માનવીય જીવનમૂલ્યોના જતન માટે સમાજની નજર ગુરુકુળ તરફ છે.ગુરુકુળ એટલે ઋષિકુળ.આવા ગુરુકુળો સાચા અર્થમાં માણસનું માણસ તરીકેનું ઘડતર કરે છે.તેથી જ કેળવણીકારો ગુરુકુળો વિશે કહે છે "માનવ સમાજની નર્સરી એટલે ગુરુકુળ"ા સંપ્રદાયે માત્ર પોતાનો સ્વાર્થ કેન્દ્ર સ્થાને ન રાખતા સમગ્ર માનવ સમાજનું હિત હૈયે રાખઈને સમાજમાં વિકાસનું વિરાટ કાર્ય હાથ ધર્યુ છે.સમાજે આ સંપ્રદાયનું પોષણ કર્યુ છે.તેમ સંતોએ આ સમાજનું ઘડતરનું કાર્ય પણ કર્યુ છે.એક સિક્કાની બે બાજુ જેવું બન્યુ છે.
સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ,જેતપુરના પથદર્શક પરમવંદનીય શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીના શિષ્ય વંદનીય,નિર્માની,નિર્મોહી,સંત શ્રી ધર્મચરણદાસ સ્વામીએ વિ.સ.2014માં પાર્ષદ દિક્ષા લીધી.ત્યારબાદ સારંગપુર મુકામે ત્યાગી દિક્ષા લીધી.પછી જેતપુર મંદિરમાં રહી વિવિધ પ્રકારના કાર્યો રૂચિપૂર્વક કર્યા.ખેતીકામ,ગાયની સેવા,સત્સંગ પ્રચાર,ગામડામાં વિચરણ કરી સંપ્રદાયની ઉમતા સેવા પ્રવૃત્તિ કરી.સંસ્કૃતમાં પુરાણી સુધીનો અભ્યાસ પણ આ બધી પ્રવૃત્તિઓ સાથે કરતા ગયા.હરિમંદિરોના બાંધકામ ગામડામાં કરાવી સત્સંગનો ફેલાવો કર્યો.ત્યારબાદ બગસરા,જેતપુર અને નવાગઢ મુકામે સંપ્રદાયની સેવા કરતા કરતા નવાગઢમાં હરિ મંદિરની સ્થાપના કરી.
સન્ 1995માં ગુરુકુળનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવ્યુ.આજે આધુનિકતા સુવિધાયુક્ત આ શૈક્ષણિક સંકુલમાં ધો. 5 થી 8 સુધીના 40 વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે.હજુ બાંધકામ ચાલુ છે.હાલમાં તેઓ સંસ્થામાં ઉંડો વ્યક્તિગત રસ લઈ વિદ્યાર્થીઓ અને ગૌશાળાની પોતે જાતે જ દેખરેખ રાખે છે.આજે આ સંસ્થા શૈક્ષણિક,સાંસ્કૃત્તિક,સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિનું કેન્દ્ર બનીને જેતપુરમાં પોતાની સુવાસ ફેલાવી રહી છે.
કોઈ પણ રાષ્ટ્રને બેઠુ કરવુ હોય,બળવાન બનાવવુ હોય,રાષ્ટ્રીભાવનના રંગથી રંગવુ હોય તો શિક્ષણ એનું મહત્વનું માધ્યમ છે.
સમાજમાં શ્રેષ્ઠ શૈક્ષણિક સંકુલ ઉભુ કરીને વિદ્યાર્થીઓનો સાચા અર્થમાં સર્વાંગી વિકાસ કરવાનું કામ મહત્વનું છે.જે દેશના ભાવિ નાગરિકો શિક્ષણથી વંચિત રહી જાય તે દેશ કે સમાજનો કદી વિકાસ થઈ શકે નહિ કુટુંબની સમકક્ષ બનીને બાળકોમાં પ્રેમ સાથેનું શિક્ષણ અને વ્યક્તિત્વ ઘડતર કરી સુસંસ્કૃત પેઢી તૈયાર કરવી એ આપણી પાયાની ફરજ બને છે.
યુવા પેઢીમાં સારી ટેવો,વિનય,વિવેક,શિસ્ત સાથે તેના ઉચ્ચ પ્રકારના ચારિત્ર્યનું નિર્માણ કરવું એ ચિંતાનો વિષય છે.માણસ તરીકેનું ઘડતર કરવુ પોતાન સમાજમાં પણ સુખ-શાંતિથી રહી શકે તે માટે અભ્યાસ સાથે આધ્યાત્મિક શિક્ષણની પણ એટલી જ જરૃર છે.આવું આધ્યાત્મિક શિક્ષણ યોગ દ્વારા,ભક્તિ દ્વારા જ શક્ય છે.આજના અજંપા ભરેલા અશાંત વિશ્વની અટારીએ માનવ એકલો પડી ગયો લાગે છે.આ સમયે આ ગુરુકુળો અને તેના દ્વારા અપાતુ સંસ્કાર અને આધ્યાત્મિક જ્ઞાન સાથેનું શિક્ષણ આશીર્વાદરૂપ નીવડશે.
સંસ્થાની ભાવિ યોજના -
પા પા પગલી ભરતી આ સંસ્થાનું ધ્યેય ભવિષ્યમાં હાય સેકન્ડરી અને કોલેજ સુધીના શિક્ષણનો વ્યાપ વિસ્તારવાનો છે.સાથે સાથે એક આધુનિક હોસ્પિટલ,લોકસેવા અર્તે અને સમાજના ગરીબ દર્દીઓને રાહત થાય એ હેતુથી શરૂ કરવાનું પણ આયોજન છે.અભ્યાસની સાથે સાથે યોગવિદ્યાનું આધ્યાત્મિક શિક્ષણનું કેન્દ્ર બની રહે,સાચા અર્થમાં માણસે મનની સુખ-શાંતિ સાથે તેનું માનસિક આરોગ્ય કેળવાય, અંધશ્રદ્ધા અને ખોટા ખ્યાલોથી દૂર રહી સાચી દિશામાં તેનો વિકાસ થાય,યોગ શિબિરો,આધ્યાત્મિક માર્ગદર્શન સાથે પશુ નિદાન કેમ્પ,મેડિકલ કેમ્પ,આર્થિક નબળા વર્ગ માટે છાશ વિતરણ કેન્દ્ર,બ્લેડ બેંકની પ્રવૃત્તિઓ,બાળ આરોગ્ય અંગેના નિષ્ણાંત તબીબો દ્વારા સારું સ્વાસ્થ્ય જળવાય રહે એવી કાયમી લાંબા ગાળાની માનવ અને સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓનું સુવ્યવસ્થિત આયોજન કરવાનો શુભ સંકલ્પ આ ગુરુકુળનો છે.આ માટે શા.સ્વામી પ્રેમસ્વરૂપદાસજી તથા સ્વામી હરિપ્રસાદદાસજી વગેરે સંતો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
|