં દેશભક્તિની ભાવના કેળવાય તે હેતુથી N.C.C.ની તાલીમ પણ આપવામાં આવે છે.બાળકમાં ટીમ ભાવના કેળવાય અને શારીરિક વિકાસ માટે ક્રિકેટ,વોલીબોલ,બાસ્કેટબોલ,ફૂટબોલ જેવી અનેક રમતોની તાલીમ આપવામાં આવે છે.આ રમતોમાં શાળાએ જીલ્લા તથા રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે.
ગુજરાતમાં યુનિવર્સિટી તેમજ A.I.C.T.E.ની માન્યતા મેળવી M.C.S.(માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન)નો પૂર્ણ કાલીન અભ્યાસક્રમ ચાલી રહ્યો છે.જેમાં 75 કોમ્પ્યુટરો સાથે અદ્યતન કોમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવી છે.નિષ્ણાંત સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પદ્ધતિસરનું જ્ઞાન પીરસવામાં આવે છે.જેના પ્રવેશની કાર્યવાહી જે.એ.સી.પી.સી.(જોઈન્ટ એડમીશન કમિટી પ્રોફેશનલ કોર્સ)દ્વારા કરવામાં આવે છે.તેમજ G.C.B.T.(ગુજરાત કાઉન્સીલ ફોર વોકેસ્નલ ટ્રેનીંગ)અને N.C.V.T.(નેશનલ કાઉન્સિલ ફોર વોકેસ્નલ ટ્રેનીંગ)ના શોર્ટ ટર્મ કોર્સ પણ ચલાવવામાં આવે છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ છાત્રાલયમાં ધો.5 થી 10ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
સંસ્થાને સમર્પિત સંતો
શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રકાશદાસજી
સ્વામી હરિવલ્લભદાસજી,સ્વામી જ્ઞાનસ્વરૂપદાસજી
શાસ્ત્રી રામકૃષ્ણદાસજી,સ્વામી અક્ષરપ્રકાશદાસજી
કોઠારી દેવશીભગત,પાર્ષદ મુકેશભગત
પાર્ષદ ભુષણભગત,પાર્ષદ જ્ઞાનેશ્વરભગત
|