શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વજીવહિતાવહના સંદેશને સાર્થક કરવા સને 1987માં સંસ્થઆના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજીએ શ્રી જીતેન્દ્રભાઈ સી.શેલતના સંકલ્પથી પ.પૂ.પુરાણી સ્વામી જગતપ્રકાશદાસજીની પ્રેરણાં તથા પૂજ્ય ગુરુજનોના શુભાશીર્વાદથી શ્રી સ્વામિનારાયણ સર્વમંગલમ્ ટ્રસ્ટની સ્થાપના કરી.જેમાં ટ્રસ્ટીમંડળના સહયોગ અને દાતાઓના સહકારથી કાંસામાં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી.પ્રતિવર્ષ એસ.એસ.સી.માં સતત 86 અને 98 ટકા ઉપરાંત પરિણામ હાંસલ કરી જિલ્લાક્ષેત્રે 'એ'ગ્રેડની શાળા બની.સમયોચિત કોમ્પ્યુટર શિક્ષણ,કરાટે, વિવિધ સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓથી ધમધમતુ 'શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,કાંસા'આજે 20 વર્ષ પુરા કરે છે.
આ સંસ્થામાંથી સાચા દેશભક્ત અને ભગવદભક્ત નાગરિક બનીને હજારો વિદ્યાર્થીઓ આજે આ માતૃસંસ્થાને પોતાની ગણીને તેમાં વિકાસમાં રસ લે છએ.ઋષિકુળની પ્રવૃત્તિને યાદ અપાવે તેવી સતત પ્રવૃત્તિથી આ સંસ્થા ધમધમતી રહે છે.
સંસ્થાના કાર્યરત વિભાગો -
* શ્રી સ્વામિનારાયણ બાલમંદિર
શ્રી વા.હ.મોદી સ્વામિનારાયણ બાલમંદિરની સ્થાપના સને 1988માં થઈ.જેમાં આધુનિક જ્ઞાનવર્ધક રમકડાં સાથે આનંદપૂર્વક જ્ઞાનસિંચવામાં આવે છે.યોગ્ય લાયકાત ધરાવતી શિક્ષિકા બહેનો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે અને બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે.
* શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા
ધી વિસનગર નાગરિક સહકારી બેંકના સહયોગથી સને 1988માં શાળાના બે માળના તમામ સુવિધાયુક્ત વિશાળ મકાનમાં ધો.1 થી 7ના 600 બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
* શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ છાત્રાલય
આ સંસ્થા દ્વારા સને 1989માં શરૂ થયેલ છાત્રાલયમાં 250 છાત્રો ગુજરાતના ખુણેખુણેથી આવી નિર્વ્યસની સંસ્કારયુક્ત ઉચ્ચ ગુણવત્તા ધરાવતુ શિક્ષણ મેળવે છે.
* શ્રી એસ.કે.પટેલ સ્વામિનારાયણ વિદ્યાલય
શ્રી વિસનગર મજૂર સહકારી મંડળીના સહયોગથી સને 1990માં શરૂ થયેય શ્રી સાકળચંદ કાળીદાસ પટેલ સ્વામિનારાયણ વિદ્યાલયમાં ઉચ્ચ લાયકાત ધરાવતા નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.જેથી શાળાનું પરિણામ એસ.એસ.સી.માં જિલ્લાકક્ષાએ મોખરાનું રહે છે તથા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ સહિત શિષ્યવૃત્તિ પરીક્ષામાં જિલ્લાકક્ષાએ અગ્રેસર રહે ચે.
* શ્રી સ્વામિનારાયણ ગૌશાળા
1991માં ભારતીય સંસ્કૃત્તિનું 'માતા'નું સ્થાન ધરાવતી 10 ગાયોની સેવા કરવામાં આવે છે.દૂધનો ઉપયોગ છાત્રાલયના બાળકો માટે જ કરવામાં આવે છએ.
* શ્રી સ્વામિનારાયણ વ્યાયામ મહાવિદ્યાલય
સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિદ્યાર્થીઓને મહારાષ્ટ્ર સુધી મોટા ડોનેશનો આપીને સી.પી.એડ.તથા બી.પી.એડ.ના અભ્યાસ માટે જવુ પડતુ હતુ તેને ધ્યાનમાં લઈને સંસ્થાના મે.ટ્રસ્ટી શ્રી એલ.એમ. શાસ્ત્રીએ ઉપરોક્ત કોલેજની મંજુરી મેળવી.જેમાં આજે દર વર્ષે 90 + 50 વિદ્યાર્થીઓ ઉત્તમ શારીરિક શિક્ષણ તથા ભારતીય સંસ્કારો મેળવીને બહાર નીકળે છે.
* શ્રી સ્વામિનારાયણ કોમ્પ્યુટર સેન્ટર
આજના વિકસિત યુગમાં કોમ્પ્યુટર જ્ઞાન અનિવાર્ય છે.તેથી સંસ્થામાં મધ્યમવર્ગના વાલીઓને પોસાય તેવી સાધારણ ફી લઈને બાળકોને નિષ્ણાંત કોમ્પ્યુટર ઈન્સ્ટ્રક્ટરો દ્વારા કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે.
સંસ્થાના વિકાસમાં ટ્રસ્ટી મંડળ તથા શ્રી.બી.એલ.શાસ્ત્રી,શ્રી બી.કે.પટેલ,શ્રી ઘનશ્યામભાઈ સી. પટેલ,તથા દિનેશભાઈ એન.બગડીયા વગેરે સારી જહેમત ઉઠાવે છે.
|