સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વજીવહિતાવહનો સંદેશ સમાજને આપ્યો.સ્વયં પુરુષાર્થ કરી સમાજમાં રહેલા દુષણો,દુઃખો,દર્દો,દરિદ્રતા દૂર કરી.તેમનું અનુષ્ઠાન આટલા પુરતું જ રોકાઈ નહીં જતા પૂ.સંતો,ભક્તો,શાસ્ત્રો,તન,મન,ધનથી સેવા કરી રહ્યા છે.
"કોઈને દુઃખીયો દેખી ન ખમાય,દયા આણી રે અતિ આકળા થાય,
અન્ન ધનવસ્ત્રરે આપીને દુઃખ ટાળે,કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે...",
સમાજના ઉત્થાનને લક્ષમાં રાખીને સદગુરુ શાસ્ત્રી સ્વા.ગૌલોકવિહારીદાસજીએ 'શ્રી સહજાનંદ પરિવાર ટ્રસ્ટ'ની રચના કરી સન્ 2001માં જામ્બુવામાં ભૂમિપૂજન કર્યુ અને આલીશાન ઈમારતના નિર્માણનું મહત્વકાંક્ષી કામ હાથ ધર્યુ.જેનું બાંધકામ પુરજોશમાં ચાલુ છે.આ ઈમારતમાં ભાવિકોની વુવિધા માટે પ્રાર્થના હોલ,કોમ્પ્યુટર ક્લાસ,વૃદ્ધાશ્રમ,મેડિકલ કેર સેન્ટર,યાત્રિકો હોલ,સંત નિવાસ,લાયબ્રેરી ભોજનાલય,વારીગૃહ,ટાવર વગેરેનું આયોજન હાથ ધરાશે.
આ નાન સંતે બહુ મોટી પ્રવૃત્તિ આદરી છે.શાસ્ત્રી પોતાનો વધુ સમય મહાપૂજામાં વિતાવે છે.ભગવાનનું કામ ભગવાન કર્યે જાય છે.
આ સંસ્થા હાલ વિના મૂલ્યે ગરીબ છાત્રોને શિક્ષણ આપવાનું સેવાકાર્ય કરે છે.રાહત દવાખાનું ચલાવે છે અને સમયાંતરે વિવિધરોગ નિદાન કેમ્પો યોજે છે.
આ સંસ્થા સત્સંગ અને સમાજની શક્ય તેટલી સેવા કરવા બનવા પ્રયત્નો કરી રહી છે.
|