સુરતના વિદ્વાન સંન્યાસી સ્વામી આત્માનંદજી સરસ્વતીજીની શુભ પ્રેરણાથી મુંબઈનાદાનવીર શેઠ શ્રી ભવાનજી હરભમ અને તેના સાથીદાર મિત્રદાતાશ્રીઓના ભૂમિદાન અને આર્થિક સહ્યોગથી નાશિક તપોવનમાં "તપોવન બ્રહ્મચર્યઆશ્રમ"ટ્રસ્ટની ઈ.સ.1889ના વર્ષમાં સ્થાપના કરેલ.બાદમાં સંસ્કૃત પાઠશાળા ચાલુ કરી.ગૌશાલા અને સમાજસેવાના કાર્યો ચાલુ કર્યા.ત્યાર બાદ આત્માનંદજી સ્વામી સુરત પરત આવી ત્યાં તેમણે "આયુર્વેદ ફાર્મસી" વગેરે સેવા ચાલુ કરી.તે અરસામાં નાશિકનો વહીવટ ટ્રસ્ટીઓને ચલાવવામાં અનુકૂળતા નહિ આવતાં ઘણા વર્ષોનાં અંતે સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢ નિવાસી બ્રહ્મચારી સ્વામી બાળકૃષ્ણાનંદજી શાસ્ત્રીને બોલાવી વહીવટ સોંપવામાં આવ્યો અને તેમણે તપ અને ત્યાગના માધ્યમથી સંસ્થાનો વિકાસ-જતન કર્યુ અને તેમની ઉંમર પણ થઈ તેવામાં યોગાનુયોગ તેમની પાસે સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે ગઢડાથી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજીના શિષ્ય પુરાણી જ્ઞાનજીવનદાસી નાસિક આવ્યા.એ અરસામાં બ્રહ્મચારી સ્વામીની તબિયત બગડતાં જ્ઞાનપુરાણીએ સદભાવના પૂર્વક બ્રહ્મચારી સ્વામીની તન,મન,ધનથી સેવા કરેલ અને કરાવેલ.તેમના રાજીપારુપે તે સમયના સંસ્થાના ટ્રસ્ટી શેઠ શ્રી અભેચંદભાઈ ગાંધી, શંકરભાઈ પટેલ,છોટાલાલ સોલીસીટર અને ચાવડા શેઠની ભલામણથી જ્ઞાનપુરાણી સ્વામીને નાશિકનો તમામ વહીવટ આજથી 40 વર્ષ પહેલા સોંપવામાં આવ્યો.
ત્યારે નાશિક આશ્રમની સ્થિતી સમયને અનુસાર ખૂબ જ નાજુક હતી.જેથી પાઠશાળા અને ગૌશાળા ચલાવવી ખૂબ જ મુશ્કેલ હતી.છતાં જ્ઞાનપુરાણી સ્વામીએ સૂઝબૂઝ,તપ અને ત્યાગથી જનસંપર્ક સાધી પોતાના ગુરુશ્રીના આશીર્વાદ સાથે પોતાના ગુરુભાઈઓની મદદ લઈ સંસ્થાનો વિકાસ ધીરે ધીરે ચાલુ કર્યો.
સૌ પ્રથમ ખેડૂત પાસેથી સંસ્થાની જમીન મેળવી ખેતી સુધારણી કરી,નવી ગૌશાળાનું બાધકામ કરી,નવી ગાયો લાવ્યા.કથા-વાર્તા,ભજન-ભક્તિથીસત્સંગીઓનો રાજીપો મેળવી વિકાસના કાર્યોમાં વેગ વધાર્યો. તેમાં સંતકુટીર,સંતધામ,જનરલ હોસ્પિટલ,ભાગવત હોલ જેવા કાર્યો કર્યા.એ અરસામાં મુંબઈના શેઠ શ્રી ગાંધી અને પારેખ સદગૃહસ્થ પરીવારના દાનથી યાત્રિકો માટે સુવિધાપૂર્ણ યાત્રિકભવન અર્થાત્ શ્રી સ્વામિનારાયણ ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવ્યુ અને સાથે સાથે શિખરબંધ શ્રી સ્વામિનારાયણ મંદિર પણ બનાવવામાં આવ્યુ.
મુંબઈ,પુના,માલેગામ અને નાશિક સત્સંગ સમાજ અને દાતાઓના સહયોગથી ઉત્તરોત્તર સંસ્થાની પ્રગતિ થતી રહી.તેમાં આજના સમયની માંગ પ્રમાણે મુંબઇના કલાનિકેતનવાળા શેઠશ્રીએ વિશાળ ભોજનાલય બંધાવી આપ્યુ.એટલું જ નહિ પણ મુખ્યત્વે એજ્યુકેશન માટે અંગ્રેજી બાળમંદિરથી આરંભઈ પ્રાથમિક અને હાઈસ્કુલની પણ સ્થાપના અને ચલાવવા માટે મુંબઈના શેઠ શ્રી શાંતિલાલ વેણીલાલના પરીવારે માતાપિતાની સ્મૃતિમાં સ્કુલ બાંધકામ કરાવી આપ્યુ.
વર્ષોથી આ સંસ્થામાં રહેવા જમવાનું અને આમજનતા માટે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે.આ સંસ્થામાં ભાગવત હોલ માટે મુંબઈના સોનાવાલા શેઠશ્રીએ મોટુદાન આપેલ છે અને તેમાં અનેક ધાર્મિક અને સામાજિક કાર્યો થાય છે.
ગયા વર્ષે કુંભમેળામાં ઘણો સમય ભક્તોના તન,મન,ધનની સહાયતાથી ફ્રી અન્યક્ષેત્ર ચલાવ્યુ.જેમાં હજારો યાત્રીકો અને સાધુ મહાત્માઓએ દક્ષિણા સાથે પ્રસાદનો પણ અનેરો લાભ લીધો.
ઉપરોક્ત કાર્યો ભગવાન શ્રીસ્વામિનારાયણની કૃપા,અમારા ગુરુશ્રી શાસ્ત્રી સ્વામી અને બ્રહ્મચારી મહારાજના આશીર્વાદ અને સત્સંગ સમાજના સહકારથી અનેક વિટંબણાઓની વચ્ચે પણ પૂર્ણ થયા છે. ધર્મપ્રેમી અને શિક્ષણપ્રેમી ભક્તોના વિશેષ સહકાર અને રાજીપાની અપેક્ષા રાખીને આ સંસ્થા હજુ પણ સામાજિક અને શૈક્ષણિક કાર્યોનો વ્યાપ વિસ્તારવા માંગે છે.
|