સુરત શહેરની નજીકમાં જ ને.હા.નં.8 ઉપર 20એકરમાં પથરાયેલી શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત્તિધામ ગુરુકુળ લાડવીનો શિક્ષણ અને સંસ્કૃત્તિ અંગ પોતાનો આગવો દ્રષ્ટિકોણ છે.
આ સંસ્થાની સ્થાપના વિક્રમસંવત 2040 લાભપાંચમના રોજ જુનાગઢના તપોનિષ્ઠ પ.પૂ.સંતશિરોમણી શ્રી ગુરુસ્વામી નારાયણમુનિદાસજીના હસ્તે થઈ છે.હાલ આ સંસ્થામાં બાલમંદિરથી 12 ધોરણ(વિજ્ઞાનપ્રવાહ)સુધીના અદ્યતન શિક્ષણની સુવિધા છે.સંસ્થાનું સુકાન વેદાંતાચાર્ય શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરુપદાસજી સંભાળી રહ્યા છે.વ્યવસ્થા શ્રી સત્યપ્રકાશ સ્વામી તથા શ્રી નિર્મળપ્રકાશ સ્વામી તેમજ અન્ય કાર્યકર્તાઓ કરે છે.
આ સંસ્થાની આછેરી ઝલક નીચે મુજબ છે.
શ્રી સ્વામિનારાયણ પ્રાર્થના મંદિર
વિ.સં.2040માં નિર્મિત થયેલા આ વિશાળ પ્રાર્થના મંદિરમાં દરરોજ સવાર સાંજ પ્રાર્થના,ધુન,સ્તુતિ, સાષ્ટાંગ દંડવત્ પ્રણામ, પ્રવચન, કીર્તન, આખ્યાન, ધ્યાન વગેરે દ્વારા બાળકોમાં માતાપિતા,ધર્મ અને રાષ્ટ્ર વિશેના સંસ્કારોનું સિંચન કરાય છે.
શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થીધામ ગુરુકુળ
જુન 1989માં શરુ થયેલ છાત્રાવાસમાં હાલ 250જેટલા વિદ્યાર્થીઓને માટે સ્વચ્છતા અને પવિત્રતા સાથે રહેવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે.
શ્રી સ્વામિનારાયણ ભૂલકા મંદિર
સન્ 1997માં શરુ થયેલા ભૂલકા મંદિરમાં નાના નાના ભૂલકા ભારતમાતાના ચરણોમાં અને સંતોના સાનિધ્યમાં સંસ્કૃતિધામના બાગમાં ઝુમતા, મહેકતા આ ફૂલડાઓને જોઈને આપ જરુર આકર્ષાયા વિના રહી નહિ શકો.
શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ પ્રાથમિક શાળા
જુન 1989માં શરુ થયેલી પ્રાથમિક વિદ્યાલયમાં બાળકોને વિદ્વાન અને અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ માધ્યમિક શાળા
જુન 1990માં સંસ્થાએ માધ્યમિક શાળા શરુ કરી છે.તેમાં કોલેજ કક્ષાના વિશાળ વર્ગખંડો છે.શાળામાં શિક્ષિત અને સ્થાયી શિક્ષકો દ્વારા અદ્યતન સાધનોના માધ્યમથી શિક્ષમ અને સદવિદ્યાના પાઠ ભણાવવામાં આવે છે. ટી.વી.,વિડીયો,રેડીયો અને ઓડિયો તેમજ પ્રોજેક્ટર જેવા અદ્યતન વૈજ્ઞાનિક સાધનો સંસ્થાએ શાળા માટે વસાવ્યા છે.
શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ ઉચ્ચતર માધ્યમિક શાળા(વિજ્ઞાનપ્રવાહ)
સન્ 2000માં ધો.11 અને 12ની શરુઆત કરવામાં આવી.હવાપ્રકાશયુક્ત વિશાળ વર્ગખંડોમાં કેમેસ્ટ્રી, બાયોલોજી,મેથ્સ વગેરે વિષયો સક્ષમ અને અનુભવી શિક્ષકો દ્વારા શીખવવામાં આવે છે.વિજ્ઞાનકેન્દ્રમાં પ્રયોગિકજ્ઞાન માટે જીવવિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન અને રાસાયણવિજ્ઞાન માટે અલગ અલગ અદ્યતન પ્રયોગશાળાઓ બનાવવામાં આવી છે.તેમાં જે તે વિષયના અનુભવી શિક્ષકો દ્વારા પ્રયોગો શીખવવામાં આવે છે.
શ્રી સ્વામિનારાયણ કોમ્પ્યુટર કેન્દ્ર
સંસ્થા સન્ 1996થી કોમ્પ્યુટર કેન્દ્ર ચાલે છે.જેમાં 20 કોમ્પ્યુટર છે તેના દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી ધો 1 થી 12ના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ અપાય છે.
સંતધામ - સન્ 1998માં પ.પૂ.સદગુરુ સ્વામી શ્રી અક્ષરપ્રિયદાસજીની સ્મૃતિમાં બંધાયેલા આ સંતધામમાં સંતો રહે છે.
ગૌધામ - ઠાકોરજી,સંતો,બાળકો અને અભ્યાગતોને ચોખ્ખુ દુધ મળી રહે તે માટે ગૌશાળા ચાલે છે.તેમાં 50 નાનામોટા પશુઓ છે.આ ઉપરાંત સંસ્થામાં પુસ્તક મંદિર,આરોગ્ય ધામ,વિદ્યાર્થી ક્રિડાંગણ, વરુણધામ,કૃષિધામ,લક્ષ્મીબાગ વગેરે પણ છે.
Email us : swamiji_ladvi@vsnl.com |