પૂજ્ય મોરારીબાપુની જન્મભુમિ 'મહુવા'માં એક સંસ્કારધામ ઉભુ થાય એવી મુરબ્બી શ્રી દોલુબાઈ પારેખ અને સુપ્રસિદ્ધ કથાકાર પ.પૂ.પુરાણી સ્વામી જગતપ્રકાશદાસજીની ઈચ્છા હતી.એ સ્વપ્ન સાકાર કરવા પૂ.પુરાણી સ્વામીએ સન્ 1994માં ગઢપુરના સંતવર્ય પૂ.પુરાણી સ્વામી ભક્તિતનયદાસજીને પ્રેરણા કરી અને તે નિમિત્તે મહુવામાં ભાગવત્ સપ્તાહનું આયોજન થયુ.દાતાઓએ દાનનો ધોધ વહાવ્યો અને સ્વામિનારાયણ ગુરુકુળના પાયા મંડાણા.તત્કાલિન મુખ્યમંત્રી શ્રી છબીલદાસભાઈ મહેતાના હસ્તે ભૂમિપૂજન સંપન્ન થયુ.બસ ત્યારથી આ સંસ્થા સતત આગેકૂચ કરી રહી છે.
શિક્ષણ ક્ષેત્રે - સંસ્થાએ જુન 95થી શિક્ષણક્ષેત્રે પદાર્પણ કર્યુ.ધો.1 થી આરંભી હાલ ધો.10 સુધી પહોંચેલી આ સંસ્થાએ ટૂંકાગાળામાં શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી છે.આ સંસ્થામાં ધો.3થી કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે.વ્યવસાયલક્ષી અને સ્પર્ધાત્મક જગતમાં વિદ્યાર્થી મોટો થઈને અધ્યાત્મની આંખે અને વિજ્ઞાનની પાંખે સમાજમાં ટકી શકે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પાયાની તાલીમ આપી બાળકને સક્ષમ બનાવવાનો આ સંસ્થાનો પ્રયાસ છે.
આ સંસ્થાનું શિક્ષણ કેવું છે તે ચકાસવું હોય તો છેલ્લા ત્રણ વર્ષનું એસ.એસ.સી.બોર્ડનું પરિણામ જોવું જ રહ્યુ.ત્રણેય વર્ષે 100 ટકા પરિણામ તો ખરું જ.સાથે સાથે આ સંસ્થાનો બાળક 2000માં 89 ટકા સાથે મહુવા કેન્દ્રમાં બીજા ક્રમે,2001માં 92ટકા સાથે પ્રથમ ક્રમે અને 2002માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 5001 રુપિયા તથા પ્રમાણપત્ર મેળવ્યુ છે.આ ઉપરાંત આ શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે પણ છેક રાજ્ય કક્ષા સુધી જઈને મેડલ મેળવી આવ્યા છે.
સાંસ્કૃતિક ક્ષેત્રે - આ સંસ્થાની સેવાકિય પ્રવૃત્તિ સાથે તેનું મુખ્ય ધ્યેય શિક્ષણ અને બાળકોના જીવન ઘડતરનું છે.તેઓને સદવિદ્યા સાથે સંસ્કારનું સિંચન અહીં સંતો પોતાની જાત દેખરેખ નીચે કરે છે.સંસ્થા દ્વાર વિજ્ઞાનમેળો,પ્રવાસ,પીકનીક,શાળા સ્થાપનાદિન વગેરેની ઉજવણી દબદબાભેર થાય છે.
સેવાકિય તથા ધાર્મિક ક્ષેત્રે - સામાજિક અને ધાર્મિકક્ષેત્રે આ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓ ચાલે છે.જાન્યુ 2001ના ભુકંપ સમયે દામનગર ગુરુકુળના સહયોગથી આ સંસ્થાએ કચ્છમાં રાપર,અંજાર કંડલા વગેરે તાલુકાઓમાં વિવિધ રાહત કેન્દ્રો શરુ કરીને અનાજ,કપડા,દવાઓ તથા જીવનજરુરી વસ્તુઓનું વિતરણ કર્યુ હતુ.સંસ્થા દ્વારા નેત્રનિદાન કેમ્પ તથા વિવિધ રોગનિદાન કેમ્પો પણ કરવામાં આવે છે.
સંસ્થાના મુખ્ય સોપાનો - શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,મહુવાનું નામ જેમ જેમ રોશન થતુ ગયુ તેમ સંસ્થાની સુવાસથી મુંબઈ તથા અન્ય શહેરના દાતાઓ સંસ્થાની મુલાકાતે આવતા ગયા અને ગુરુકુળના સુંદર,સૌમ્ય અને સંસ્કારયુક્ત વાતાવરણ અને ગુણવત્તાસભર શિક્ષણથી પ્રભાવિત થઈ નિચેની વિગતે દાનનો પ્રવાહ આવતો ગયો.
- શ્રી ઈશ્વરલાલ કે. પટેલ બાલમંદિર (હસ્તે : શ્રી ભરતભાઈ તથા શૈલેષભાઈ પટેલ)
- શ્રી સુશિલાબેન ઈશ્વરલાલ પટેલ બાલક્રિડાંગણ (હસ્તે : ભરતભાઈ તથા શૈલેષભાઈ પટેલ)
- ઈશ્વરસાગર પાણીની ટાંકી (હસ્તે : શ્રી ભરભાઈ તથા શૈલેષભાઈ પટેલ)
- શ્રીમતિ માલતીબેન મધુસુદનભાઈ શેઠ સાંસ્કૃત્તિક પ્રાર્થના હોલ (હસ્તે : શેઠશ્રી મધુસુદનભાઈ અમેરિકાવાળા)
- શ્રી ભવાનીદાસ ભગવાનદાસ મહેતા પ્રાથમિક શાળા (ધો.1 થી 4) (હસ્તે : ભવાનીદાસ બી.મહેતા,મુંબઈ)
- શ્રી રાજમણી મિડલ સ્કૂલ (ધો.5 થી 7) (હસ્તે : બી.અરુણકુમાર કંપની)
- હાઈસ્કુલનું ભૂમિદાન -શ્રીમતિ દયાબેન મગનલાલ મિસ્ત્રી (હસ્તે : વિનુભાઈ મિસ્ત્રી)
- શ્રી કમળાબેન ભવાનીદાસ કોમ્પ્યુટર સેન્ટર (હસ્તે : ભવાનીદાસ બી. મહેતા)
- શ્રી જીવરાજભાઈ એસ.ધાનાણી અતિથિભુવન (હસ્તે : જયસુખભાઈ જે.ધાનાણી)
- શ્રી મધુસુદનભાઈ આઈ.શેઠ અતિથિગૃહ (હસ્તે : શેઠશ્રી મધુસુદનભાઈ અમેરિકાવાળા)
હાલમાં સંસ્થાના વિકાસમાં પૂ.પુરાણી સ્વામી ભક્તિતનયદાસજી,પૂ.પુરાણી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી પૂ.સંત શ્રી ગોવિંદપ્રકાશદાસજી તથા સ્વામી હરિનંદનદાસજી તથા ટ્રસ્ટમંડળ તથા ગુરુકુળનાદરેક સદસ્ય સંસ્થાની સુવાસ સમાજના નાનામાં નાના માણસ સુધી પહોંચે તે માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે.
|