ભગવાન શ્રી સ્વામિનારાયણના 'પ્રવર્તનીયા સદ્વિદ્યા'ના સિદ્ધાંતને પ્રવર્તાવવા આજથી 18 વર્ષ પહેલા ગઢપુરના શ્રી ગોપીનાથજી મહારાજના બ્રહ્મનિષ્ઠ અને કર્મયોગી સંત પુરાણી સ્વામી ભક્તિસ્વરુપદાસજીએ ભરુચ જંબુસર હાઈવે નં.6 ઉપર નાહિયેર ગામે આ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી.
આમોદ ભરુચના ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં શિક્ષણ-સંસ્કારના પડકારકાર્યને ઝીલીને સંતો,ભક્તોના અથાગ પરિશ્રમના પરિણામે ઉત્તરોત્તર વિકાસના સોપાનો સર કરી આ સંસ્થામાં આજે બાલમંદિરથી ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષણની સુવિધા છે.
22એકરના વિશાલ સંકુલમાં આ સંસ્થા પથરાયેલી છે.
તેમાં બાલમંદિર,પ્રાથમિકશાળા,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય,ગૌશાળા,પ્રાર્થના મંદિર, છાત્રાલય,કોમ્પ્યુટર સેન્ટર વગેરે વિવિધ એકમો ચાલે છે.
ભરુચ જિલ્લામાં'શ્રી હરિકૃષ્ણ કોમ્પ્યુટર સેન્ટર'દ્વારા કોમ્પ્યુટરથી સજ્જ શિક્ષણનું બહુમાન આ સંસ્થાને પ્રાપ્ત થયેલ છે,.
ગ્રામીણ વિસ્તારમાં આ સંસ્થાની અસાધારણ પ્રગતિ જોઈને ગુજરાત સરકારશ્રીએ શહેરી બાળકોના સર્વાંગી ઘડતર વિકાસની જવાબદારી આ સંસ્થાને સોંપી છે.તેના પરિણામે ભરુચ શહેરમાં 'શ્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ'નું નિર્માણ કરવામાં આવ્યુ છે.તેમાં ધોરણ 1 થી 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ સહિત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણની સુવિધા ઉપલબ્ધ છે.
શ્રી સ્વામિનારાયમ ગુરુકુળ,નાહિયર અંતર્ગત દહેજ બાયપાસરોડ,ભરુચ ખાતે આવેલી ગુડવિલ સ્કુલમાં C.B.S.E.અને G.S.E.B.પેટર્નનો અભ્યાસક્રમ ચાલે છે.
ગુડવિલ સ્કુલની વિશેષતાઓ
1.શુદ્ધ વાતાવરણ
2.ફૂલ સાઈજA/C વાતાનુકુલન ક્લાસરુમ
3.આધુનિક ટેકનોલોજીથી સજ્જ વિશાળ કોમ્પ્યુટર લેબ
4.અદ્યતન પ્રયોગશાળા,સંગીતશાળા,પુસ્તકાલય,કલાભવન,હેલ્થસેન્ટર,વ્યાયામ મંદિર
5.દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા સચોટ શિક્ષણ
6.તજજ્ઞ અને નિષ્ઠાવાન શિક્ષકો
7.સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ ભવન,પ્રાર્થના ભવન,અલ્પાહાર કેન્દ્ર,કોન્ફરન્સહોલ,સંતનિવાસ વગેરેની સુવિધા
|