શ્રીસ્વામિનારાયણ શિક્ષણ અને સેવાકેન્દ્ર,સલવાવ સંસ્થાનું શિક્ષણકાર્ય અને સંતોની નિઃસ્વાર્થ સેવાભાવનાથી પ્રેરાયને 'ગાંધી આશ્રમ,મોટાપૌંઢા'ના સંચાલિકા શ્રી ઈચ્છાબેન દેસાઈ તથા સર્વે ટ્રસ્ટી મંડળે વેડસીના શ્રી જુગતરામભાઈ દવે સ્થાપિત ગાંધી આશ્રમ,મોટા પૌંઢાનું સુકાન સલવાવ સંસ્થાને સોંપ્યુ.તેમાં 18 એકર જમીન લેવલ કરાવી ખેતી,ગૌસેવા,આદિજાતિના બાળકો માટે ફ્રિ શિક્ષમ સાથે લાલન પાલન કરવામાં આવે છે.
આ સંસ્થા સ્વામી વિજ્ઞાવલ્લભદાસ અને શ્રી ઓમકાર ભગતના સંનિષ્ઠ પ્રયાસથી સ્વર્ગ જેવી બની છે. કોરીપાટી જેવા આદિવાસી બાળકોમાં સુસંસ્કારીતા,શિક્ષણ,ભજન,કીર્તન ખરેખર જોવા સાંભળવા લાયક હોય છે.આ ટ્રસ્ટની છ એકર જમીન સ્વા.હરિવલ્લભદાસ એજ્યુકેશન ટ્રસ્ટને દાનમાં આપેલ છે.અને ત્યાં પણ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની આશ્રમશાળા ચાલે છે.
જ્ઞાનકેન્દ્ર,ઉમરગામ
કર્મયોગી સંત પૂજ્ય પુરાણી સ્વામી શ્રી કેશવચરણદાસજીની શુભ પ્રેરણાથઈ રાજસ્થાનના હાલ મુંબઈ- ઉમરગામ શિક્ષણ અને સમાજસેવા પ્રેમી જૈન શ્રેષ્ઠી શેઠ શ્રી અજયસિંહ બૈદ અને તેમના ધર્મપત્નિ શ્રીમતી અરુણાબેન અજયસિંહ બૈદ ગુજરાતના છેવાડાના ઉમરગામે સી.બી.એસ.સી.અંગ્રજી શાળા પોતાની યુનીફલેક્ષ કેબલ કંપનીની સંપૂર્ણ સહાયતાથી ચાલુ કરી છે.
જેમાં હાલ નર્સરી કે.જી.થી પાંચમાં ધોરણ સુધીના બાળકો શુભ સંસ્કારો સાથે ઉચ્ચશિક્ષણ મેળવી રહ્યા છે.
ક્રમિક ધોરણો વધતા બારમાં ધોરણ સુધીનું શિક્ષણ અપાશે અને લોક લાગણીને માન આપી નજીના સમયામાં ગુજરાતી શાળા પણ ચાલુ કરવામાં આવશે.
|