સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીના અમરેલી જિલ્લાના ખાંભા ગામે ધાતરવડી નદીના રમણીય કિનારા ઉપર આવેલી આ સંસ્થાની સ્થાપના અ.નિ.સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજીએ કરી હતી.પછાત વિસ્તારના લોકોનું સામાજિક,ધાર્મિક અને આર્થિક ઉત્થાન કરવા પૂજ્ય સ્વામીજી વિના મૂલ્યે દવાઓ, જરુરીયાત મંદ લોકોને કપડા,અનાજ વગેરે જીવન જરુરી ચીજ વસ્તુઓનું મફત વિતરણ,હરિમંદિરોનું નિર્માણ,દર્દીનારાયણની સેવા,સત્સંગ સભાઓ,વ્યસન મુક્તિ અભિયાન,જપયજ્ઞો,ભૂત પ્રેતાદીક તથા નડતર વગેરે દૂર કરવા,બાળકોને સંસ્કારો સાથે સારું શિક્ષણ આપવું વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હતા.પૂજ્ય સ્વામીએ ગામડાઓમાં 50 જેટલા હરિમંદિરોનું પણ નિર્માણ કર્યુ છે.
શિક્ષણ સાથે સંસ્કાર સિંચનનું કાયમી સદાવ્રત ચાલ્યા કરે એવા શુભાશયથી અને સ્થાનિ શ્રી મોહનબાપા અને વલ્લભબાપા બોડા, મોહનબાપા મકવાણા,હરગોવિંદદાદા વ્યાસ વગેરેની લાગણી અને માંગણીને માન આપીને પૂ.શાસ્ત્રી સ્વામીએ જીવનની ઉત્તરાવસ્થામાં શ્રી સહજાનંદ ગુરુકુળ શિક્ષણ સંસ્થાનું નિર્માણ કર્યુ આ સંસ્થા આજે વિશાળ વટવૃક્ષ બનીને પાંગરતી જાય છે.
હાલ સંસ્થાનું સુકાન પૂ.શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સંભાળી રહ્યા છે.
સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ
1. છાત્રાલય - સંસ્થા અદ્યતન સુવિધાવાળું છાત્રાલય ચલાવે છે.જેમાં 100 બાળકોને રહેવા જમવાની વ્યવસ્થા છે.અતિ તેજસ્વી બાળકોને ફીમાં રાહત આપવામાં આવે છે.છાત્રાલયમાં બાળકોને મેરીટના ધોરણે પ્રવેશ મળે છે.
2. વિદ્યાલય - સંસ્થાની અંદર જ બાલમંદિર થી ધોરણ 10 સુધીના શિક્ષણની સુવિધા છે.ધોરણ 3 થી 10ના છાત્રોને કોમ્પ્યુટર શિક્ષણ પણ આપવામાં આવે છે.તે માટે સંસ્થાએ ખાસ કોમ્પ્યુટર લેબ બનાવ્યો છે.સંસ્થામાં લાઈબ્રેરી,લેબોરેટરી વગેરેની પણ સુંદર સુવિધા છે.નદી કિનારો,સન્મુખ વિશાળ બાગ, નિરવ,શાંત અને નૈસર્ગિક રમણી વાતાવરણના કારણે અભ્યાસમંદ બાળકો પણ શિક્ષણમાં અસાધારણ પ્રગતિ કરે છે.બધા બાળકોને મહત્વના વિષયોમાં એક્સટ્રા વર્ગો લઈને તૈયાર કરવામાં આવે છે.વિવિધ સંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર છાત્રોને પુરસ્કારો,પ્રમાણપત્રો વગેરે દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
3. સંસ્કૃત પાઠશાળા - પ.ભ.શ્રી અનિલપ્રસાદ એસ.ત્રિવેદી સાહેબ,વડોદરાની પ્રેરણા અને સહયોગથી સંસ્થા શા.સ્વા.ધર્મપ્રસાદદાસજી સંસ્કૃત પાઠશાળા ચલાવે છે.તેમાં સંસ્કૃત શિક્ષણ સંસ્થા તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે.
4. ગૌસેવા - ઠાકોરજી,સંતો,ભક્તોને છાત્રોને તાજુ દૂધ,દહીં,છાશ વગેરે મળી રહે તે માટે સંસ્થા ગૌશાળા ચલાવે છે.
5. સાહિત્ય સેવા - સંસ્થા છેલ્લા છ વર્ષથી "સ્વામિનારાયણ દર્શન" નામનું માસિક(સામયિક) બહાર પાડે છે.સંસ્થા દ્વારા ધાર્મિક તેમજ શૈક્ષણિક 28 જેટલા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે.સંસ્થા દ્વારા ઉમદા પ્રકારની સાહિત્ય સેવા થઈ રહી છે.સાહિત્ય પ્રકાશન ક્ષેત્રે સંસ્થાએ અદભૂત કામગીરી કરી છે.
6. સમાજ સેવા - સંસ્થા દ્વારા દર મહિને ધીરજલાલ પરમાણંદ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ,મુંબઈ અને શિવાનંદ મિશન,વીરનગરના સહયોગથી વિનામૂલ્યે નેત્રનિદાન અને ઉપચાર કેમ્પો યોજાય છે તથા સમયાંતરે સર્વરોગ નિદાન કેમ્પ,ચશ્મામુક્તિ શિબિર,દંતયજ્ઞ,પોલિયો,આયુર્વેદ,હોમિયોપેથી, એક્યુપ્રેસર વગેરે કેમ્પો પણ યોજાવામાં આવે છે.જરુરીયાત મંદ લોકોને વિનામૂલ્યે કપડા,દવાઓ, અનાજ વગેરે જીવન જરુરી ચીજવસ્તુઓનું પણ સમયાંતરે વિતરણ કરવામાં આવે છે.
7. સત્સંગ સેવા - સંસ્થા દ્વારા ગામડાઓમાં સત્સંગ સભાઓ,શિબિરો,ફરતી ધૂન,હરિમંદિરોનું નિર્માણ, જિર્ણોદ્ધાર વગેરે સત્સંગ સેવાની પ્રવૃત્તિઓ સતત ચાલ્યા કરે છે,.
8. ઉત્સવોની ઉજવણી - સંસ્થામાં જન્માષ્ટમી,રામનવમી,હરિજયંતિ,ગુરુ પુર્ણિમા,વસંત પંચમી વગેરે ધાર્મિક તથા 26મી જાન્યુઆરી,15મી ઓગષ્ટ વગેરે રાષ્ટ્રીયપર્વોની પણ શાનદાર રીતે ઉજવણી થાય છે.
9. શ્રી સ્વામિનારાયણ સાધના કેન્દ્ર - કોઈપણ વ્યક્તિને ધ્યાન ભજન કરવું હોય તો તેમના માટે વિનામૂલ્યે રહેવાજમવાની સગવડ આપવામાં આવે છે.
10 સંસ્થાની વિશિષ્ટ સિદ્ધિઓ
> બાળકોના સર્વાંગી વિકાસ માટે તરણ અને યોગનુ શિક્ષણ
> છેલ્લા ત્રણ વર્ષોથી ધોરણ 10 નુ 100 ટકા પરિણામ
> શૈક્ષણિક પ્રવાસો
> બાલઉર્જારક્ષક દળ
> વીકલીગુણવત્તા શિબિરો
> રાષ્ટ્રિય કાર્યક્રમોની રંગારંગ ઉજવણી
> ટેલેન્ટેડ અને અનુભવિ શૈક્ષણિક સ્ટાફ
11 સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ
> પ્રાથમિક શાળા બિલ્ડીંગ
> માધ્યમિક શાળા બિલ્ડીંગ
> છાત્રાલય બિલ્ડીંગ
> સમૃદ્ધ લાઇબ્રેરી
> વિશાળ વાંચનાલય
> ઓડીયો વિજ્યુઅલભવન
> અદ્યતન લેબોરેટરીખંડ
> વિશાળ પ્રાર્થનાખંડ
> ભવ્ય હરિમંદિર
> વિવિધ કાર્યાલયો
> વિદ્યાર્થી વસ્તુ ભંડાર
> રમણીય બાગ
> ઇનડોર અને આઉટડોર પ્લેગ્રાઉન્ડ
> યાત્રીક ઉતારા ભવન
> સત્સંગ હોલ
> સ્વામિનારાયણ દર્શનકાર્યાલય
> ગોબરગેસ પ્લાન્ટ
> પવનચક્કી
> વારીગૃહ
> ઉર્જાભવન
> કલાખંડ
> ઔષધાલય
> સાધનાખંડ
> ઇન્ટરનેટ દ્વારા બાલ શિક્ષણખંડ
> સુસજ્જ કોમ્પ્યુટર લેબ
> સાવરબાથ સ્નાનાગાર
> ઘનશ્યામ બાલમંદિર
> ગોશાળા
> સંસ્કૃતપાઠશાળા
> કૃષિ શિક્ષણ ફાર્મ
> સંતનિવાસ
> સ્ટોરેજરુમો
> ભોજનાલય
> રસોઇગૃહ
> સ્ટાફરુમો
સંસ્થા બહુવિધ આયામોમાં કાર્યરત છે.સંસ્થામાં ડૉ.દેવવલ્લભસ્વામી, કો.મહાપુરુષસ્વામી,ભંડારી વિષ્ણુસ્વામી,પુજારી સાધુજીવનદાસજી સ્વામી વગેરે સંતો પણ સેવા આપે છે.
|