બાળકનું ઘડતર કરવા અનેકવિધ સંસ્કારો અને શિક્ષણની જરુર છે.શિક્ષણ વિનાનો માનવી અંધ સમાન છે.શિક્ષણ હોવા છતાં જો તેમાં અનેકવિધ સંસ્કારો ન હોય તો તે શેતાન બનીને સ્વર્ગ સમા સંસારને નર્કમાં ફેરવી નાંખે છે.જગતમાં ખૂબ સમૃદ્ધિ અને સગવડો વધી છે.છતા શાંતિ, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમનો અભાવ મહાદાંશે જોવા મળે છે.આપણા દેશમાં મોટી યુનિવસ્રિટીઓ અને વિદ્યાલયોનો પાર નથી.છતા પણ રાષ્ટ્રને જરુર છે એવી શિક્ષણ સંસ્થાઓની કે જેમાં ભૌતિક શિક્ષણ સાથે શાંતિ,ભાઈચારો,સ્વચ્છતા,અહિંસા સરલતા,સાદાઈ,નિડરતા જેવા ગુણોથી ભરપુર રાષ્ટ્રપ્રેમી અને કર્મઠ પેદા થાય.
સમાજને તથા દેશને સમૃદ્ધ અનેસંસ્કારી બનાવવો હશે તો બાળકોને શિક્ષણ સાથે માનવધર્મને લગતા જીવનના પાયાના મુલ્યોની તાલીમ આપવી ખૂબ જ જરુરી છે.ધર્મ અને સંસ્કાર વિનાનું શિક્ષણ બ્રેક વિનાની ગાડી સમાન દુઃખદ છે.તેમાં ગતિ હશે પણ પ્રગતિ નહિં હોય.પ્રગતિ તેને જ કહેવાય કે જે અવરોધોમાં રોકાઈ ન જતા શાંતિથી પોતાના આગળ વધવાનો સુરક્ષિત માર્ગ શોધી કાઢે.
આપણી પ્રાચીન શિક્ષણ પ્રથામાં શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન પુરુતુ જ સીમિત જ નહોતુ.પરંતુ શિક્ષણની સાથે જીવનના અમૂલ્ય સિદ્ધાંતો,આચાર વિચાર અને વ્યવહાર ત્રણેય સુભગ સમન્વય હતો.વિદ્યાર્થી સ્નાતક બને ત્યાં સુધીમાં તે પોતાના રસ,રુચિના વિષયોની સંપૂર્ણ તાલીમ મેળવી લેતો અને તેનામાં સદાચાર,પરોપકાર સહિષ્ણુતા વગેરે ગુણોનો વિકાસ થતો.તેથી તે જીવનના દરેક ક્ષેત્રમાં સભાનતાપૂર્વક આગળ વધી શકતો અને પોતાના જ્ઞાનનો વિવકપુઃસરનો ઉપયોગ કરીને તે દેશદ્રોહ અને સ્વદ્રોહ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહી શકતો.
આપણી પ્રાચીન શિક્ષણપ્રાથાને સોનેરીકાળ આપણાં પ્રાચીન ભવ્ય ભારતના ઈતિહાસમાં મોજુદ છે.જેમ કે રામાયણકાળ, મહાભારતકાળ, સમ્રાટ અશોકકાળ,શિવાજી મહારાજકાળ આવા મહારાણા પ્રતાપકાળ વગેરે.એ લોકોએ ક્યારેય પણ સ્વાર્થ ખાતર પોતાના દેશ સાથે ગદ્દારી કરી નથી.આજ જરુર છે આવા નાગરિકો પેદા કરવાની.
ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને શાસ્ત્રી સ્વામી વૃન્દાવનવિહારીદાસજીની પ્રેરણાથી પુરાણી સ્વામી બ્રહ્મસ્વરૃપદાસજી અને શાસ્ત્રી સ્વામી સંતસ્વરુપદાસજીએ સન્ 1995ની સાલમાં બનાસકાંઠા જેવા શૈક્ષણિક રીતે પછાત વિસ્તારમાં પાલનપુર શહેરમાં દિલ્હી હાઈવે ઉપર અઢી એકર જગ્યામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની સ્થાપના કરી.
આ સંસ્થામાં બાલમંદિરથી બાર ધોરણ સુધીના શિક્ષણની સુવિધા ઉપલબ્ધ છે.શિક્ષણ સાથે કોમ્પ્યુટર, યોગ,ઘોડેસ્વારી,નિશાનબાજી જેવી તાલીમ સાથે આધ્યાત્મિક અને ચારિત્ર્ય ઘડતરના પાઠ ભણાવીને અનેક રાષ્ટ્રપ્રેમી રત્નો તૈયાર કરવાનો પ્રયત્ન થાય છે.
દૂર દૂર વિસ્તારના,અન્ય જિલ્લા કે ગામડાના બાળકો પણ આ ઉત્તમ શિક્ષણસંસ્થાનો લાભ લઈ શકે તે હેતુથી રહેવા જમવાની સુવિધા માટે ભવ્ય છાત્રાલયની પણ સુવિધા છે.આ સંસ્થા આદિવાસી વિસ્તારમાં હોવાથી આદિવાસીના દૂર દૂર વિસ્તારના ગરીબ બાળકોનું શૈક્ષણિક સ્તર ઊંચુ લાવવા તથા અનેકવિધ વિકાસ માટે પ્રોત્સાહીત કરવાના હેતુથી મફત રહેવા જમવાની સુવિધાવાળુ છાત્રાલય પણ છે.
આપણા રાષ્ટ્રની મહામૂલિ સંપત્તિ સમાન ગાયોના સંવર્ધન માટે સંસ્થા ગૌસેવાની પ્રવૃત્તિ પણ કરે છે.
સંત,સરોવર અને તરુવર જ્યાં હોય ત્યાં કોઈને બોલાવવા જવું પડે નહિ.તે જ પ્રમાણે આ સંસ્થા સંતો દ્વારા સંચાલિત અને યાત્રાધામોના રસ્તા ઉપર હોવાથી યાત્રિકો માટે રણમાં વિરડી સમાન બની ગઈ છે. અહીં યાત્રિકોને વિનામૂલ્યે રહેવા જમવાની ઉત્તમ સુવિધા આપવામાં આવે છે.
(સંસ્થા દ્વારા ભીલાડ મુકામે પણ શિક્ષણ સંસ્થા ચાલે છે.વધુ વિગત માટે જુઓ'શ્રી સ્વા.ગુરુકુળ,ભીલાડ')
સંસ્થાનું સંતવૃંદ |
શાસ્ત્રી સ્વામી વૃન્દાવનવિહારીદાસજી.
પુરાણી સ્વામી બ્રહ્મસ્વરુપદાસજી.
શાસ્ત્રી સ્વામી સંતસ્વરુપદાસજી.
સ્વામી.કે વિશ્વરુપાચાર્ય. |
|