ગઢપુરના એક પ્રસિદ્ધ સંત ગવૈયા સ્વામી દેવપ્રસાદદાસજીના શિષ્ય સ્વામી દેવસ્વરૂપદાસજીએ ગુરુની સાથે ગામડાઓ ફરી સત્સંગીઓને રાજી કર્યા.ગોપીનાથજીદેવની સેવા કરી.ભાવનગર આઠ વર્ષ અને કોલકત્તા દોઢ વર્ષ મંદિરમાં કોઠારીપદ સંભાળી સત્સંગ કથાવાર્તા,દેવસેવા સત્સંગનો પ્રચાર-પ્રસાર કર્યો.ગુરુનો પડછાયો બનીને રહ્યા
એક ઉત્સાહી સંત મંદિરની ચાર દિવાલ ચૂપચાપ કેમ બેસી રહે?વર્તમાન સમયની માંગ,સત્સંગ અને સમાજનું ભાવિ ઉજ્જવળ બનાવવાનો એક માત્ર વિકલ્પ શિક્ષણ છે.નવી પેડીને ટી.વી.કલ્ચરના કુસંસ્કારોથી બચાવવા અને શિક્ષણ દ્વારા સત્સંગનું સંવર્ધન અને પોષણ કરવા પૂ.દેવસ્વામીએ સૌરાષ્ટ્ર પ્રાંતના અમરેલીમાં એક ગુરુકુળ સંસ્થાનું નિર્માણ કર્યુ.પોતાના નાના ગુરુભાઈ(ઉમરમાં મોટા પણ દિક્ષાની દ્રષ્ટિએ નાના)પૂ.સ્વામી બાલકૃષ્ણદાસજીની પણ શિક્ષણ અને સત્સંગ સેવાની ધગશ જોઈને તેમને આ સંકુલ સોંપી પોતાની ઉદારતા અને ગુરુભાઈ પ્રત્યેની ઉમદાભાવનાનો પરિચય કરાવ્યો.
પૂ.દેવપ્રસાદ સ્વામીની ઈચ્છા પોતાનું જીવન કર્તવ્ય માત્ર એક શિક્ષણ સંસ્થામાં સીમિત્ત બનવાની ન હતી.તેથી દેવસેવા અને શિક્ષણસેવા બંન્ને સાથે મળે તેવા સ્થાનની શોધ આદરી.તપાસ કરતા આવું સેન્ટર મળી ગયુ.સલવાવથી આશરે 30 કિલોમીટર દૂર આદિવાસી વિસ્તારમાં ડુંગરાઓ અને વનરાજીથી વચ્ચે એખ નયનરમ્ય સ્થાન માણેકપુર ધ્યાનમાં આવ્યુ.સલવાવવાળા પૂ.પુરાણી સ્વામી કેશવચરણદાસજીના તન,મન અને ધનના સહકાર,પ્રેરણા અને સદભાવથી આ સંતે માણેકપુરમાં ધુણીધખાવી.
માણેકપુર ગામમાં 100 વર્ષ પુરાતની મર્યાદા પુરુષોત્તમ શ્રી ભગવાન રામચંદ્રજીનું મંદિર છે.ત્યાં વણજારા(બ્રાહ્મણ)જ્ઞાતિના લોકોમાં સત્સંગ છે.મુસ્લિમ શાસક વખતે ધર્માંતરણની નાપાક પ્રવૃત્તિથી બચવા પોતાના મૂળ વતન ગામ ગરાસ છોડીને ધર્મનિષ્ઠ બ્રાહ્મણો ચાલી નીકળ્યા હતા.રઝળપાટ પસંદ કર્યો.પરંતુ પરધર્મ ન સ્વીકાર્યો.ચોમેર મુસ્લિમ સામ્રાજ્ય હોવાથી સ્થિર થવું મુશ્કેલ હતુ.ઘણાં સમય ફર્યા.સ્થળાંતરો કરવાથી આ ધર્મપ્રેમી ભૂદેવો વણઝારા તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
માણેકપુરમાં આ વણઝારા બ્રાહ્મણોનો સત્સંગ છે.તેઓ રામજી મંદિરની સેવા સંભાળે છે.પરંતુ નવી પેઢીનું શહેર તરફ આકર્ષણ અને કામધંધાર્થે ખેંચાણ હોવાથી દેવસેવામાં મુશ્કેલી પડતી.તે સમયે પૂ.દેવસ્વામીએ દેવસેવાનું બીડું ઝડપ્યું.સૌએ સહર્ષ વધાવી લીધુ.માણેકપુર અને અાસપાસના સૌ સત્સંગીઓના તન,મન,ધનની સેવા અને સહયોગથી આજે જુના પુરાતની મંદિરની બાજુમાં જ એક નવ્યભવ્ય શિખરબંધ મંદિર તૈયાર કરી આદિવાસી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિ અટકાવી દીધી છે.
દાનવીર લાખા વણઝારાના મહાન વંશજો પૂ.સ્વામીને સર્વપ્રકારથી સત્સંગપ્રચાર,પ્રસાર,શિક્ષણ અને સમાજસેવા માટે મદદ,પ્રેરણા,અને પ્રોત્સાહન આપી રહ્યા છે.
માણેકપુરના આ શિક્ષણસંકુલની શુભ શરૂઆત સન્ 2000ના જૂનથી કરવામાં આવી છે.હાલ ક્રમશઃ આગળ વધતાં તેમાં સાત ધોરણ સુધીના શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થઈ છે.આ સંસ્થા પણ એસ.એસ.સી. અને એચ.એસ.સી.સુધી આગળ વધવાની નેમ રાખે છે.આ શિક્ષણ સંસ્થાની સુવાસ સારી છે.દૂરદૂરથી પણ લોકો પોતાના બાળકોને સારુ શિક્ષણ અને સંસ્કારો મળે તે માટે સંસ્થામાં દાખલ કરે છે.
સંસ્થા પાસે હાલ ભોતિક સુવિધાઓ મર્યાદિત છે.પરંતુ સંસ્થા કોમ્પ્યુટર,લાયબ્રેરી,પ્રયોગશાળા, સંગીતશાળા વગેરેની અદ્યતન પ્રકારની સુવિધાઓ ઉભી કરવાની ઈચ્છા રાખે ચએ.
સંસ્થામાં શ્રી કાળુભગત,શ્રી પ્રકાશભાઈ વગેરે પોતાની સેવાઓ સમર્પણભાવથી આપી રહ્યા છે તથા પૂ.સ્વામી વિષ્ણુસ્વરૂપદાસજી તથા પૂ.સ્વા.કપીલજીવનદાસજી વગેરે સંતો પણ ટ્રસ્ટી મંડળમાં રહીને પોતાની સેવાઓ અને માર્ગદર્શન પુરું પાડે છે.
દેવસેવાનો ઘંટારવ,નાનાનાના ભૂલકોનો કલરવ,વનરાજીમાં કોયલોના મીઠા ટહૂકા એક સાથે સાંભળવા હોય તો માણેકપુરની જરૂર મુલાકાત લેજો.શિક્ષણ,સત્સંગ અને સમાજસેવા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાનામાં નાના સાધુઓ પણ ભગીરથકાર્ય કરી રહ્યા છે અને તે પણ આદિવાસી વિસ્તારમાં તે ખરેખર અભિનંદનને પાત્ર છે.
|