સમાજનુ અગત્યનું અંગ શાળા-મહાશાળા સંસ્થા છે.જે શાળા વિદ્યાર્થીને આસ્તિક,ચારિત્ર્યવાન,કર્મનિષ્ઠ અને સદાચારી જીવન જીવવાની દ્રષ્ટિ આપે તે સર્વોત્તમ કેળવણી છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણના મંગલ આધેશાનુસાર "સદવિદ્યા"પ્રવર્તનના શુભ હેતુથી પ.પૂ.સંતવર્ય શાસ્ત્રી સ્વામી નારાયણસ્વરૂપદાસજીએ ઈ.સ.1988ના જૂન માસમાં શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત "શ્રી સ્વામિનારાયણ ગુરુકળ છાત્રાલય,ગુંદાળા રોડ,ગોંડલ"શુભારંભ કર્યો.આજે આ સંસ્થાને પોતાની જ વિદ્યાલય "શ્રી માધવ વિદ્યાલય" તેમજ "શ્રી ગોંડલ હાઈસ્કૂલ" હોવાથી છાત્રાલયમાં આશરે 350 વિદ્યાર્થીઓ શુભ સંસ્કાર મેળવી રહ્યા છે.
સંસ્થાની વિશિષ્ટતાઓ -
* 350 જેટલા વિદ્યાર્થીઓને સમાવી શકાય તેવું સગવડતાપૂર્ણ હવા ઉજાસવાળુ વિશાળ છાત્રાલય
* બધા વિદ્યાર્થીઓ સાથે બેસીને પ્રાર્થના કરી શકે તેવો ભવ્ય પ્રાર્થના ખંડ
* સંપૂર્ણ હવાઉજાસવાળુ,ભોજનાલય.
* રમતગમતનું વિશાળ મેદાન,સુંદર બગીચો,સ્નાનાગાર,શૌચાલયની પૂરતી વ્યવસ્થા
* પૂરતી લાયકાતવાળા આદર્શ અનુભવી શિક્ષકો તેમજ સુસંચાલન અને વ્યવસ્થા માટે માયાળુ ગૃહપતિ
* વિજ્ઞાન શિક્ષણ માટે શાળામાં આધુનિક લેબોરેટરી તેમ જ દ્રશ્ય શ્રાવ્યસાધનો
* દરરોજ પ્રાતઃકાળે મંગલ પૂજાવિધિ બાદ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોગાસનો અને અંગ કસરત
* વિદ્યાર્થીઓ સતેજ બને તે માટે શાળામાં તથા છાત્રાલયમાં વ્યક્તિગત માર્ગદર્શન તેમજ શિક્ષકોની નિગેહબાની હેઠળ નિષ્ણાંતો દ્વારા હોમવર્ક તથા એસાઈમેન્ટ વર્કનું ચેકિંગ
* વિદ્યાર્થીઓની હાજરી,વાલી સંપર્ક,પરિણામોની ઘરે જાણ માટે પૂરતો વહીવટી સ્ટાફ
* રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારોની ઉજણી,પ્રવાસ પર્યટન અને પ્રસંગોપાત પિકનીકનું આયોજન.
સંસ્થાનો વિકાસ -
* 50 જેટલા વિદ્યાર્થીઓએ શરૂ થયેલ છાત્રાલયમાં હાલ 350 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સંસ્કાર સિંચન લઈ રહ્યા છે.
* શ્રી માધવ વિદ્યાલય તથા ગોંડલ હાઈસ્કૂલમાં ધોરણ 8 થી 10માં આશરે 1200 વિદ્યાર્થીઓ શિક્ષણની આધુનિક તરાહોથી શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.
* એસ.એસ.સી.બોર્ડમાં સારા નંબરો મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીને યોગ્ય પુરસ્કાર પ્રોત્સાહિત કરવામાં આવે છે.
* બોર્ડ એક્ઝામમાં ઉંચા પરિણામોથી આ ગુરુકળ સંસ્થા શિક્ષણના સોપાનો સર કરતી જાય છે.
સંસ્થાની સહયોગી સંસ્થાઓ
- શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ(કુમાર છાત્રાલય)ગોંડલ.
- શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા,ગોંડલ(ધોરણ 1 થી 7)
- શ્રી માધવ વિદ્યાલય - ગોંડલ(ધોરણ 8,9,10)
- શ્રી ગોંડલ હાઈસ્કૂલ - ગોંડલ(ધોરણ 8,9,10)
- શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય-જેતપુર
- શ્રી સ્વામિનારાયણ વિદ્યામંદિર પ્રાથમિક શાળા-જેતપુર
- શ્રી શાસ્ત્રી વિદ્યાલય પ્રાથમિક શાળા-જેતપુર
|