ગુરુકુળોએ ઋષિ પરંપરાનું અનુકરણ છે.આપણી સંસ્કૃત્તિ,આપણી ભૂમિ ખૂબ મહાન છે.જેમાં ભગવાન શ્રી રામ,શ્રી કૃષ્ણ જેવા ભગવાનના અવતારો થયા.અને તેઓએ ગુરુ શરણે બેસીને જ્ઞાન મેળવ્યુ.શિક્ષણ સાથે સંસ્કાર અને જીવનઘડતરની આ ઉજ્જવળ પરંપરાને જીવંત રાખવા જૂનાગઢના તપોનિષ્ઠ સંતવર્ય પૂ.સ્વામી હરિજીવનદાસજીનું શિક્ષણક્ષેત્રે યથાવત સેવા કરવાનું સ્વપ્ન હતુ.તે સાકાર કરવા તેમના વિદ્વાન,ઉત્સાહી અને કર્મનિષ્ઠ શિષ્ય શા.સ્વા.વિશ્વવિહારીદાસજીએ સન્ 1995માં ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવ્યુ.જેમાં જુનાગઢના જોષીપુરા વિસ્તારમાં છાત્રાલય અને પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.કુશળ સંચાલન,ઉત્સાહી શિક્ષક ગણ અને શિક્ષણપ્રેમી દાતાઓના સહયોગથી સંસ્થાને ટૂંક સમયમાં જ સારી એવી શાખ જમાવી દીધી.
સંસ્થામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષની સુવિધા છે.વિદ્યાર્થીઓને સમાવી શકવાની ક્ષમતા કરતા પણ વધુ પ્રવેશાર્થીઓ આવે છે.એડમિશન માટે લાઈન અને લાગવગ લગાવવી પડે છએ.આજ સંસ્થાની સફળતાનો માપદંડ છે.જુદા જુદા ગ્રામ્ય વિસ્તારો તથા શહેરમાંથઈ લોકો અતૂટ વિશ્વાસ રાખીને નિશ્ચિત રીતે પોતાના વ્હાલસોયા પુત્રોને સંસ્કાર,ધાર્મિક અને ઉચ્ચ કેળવણીની પ્રાપ્તિ માટે અહીં મૂકે છે.આ સંસ્થા એટલી મક્કમતાથી જાહેર કરે છે કે "તમે તમારા બાળકનું વજન કરીને મૂકી જાવ અને વજન કરાવીને લઈ જાવ." વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલમાં સુવિધાજનક રૂમો સવાર,બપોર અને સાજંના પોષતત્વસભર રસોઈ,દર રવિવારે નવીન વાનગી અને વિદ્યાર્થીઓને તમામ યોગ્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખઈને આ જ સંસ્થાની અંદર દરેક પ્રકારની સુવિધા રાખવામાં આવે છે.વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સંસ્થાની અંદર દરેક પ્રકારની દવાઓ તથા પ્રાથમિક સારવારની પૂરતી સામગ્રી રાખવામાં આવે છે.
વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ઘડતર કરવું એ અમારી સંસ્થાનું લક્ષ્ય છે.કોઈપણ વ્યક્તિનું સંપૂર્ણ ઘડતર જ તેનું વ્યક્તિત્વ છે.ઘડતર વિનાના જીવનનું કંઈ જ મૂલ્ય નથી.જેમ માત્ર લોખંડના એક ટુકડાનું ઘડતર કરી તેમાંથી અલગ-અલગ ઉપયોગમાં આવી શકે તેવી જરૂરિયાતની વસ્તુઓ બનાવવામાં આવે તો ઘણું જ મહત્વ વધી જાય છે.સુયોગ્ય કેલવણી દ્વાર વ્યક્તિના વિચાર અને જીવનને ઉપયોગી બનાવી શકાય છે. સંપૂર્ણ ઘડતર,સંપૂર્ણ વ્યક્તિત્વની નિશાની છે.આ જ ઉદ્દેશથી વિદ્યાર્થીના સંપૂર્ણ ઘડતર માટે આ સંસ્થાની શાળામાં સંપૂર્ણ હવા ઉજાસવાળા વિશાળ વર્ગખંડમાં શાંત વાતાવરણમાં અભ્યાસની સુવિધા છે.
શિસ્ત,સંસ્કાર અને શિક્ષણના ત્રિવેમી સંગમરૂપ આ સંસ્થામાં વિદ્યાર્થીઓના બોદ્ધિક રીતે સારો વિકાસ થાય તે માટે ઉચ્ચ લાયકાત અને અનુભવ ધરાવતા શિક્ષકો રાખવામાં આવેલ છે.વિદ્યાર્થીઓના ઉચ્ચશિક્ષણ માટે એક્સ્ટ્રા વર્ગો પણ સંસ્થાની અંદર જ ચલાવવામાં આવે છે.જે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી વધુ તેજસ્વી અને કીર્તિમાન થાય તે માટે આજના આધુનિક યુગને અનુરૂપ કોમ્પ્યુટર શિક્ષણ પણ આપવામાં આવે છે.
સંસ્થા દ્વારા નિયમિત રીતે ળેખિત કસોટી,વક્તૃત્વ સ્પર્ધા,પ્રવાસ પર્યટન,રમત ગમત સ્પર્ધાઓ, ઉત્સવોની ઉજવણી વગેરે કરવામાં આવે છે.અને તેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામો,પ્રમાણપત્રો વગેરે દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.સંસ્થામાં વિદ્યાર્થીની સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવે છે અને સંચાલક શ્રી દરેક વાલીઓ સાથે જીવંત સંપર્ક રાખે છે.સંસ્થાનો વાર્ષિક દિન ખૂબ ધામધૂમથી ઉજવાય છે.બાળકનો સર્વાંગી વિકાસ તેનું ભાવિ ઉજ્જવળ કરવાની સંસ્થાની નેમ છે.
સંસ્થામાં શિક્ષણની વ્યવસ્થાને ધ્યાનમાં રાખઈને પ્રવેશ આપતા પહેલા વિદ્યાર્થીની મૌખિક પરીક્ષા લેવામાં આવે છે.
|