યાત્રાધામ દ્વારિકા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ગોવિંદપ્રસાદદાસજી ગુરુ પુરુષોત્તમચરણદાસજીની અધ્યક્ષતામાં પ્રવૃત્ત શ્રી સ્વામીનારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ ઘણાં વર્ષોથી ચાલે છે.જેવી કે નેત્રયજ્ઞો,સર્વરોગ નિદાન કેમ્પો,પશુરોગ નિદાન કેમ્પો,પશુરોગ નિદાન કેમ્પો,નેચરોપેથી નિદાન-ઉપચાર શિબિરો,ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ,કુદરતી આફતો જેવી કે વાવાઝોડું,દુષ્કાળ,ધરતીકંપ વગેરેમાં રાહતકાર્યો અંતર્ગત આર્થિક તેમજ અન્ય સહાયતા વગેરે. ઉપરોક્ત તમામ સેવાકીય પ્રવૃત્તિઓને કારણે આ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની લોકમાનસમાં આધ્યાત્મિક,જનસેવા-સમાજસેવા પ્રવૃત્તિ પરાયણ સંપ્રદાય તરીકેની આગવી ઉજળી છાપ અંકિત થઈ છે.આ સંસ્થાએ સેવાભાવી સંસ્થા તરીકે લોકખ્યાતિ મેળવી છે.
અનેકવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓના સુંદર મુકુટમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના શીર પર વધુ એક યશ કલગીનો ઉમેરો કરવા ટ્રસ્ટ દ્વારા જામનગર શહેરની ભાગોળો એક એવા આધ્યાત્મિક શૈક્ષણિક કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યુ છે કે જેમાં પ્રાચીન આધ્યાત્મિકતાનું અર્વાચીન શૈક્ષણિક પદ્ધતિ સાથે સંતુલન અને સમન્વય થયો છે.આ વિદ્યાલયમાં બાળકો સાચા અર્થમાં ભાર વગરના ભણતરની મજા માણી રહ્યા છે. ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના ધો.10 સુધીના વર્ગો બંન્ને માધ્યમમાં ચાલે છે તથા સૌરાષ્ટ્રની એક માત્ર મહિલાઓ માટે ચાલતી ફિજીયોથેરાપી કોલેજ પણ સંસ્થા ચલાવે છે.
સંસ્થાની આછેરી ઝલક
- સંસ્થાનો આદર્શ છે - જ્ઞાન મેળવવા શિક્ષણ,નહિ કે માત્ર ડિગ્રી મેળવવા.
- ઉચ્ચ છતાં સરલ પદ્ધતિ દ્વારા શિક્ષણ,ઉપદેશ દ્વારા બાળકનો સર્વાયામી વિકાસ
- સવારના સમયે ગીતાજીના શ્લોકો-ઉપદેશ દ્વારા બાળકના ચારીત્ર્યના ઘડતરની શરૂઆત
- નિયમિત યોગાસનો,સૂર્યનમસ્કાર,પ્રાણાયામ દ્વારા સુદ્રઢ મન સાથે સુદ્રઢ તન કેળવણી બાદ દૂધ અને પોષ્ટિક નાસ્તો
- અદ્યતન વર્ગખંડમાં ખૂબ જ મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને વિદ્વાન શિક્ષકો દ્વારા અસરકારક રીતે શિક્ષણ
- દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોના મહત્તમ ઉપયોગ દ્વારા અભ્યાસના અને અભ્યાસેતર વિષયોનો બહુઆયામી સરળ પરિચય
- આધુનિક સુવિધાથી સજ્જ કોમ્પ્યુટર કેન્દ્ર તથા સૌ માટે હરહંમેશ ખુલ્લી લાઈબ્રેરી
- આધુનિક સુવિધાથી સજ્જ વિજ્ઞાન લેબોરેટરી તથા શિક્ષણકાર્યમાં સહાયતારુપ અલભ્ય ભાષા લાયબ્રેરી
- આત્મવિશ્વાસમાં અભિવૃદ્ધિ કરવા વિવિધ વિષયોના પ્રોજેક્ટ્સ બનાવી વિદ્યાર્થીઓ દ્વારા જ તેમનું નિદર્શન
- સંગીત,નૃત્ય,નાટ્ય,ચિત્રકલા,હસ્તકલા,વગેરે રચનાત્મક અભિગમ
- ઘોડેસવારી,જૂડો-કરાટે,સ્કેટીંગ,ક્રિકેટ,ફૂટબોલ,હોકી,વોલીબોલ,ખોખો,કબડ્ઢી,જેવી આઉટડોર તથા ઈનડોર ગેમ્સો
- સ્કાઈટ-ગાઈડ,વ્યસનમુક્તિ અભિયાન તથા સ.ઉ.ઉ.કા.ની પ્રવૃત્તિઓ દ્વારા જ બાળકોમાં ઉચ્ચ ચારિત્ર્યનું ઘડતર
- વિદ્યાર્થીને હોમવર્ક કે ટ્યુશનની જરૂરિયાત ન રહે તેવું શૈક્ષણિક આયોજન
- તનાવ મુક્ત સંપૂર્ણ વિકસિત બાળક,સફળ,સુખી,માતા-પિતાના આદર્શને સંસ્થાએ લક્ષ્યબિંદુ માન્યુ છે.
- આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા દ્વારિકા મુકામે ગુજરાતી માધ્યમની પ્રાયમરી તથા સેકન્ડરી સ્કૂલો પણ ચાલે છે.
સંસ્થાના વિકાસલક્ષી ભાવિ આયોજનો
- આધુનિક સુવિધાયુક્ત હોસ્ટેલનું નિર્માણ
- એન્જીનિયરીંગ કોલેજ તથા ડેન્ટલકોલેજ
- સંસ્કૃત પાઠશાળા તથા યજ્ઞમંડપનું પ્રાચીન શૈલીમાં નિર્માણ
- આવનારા 10 વર્ષોમાં વાણિજ્ય,વિનયન,વિજ્ઞાન,એમ.બી.એ.,એમ.સી.એ.,વગેરે સ્નાતક અનુસ્નાતકકક્ષાની કોલેજોનું નિર્માણ કરીને છેલ્લે શ્રી સ્વામિનારાયણ વિશ્વવિદ્યાપીઠ (યુનિવર્સિટી)ની સ્થાપના કરવી.
|