શ્રી સ્વામિનારાયણ જનકલ્યાણ સેવા ટ્રસ્ટની સ્થાપના શ્રીજી મહારાજની અસીમ કૃપાથી ઈ.સ.1995માં થઈ.ઉપરોક્ત ટ્રસ્ટના સ્થાપક સ.કો.સ્વા.હરિકૃષ્ણદાસજી તેમના ગુરુજી સ.પુ.સ્વા.હરિનારાયણદાસજી (બાપુ)સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના વતની છે.
કો.સ્વામી હરિકૃષ્ણદાસજીએ ઈ.સ.1980 થી 1982ના સમય ગાળામાં રાજકોટ મંદિરમાં કોઠારી પદે રહીને સેવા આપી હતી.ત્યારબાદ વડોદરામાં સ્વામિનારાયણ મંદિર વાડી મુકામે ઈ.સ.1995-96માં દેવની સેવા કરી.શ્રી સ્વામિનારાયણ જનકલ્યાણ સેવા ટ્રસ્ટની સ્થાપના કર્યા બાદ 1996માં વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ગામ નજીક યોગીનગર ટાઉનશીપ ખાતે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયની સ્થાપના કરી.સંસ્થાએ પ્રથમ વર્ષે બાલવાડી તેમજ ધો 1 થી 4ના વર્ગો શરુ કર્યા.જેમાં 50 થી 60 જેટલા જ વિદ્યાર્થીઓ હતા.અને સાતમાં વર્ષના પ્રારંભમાં બાલવાડી તેમજ ધો.1 થી 10 સુધી શાળા કાર્યરત છે.હાલ આ સંસ્થામાં 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
શાળાના શરૂઆતના તબક્કામાં 4 રૂમ બનાવી શરૂઆત કરી હતી આજે શાળામાં 18 ઓરડા કાર્યરત છે.શાળા પાસે હાલમાં તમામ પ્રકારની સુવિધાઓ યુક્ત ત્રણ માળનું મકાન છે.આજે ગોત્રી વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયનું આગવું સ્થાન છે.બાળકોમાં સંસ્કાર,ઘડતર અને શિસ્તમાં સંસ્થા પ્રથમ ક્રમે છે.શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે.સંસ્થા દ્વારા વ્યાયામ શિબિર,સાંસ્કૃતિક શિબિર, રમતોત્સવ તેમજ વર્ષ દરમિયાન તમામ ધાર્મિક તહેવારોની ખૂબ ઉત્સાહની ઉજવણી કરવામાં આવે છે.અને દર શનિવારે શાળાના એક હજાર વિદ્યાર્થીઓ સમુહ પ્રાર્થના સાથે હનુમાન ચાલીસાનું પઠન કરીને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક સુવાસ ફેલાવે છે.
સ્કૂલના સાનિધ્યમાં શાળાની સન્મુખ શ્રી હનુમાનજી મંદિર બાંધવામાં આવેલ છે.જેમાં શ્રી ભયભંજન દેવ બિરાજમાન છે.તેમની પ્રાણ પ્રતિષ્ઠા 2001માં કરવામાં આવેલ. શ્રી ભયભંજન દેવની મૂર્તિમાં પ્રાણ પુરનાર સુરત,લાડવી શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત્તિધામના સંસ્થાપક સ.પુરાણી સ્વામી નારાયણમુનિદાસજી(ગુરુ સ્વામી) જેઓ શરીરે નાદુરસ્ત હોવા છતા સ.સ્વામી પ્રેમસ્વરુપદાસજીના અથાગ પરિશ્રમથી ગુરુ સ્વામીની પધરામણી કરાવીને આ મહામૂલ્ય કાર્ય સંપન્ન કર્યુ.
શ્રી ભયભંજન દેવ,શાળાની સન્મુખ બિરાજેલા છે.જે શાળા અને બાળકોનું ધ્યાન રાખે છે.આ બળિયાદેવ બાળકોને શારીરિક સુખ અને સદબુદ્ધિ આપે છે.અને ભૂત પ્રેતનો ભય દૂર કરે છે.ગોત્રી વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારના હજારો હરિભક્તો શ્રી ભયભંજન દેવના દર્શનનો લાભ લઈને દુઃખ મુક્ત થાય છે.
સારંગપુરના કષ્ટભંજન દેવના ભાઈ ભયભંજન દેવ અહીંયા પધાર્યા છે.વડોદરા શહેરના આવું ભવ્ય હનુમાનજી મંદિર ક્યાંય નથી એમ કહી શકાય.મંદિરની વિશાળ જગ્યામાં બગીચો છે.તેમજ બાળકોને રમવાની સુવિધાઓ પણ છે.
સમગ્ર શિક્ષણ સંકુલની ઉન્નતિ માટે શાળાના આચાર્ય શ્રી સ્વામી ઘનશ્યામપ્રકાશદાસજી તથા હનુમાનજી દાદાના પુજારી સ્વામી શ્રીજીચરણદાસજી સંસ્થાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.
|