સંતોની કૃપા અને હરિભક્તોના રાજીપાથી ઈ.સ.1990માં શ્રી સ્વામિનારાયણ ભક્તિ સેવાશ્રમ ટ્રસ્ટ-રાજકોટ સંસ્થાનું રજીસ્ટ્રેશન થયુ.રાજકોટના સત્સંગ પરાયણ અને શિક્ષણ કાર્યની સમજ ધરાવતા ઉદ્યોગપતિ પૂ.દાદાગુરુની પરંપરાના શ્રી નારણભાઈ કચરાભાઈ પટેલ તથા તેમના ધર્મપત્નિ શ્રીમતિ લલીતાબેન નારણભાઈ પટેલે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી પોતાની 2 એકર જમીન હૃદયનો ભાવ અને મહિમા સાથે સ્વામિનારાયણ ભક્તિ સેવાશ્રમ ટ્રસ્ટને અર્પણ(દાન)કરીને ભગવાનનો અને સંતોનો રાજીપો મેળવ્યો છે.
આ જમીન ઉપર ઈ.સ.1991માં શિક્ષાપત્રી જયંતિ-વસંત પંચમીના દિવસે ભૂમિ પૂજન કરીને સંસ્થાનો પાયો રોપાણો.સંસ્થાપકની નાની ઉમર અને ગુરુજીની ગેરહાજરીના કારણે આર્થિક તેમજ બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.પરંતુ ગુરુજીના આશીર્વાદ,ભગવાનની કૃપા અને અથાક સ્વ.પુરુષાર્થથી સમય જતા નાના એવા ત્રણ રુમોવાળુ એક મકાનનું નિર્માણ કર્યુ અને તેમાં ધોરણ 1 થી 4 ધોરણના વર્ગો શરુ કર્યા.
ઈ.સ.1993માં સંસ્થાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત્ કથાનું આયોજન કરવામાં આવ્યુ.કથાના ફળ સ્વરુપે રાજકોટના દાનવીર પ.ભ.શ્રી ઝવેર અ.નિ.શાંતિલાલ હરિભાઈ પારેખ કલકત્તાવાળા તેમજ તેમના સુપુત્ર પ્રભુદાસભાઈ પારેખ(શીલ્પા જવેલર્શ)રાજકોટવાળા તરફથી સ્કૂલ બાંધકામનું બિલ્ડીંગ માટેનું સંપૂર્ણ દાન જાહેર કર્યુ.તેમજ બાલમંદિરના બાંધકામ માટે રાજકોટ અગ્રગણ્ય સત્સંગી શ્રી મુળજીભાઈ નાનજીભાઈ પટણીએ મોટુદાન જાહેર કર્યુ.નાની મોટી અનેક સેવાઓ મળવાથી ગુરકુળનો પાયો મજબૂત બન્યો.સંતોને હિંમત મળી અને ગુરુકુળને આગળ વધારવાની નવી શક્તિ મળી.સમય જતા આયુર્વેદિક કેમ્પો કરીને સમાજને અનુરુપ કાર્ય કરતા સંસ્થામાં સ્કુલ તેમજ છાત્રાલયનું બાંધકામ શરુ કર્યુ.
સન્ 1997મા માધ્યમિક શાળા અને છાત્રાલય શરુ કરવામાં આવ્યા.
સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષણનો છે.હાલમાં પી.ટી.સી.કોલેજ શરુ કરી છે.તેમજ બી.એડ.કોલેજ જેવા નવા કોર્સ ગવર્મેન્ટમાંથી માન્યતા મેળવીને શરુ કરવા માટે સંસ્થા પ્રયત્નશીલ છે.
અંગ્રેજી ભાષા ભણનાર વિદ્યાર્થીઓને દેશ વિદેશના ધંધાકીય અને સામાજિક કાર્યો માટે સરળતા પડે છે. અંગ્રેજી ભાષાનું મહત્વ સમાજમાં હોવાથી મવડી પ્લોટ વિસ્તારમાં અંગ્રેજી સ્કૂલની આવશ્યક્તાને ધ્યાનમાં રાખઈને મજુર તથા મધ્યમવર્ગથી માંડીને ઉચ્ચવર્ગના બાળકો પણ લાભ લઈ શકે તેવી અંગ્રેજી મીડીયમની સ્કૂલ શરુ કરવાનું આયોજન કર્યુ છે.તેમાં પ.ભ.શ્રી પરજીયા સોની સમાજના અગ્રગણ્ય દુબઈ નિવાસી હાલ રાજકોટના દાતા શ્રી હીરાચંદભાઈ ભગવાનજીભાઈ વાથા(બાબુભાઈ)તરફથી સંસ્થાનો મુખ્ય દરવાજો તેમજ અંગ્રેજી મીડીયમની પ્રા.શાળાનું બિલ્ડીંગ બંધાવી આપેલ છે.જેમાં હાલમાં સીનિયર કે.જી.,ધો.1 થી 7ની અંગ્રેજી માધ્યમની બાબુભાઈના ધર્મપત્નિ પરજીયા સોની શ્રી શાંતાબેન હીરાચંદભાઈ વાથા પ્રાયમરી સ્કુલ નામે સ્કુલ શરુ કરી છે.
સંસ્થાના સંસ્થાપક અને સંચાલક એવા આ નવયુવાન સંતને તેના મંડળનો સાથ સહકાર અને સહયોગ મળતો રહે છે.તેમના મંડળના વડીલ સંતો સ.ગુ.કો.સ્વામી હરિકૃષ્ણદાસજી,ગોત્રી તેમજ પૂ.પુરુષોત્તમદાસજી સ્વામી,ઝુંડાલનો સંપૂર્ણ સહકાર અને પ્રેરણા મળતી રહી છે.આ સંસ્થાના હેતુ સિદ્ધ કરવા માટે સંપ્રદાયના સંતો તેમજ બીજા અનેક મહાનુભાવોની પ્રેરણા પણ મળતી રહે છે.
છેલ્લા 12 વર્ષથી કાર્યરત આ સંસ્થાને સફળતાપૂર્વક આગળ વધારી રહેલુ ટ્રસ્ટી મંડળ તથા શાસ્ત્રીજીના શિષ્યસ્વામી ભક્તિપ્રકાશદાસજી તથા સ્વામી જગદીશપ્રકાશદાસજી આદિ નવયુવાન સંતો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ સંસ્થાનો અંતિમ હેતુ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોને વળગી રહીને શ્રી સ્વામિનારાયણ મંદિર,જુનાગઢને વફાદાર રહીને શિક્ષણ અને સમાજ સેવાના કાર્યો કરવાનો છે.
|