ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી ગઢપુર નિવાસ શ્રી ગોપીનાથજી મહારાજની નિશ્રામાં તેમજ કારિયાણી નિવાસી શ્રી લક્ષ્મીનારાયણદેવની છત્રછાયા તેમજ સાળંગપુર નિવાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આ સંસ્થા આવેલી છે.
ગઢપુરના સ.ગુ.કો.સ્વા.શ્રી ધર્મકિશોરદાસજીની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના સ.ગુ.પુ.સ્વા.શ્રી ભાનુપ્રસાદદાસજી દ્વારા તા.18/8/2000ના રોજ થઈ છે.આ સંસ્થાની પ્રાથમિક શાળા"શ્રીમતી શોભાબેન નીતિનકુમાર મીઠાઈવાલ"સ્કુલની શુભ શરૂઆત તા.11/6/2001ના રોજ થઈ.તેમજ માધ્યમિક શાળા "શ્રી લક્ષ્મીનારાયણ માધ્યમિક શાળા"જેના માટે "કલાનિકેતન(અમદાવાદ) કોમ્પ્યુટર સેન્ટર"ની સગવડતા છે.આ સંસ્થામાં જ વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી શકે તે માટે "શ્રીમતી સવિતાબેન સવાઈલાલ પારેખ"છાત્રાલયની વ્યવસ્થા પણ છે.
ભારતીય સંસ્કૃત્તિ તેમજ હિન્દ સંસ્કૃત્તિનો વારસો જળવાઈ રહે તે માટે અને ભગવાનમાં બાળકોની આસ્તિકતા સચવાઈ રહે તે માટે બાળકો પાસે નિત્ય પ્રત્યે સવાર સાંજ ભગવાનની પ્રાર્થના કરાવાય છે. જેના માટે "શ્રી વિશાલ એ.પારેખ લાયબ્રેરી"ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. બાળકોના ભોજન માટે ડાયનીંગ ટેબલયુક્ત "શ્રીમતી ધનુબેન શાંતિભાઈ વેલજીભાઈ ભંડેરી" ભોજનાલયની પણ સગવડતા છે.તેમજ બહારથી પધારેલા આગંતુક હરિભક્તો,વાલીઓ તથા મહેમાનો રહી શકે તે માટે "શ્રી ચંદુભાઈ એલ. શિરોયા" અતિથિગૃહની સુવિધા રાખવામાં આવેલ છે.તેમજ સંસ્થામાં પ્રવૃત્ત અને બહારથી પધારેલા મહેમાન સંતો માટે "સંત નિવાસ"ની વ્યવસ્થા પણ છે.
ટૂંકાગાળામાં આ સંસ્થા વિશાળ વટવૃક્ષ બનતી જાય છે.
આ સંસ્થાના પ્રમુખશ્રી સ.ગુ.કો.સ્વા.શાંતિપ્રસાદદાસજી છે.આ સંસ્થામાં પ્રવૃત્ત અન્ય સંતોના નામ નીચે પ્રમાણે છે.
- ભં.સ્વા.ચંદ્રપ્રકાશદાસજી (મુનિ સ્વામી)
- કો.સ્વા.વિશ્વજીવનદાસજી
- પુ.સ્વા.બાલસ્વરૂપદાસજી (સંચાલકશ્રી)
- શા.સ્વા.પુરુષોત્તમપ્રસાદદાસ (M.A.B.ED)
- શા.સ્વા.હરિસ્વરૂપદાસજી (M.A.B.ED)
- શા.સ્વા.રામસ્વરૂપદાસ (M.A.)
- શા.સ્વા.સત્યસ્વરૂપદાસ (M.A.)
|