પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજી મૂળ જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્યપાદ અ.નિ.ગુરુવર્ય સદગુરુ કવિ સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી પાસે રહી ભાગવતી દિક્ષા અંગીકાર કરી માણાવદર,જૂનાગઢ,ગોંડલ આદિ મંદિંરોના કોઠારી પદે રહી સેવા કરી.આજથી 22 વર્ષ પહેલા એટલે કે સંવત. 2037માં જામનગર જિલ્લાના જામજોધપુર ગામને પોતાની કર્મભૂમિ બનાવીને શ્રી સ્વામિનારાયણ આશ્રમની સ્થાપના કરી ઉત્તરોત્તર ભવ્યાતિભવ્ય નૂતન હરિમંદિરોનું નિર્માણ કર્યુ.
શાસ્ત્રીજીએ શિક્ષણ ક્ષેત્રે કંઈક કરી છૂટવાની ભાવનાથી પ્રેરાઈને જામજોધપૂરના આંગણે શ્રી કાકુભાઈ જેવા વતનપ્રેમી દાતાઓના સાથ સહકારથી શિક્ષણના નીચેના વિભાગો શરૂ કર્યા.
શીશુકુંજ - સમાજસેવા અને રાષ્ટ્રભાવનાની પ્રવૃત્તિને વેગવંતી બનાવવા શિક્ષણના પ્રથમ સોપાનરૂપે શ્રી મકનજી કરશનજી તથા સંતોકબેન મનજી સવજાણી શિશુકુંજની સ્થાપના કરી.જેમાં હાલ 300 નાના નાના ભૂલકાઓ શિક્ષણ સાથે સંસ્કાર મેળવી રહ્યા છે.
પ્રાથમિક સ્કૂલ - આશેર 60 લાખ જેવી માતબર રકમ આપી અને મૂળ જામજોધપૂરના હાલ દારેસલામ (આફ્રિકા)નિવાસી પ.ભ.શેઠ શ્રી કાકુભાઈ મનજીભાઈ સવજાણીએ શાળા બિલ્ડીંગ બાંધી આપ્યુ છે.તેમાં પ્રાથમિક શાળા ચાલે છે.તેમાં ગરીબવર્ગના બાળકોને ફી માફી,કપડા,ચોપડાં,નોટબૂકો વગેરે પણ આપવામાં આવે છે.
કોમ્પ્યુટર શિક્ષણ - સંસ્થામાં ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ અપાય છે.
માધ્યમિક શાળા - આશરે એકાદ કરોડ જેવી માતબર રકમ વડે તૈયાર થયેલ શ્રીમતિ કંચનબેન કાકુભાઈ તથા કાકુભાઈ મકજીભાઈ સવજાણી શ્રી સ્વામિનારાયણ માધ્યમિક શાળામાં ધો. 8 થી 10ચાલે છે.શાળામાં સુંદર અને ભવ્ય લાયબ્રેરીની પણ વ્યવસ્થા છે.કલાત્મક અને નમુનેદાર પ્રાર્થના મંદિર છે. શાળામાં સુંદર મજાનો બગીચો છે.શાળામાં બાળકોને લાવવા લઈ જવા ત્રણ બસની વ્યવસ્થા છે.
ગુરુકુળ - બહારગામના વિદ્યાર્થીઓને આવી સુંદર શિક્ષણ સંસ્થાનો લાભ મળે એ હેતુથી બાળકો માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા અને હવાઉજાસવાળી બે માળની હોસ્ટેલ બિલ્ડીંગ કાર્યરત છે.જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓ સંસ્થામાં રહીને વિદ્યાભ્યાસ કરે છે.
હાલ સંસ્થા આપ સૌના સાથ અને સહકારથી વટવૃક્ષ બનીને પાંગરી રહી છે.સંસ્થા દ્વારા વિવિધ રોગોના નિદાન,ઉપચાર કેમ્પો,નેત્ર નિદાન કેમ્પ,દંત યજ્ઞ,છાશ કેન્દ્ર,ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કપડા, ચોપડા,બૂટ-ચંપલની સહાય વગેરે સમાજ સેવા અને શિક્ષણ સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે.
મંદિર - હાલાર પ્રદેશના જામજોધપુર તાલુકાના ગામડાઓમાં સત્સંગપ્રચાર,વ્યસનમુક્તિ ઝુંબેશ, તથા સત્સંગ શિબિરો અને પારાયણો યોજવામાં આવે છે.આ રીતે જામજોધપુર મુકામે શ્રી સ્વામિનારાયણ મંદિર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સત્સંગ અને સદવિદ્યા પ્રવર્તનની શુભ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
સંસ્થાની યશસ્વી સેવાકીય પ્રવૃત્તિઓ
1. આર્થિક પછાત બાળકોને ધો.સાત સુધીનું મફત શિક્ષણ,યુનિફોર્મ,પાઠ્યપુસ્તકો,નોટબૂકો વગેરે આપવામાં આવે છે.
2. ધો.7 પાસ કરીને જતા છાત્રોને રૂ.500 પુરસ્કાર
3. ધો.7માં 75 ટકા ગુણ લાવનારને સાયકલ ભેટ
4. ધો.8માં 80 ગુણ મેળવનારને કોમ્પ્યુટર સહિતનું શિક્ષણ મફત.
સંસ્થાનું સંત મંડળ
1. પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજી
2. કોઠારી સ્વામી શ્રી જગતપ્રકાશદાસજી
3. શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી
|