આજથી ચૌદ વર્ષ પૂર્વે ગઢડા મંદિરના સંત શાસ્ત્રી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી અને તેમના ગુરુ પૂ.સ્વામી ઘનશ્યામપ્રસાદદાસજીએ આજનો બાળક સંસ્કારી બને અને વ્યસનથી દૂર રહીને શિક્ષણ મેળવે અને ભાવિ પેઢી સંસ્કારી થાય અને રાષ્ટ્રને એક સારો યુવાન મળે તે હેતુથી ગારીયાધારના આંગણે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્રના નામે ટ્રસ્ટની સ્થાપના કરી અને સને.ઈ.સ.1988માં બાલમંદિરથી 1996 આઠ વર્ષના ટૂંકા ગાળામાં બાલમંદિરથી હાઈસ્કૂલ સુધીનું સંસ્કાર અને શિસ્ત સાથે શિક્ષણ આપતી સંસ્થા ઉભી થઈ.
ઈ.સ.1997ની સાલમાં સેવાભાવી મહાનુભાવોની મદદથી થોડાક દિવસોમાં સૌ પ્રથમ વખત ગારીયાધારના આંગણે આર્ટસ/કોમર્સ કોલેજ શરૂ થઈ.પહેલા જ્યાં દર વર્ષે 10 થઈ 15 વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થતા હતા.તે ગારીયાધાર પાલિતાણા વિસ્તારને કોલેજ સુવિધા મળતાં તેમાં ત્રીજા વર્ષે એકસો જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો ગ્રેજ્યુએટ થાય છે અને આગળ અભ્યાસ માટે જાય છે.આ વર્ષે સ્વામીજીએ શિક્ષણ જગતમાં આગળ વધઈ અને ગારીયાધાર જેવા નાના એવા ગ્રામ્ય વિસ્તારમાં માટે એક સુવિધા વધારવા માટે P.T.C.કોલેજ અને B.ED.કોલેજ શરૂ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
દરવર્ષે સંસ્થાનુS.S.C.,H.S.C.તથા કોલેજનું 90 થી 95 ટકા પરિણામ આવે છે તથા રમતગમત, ચિત્ર,નિબંધ,વક્તૃત્વ,વગેરે સ્પર્ધાઓમાં આ સંસ્થાના બાળકો ઝળહળતા પરિણામો લાવે છે.
સંસ્થાની પૂર્ણ થયેલ કામગીરી સંસ્થા ચાલુ કરવા માંગતી પ્રવૃત્તિઓ
1. શ્રી જે.કે.લુખી આર્ટસ/કોમર્સ કોલજ બિલ્ડીંગ 1. પી.ટી.સી. કોલજ
2. શ્રી ઓ.એન.ગોધાણી ગુરુકુળ હાઈસ્કૂલનુ બિલ્ડીંગ 2. સ્પર્ધાત્મક પરીક્ષાનું તાલીમ કેન્દ્ર
3. સ્વ.કાશીબેન જીવરાજભાઈ જીવાણી ટાવર (જી.પી.એસ.સી.,યુ.પી.એસ.સી.)
4. વારીગૃહ
3. બી.એડ.કોલેજ
5. અતિથિગૃહ
4. આઈ.ટી.આઈ.કોલેજ
6. ભોજનાલય
5. કોમ્પ્યુટર કોલેજ
7. કોલેજ લાયબ્રેરી બિલ્ડીંગ
સંસ્થાની ચાલુ કામગીરી
1. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઉચ્ચત્તર માધ્યમિકનું બિલ્ડીંગ
2. ગૌશાળાનું મકાન
3. કોલેજ માટે હોસ્ટેલનું બિલ્ડીંગ
4. સભાગૃહ બિલ્ડીંગ
આ બધા જ વિભાગો ગુરુકુળ વિદ્યાસંકુલની 12 એકરની વિશાળ જગ્યામાં આવેલા છે.જેની મુલાકાત લેવાથઈ આપને ખરેખર ખ્યાલ આવશે કે ગારીયાધારને આંગણે આવડું મોટુ વિદ્યા સંકુલ આકાર લઈ રહ્યુ છે.
સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચાલતી સેવાપ્રવૃત્તિઓ -
1. ગૌશાળા
2. કુદરત્તી આફતો વખતે લોકોને મદદ કરવી.
3. પછાત તેમજ ગરીબ વર્ગના બાળકોને પુસ્તકો તેમજ જરૃરી વસ્તુમાં રાહત આપવી.
4. તેજસ્વી તારલાઓને ઈનામોથી પ્રોત્સાહીત કરવા.
5. વ્યસનમુક્તિના કાર્યક્રમો યોજવા અને વૃક્ષારોપાણ કરવું.
6. વિનામૂલ્યે રોગનિદાન કેમ્પો ગોઠવવા.
7. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા ગામડે ગામડે સત્સંગ સભા યોજી લોકોને જાગૃત કરવા.
|