સા વિદ્યા યા વિમુક્તયે એ કથન તથા સહજાનંદ સ્વામીની આજ્ઞાન "પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી"ને ચરિતાર્થ કરવા.સ.ગુ.ભંડારી સ્વામી નંદકિશોરદાસજી કે જેમણે ઘણાં વર્ષો સુધી જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરનો અક્ષય ભંડાર સંભાળીને ટાણે-કટાણે આવેલા સંત હરિભક્તોની પેટની આગ ઠારી હતી.
તેઓ શ્રી એવું માનતા કે, અન્નદાનાત પરો નાસ્તિ,વિદ્યા દાનં તતોધિકમ્
અન્નેન ક્ષણિકા,યાવત્ જિવં તુ વિદ્યયા
માણસે ભૂખ લાગે અને ખાવાનું મળે તો આઠ-દસ કલાક માટે તૃપ્તિ થાય,પરંતુ જો આખી જિંદગી તૃપ્તિ કરાવે એવું કંઈ હોય તે છે જ્ઞાન-શિક્ષણ.
પૂ.ભંડારી સ્વામી ખૂબ ઓઠુ ભણેલા હતા અને એટલે જ કદાચ શિક્ષણ પ્રત્યે ખૂબ જ લગાવ હતો.એ માટે એમણે ઘણાં વર્ષો સુધી ઘણાં બધા વિદ્યાર્થીઓને પોતાની સાથે રાખી પોતાનાથી બનતી મદદ કરી વિદ્યાભ્યાસ કરાવેલો અને આ કાર્યથી થયેલ સંતોષના પરિપાકરૂપે સ્વામીજીને એવો વિચાર આવેલો કે એવી કોઈ શિક્ષણ સંસ્થા સ્થાપવામાં આવે કે જેમાં ફી ભરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીની સાથોસાથ જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકો પણ વિનામૂલ્યે શિક્ષણ લઈ શકે.
પૂ.સ્વામીના વિચારને મૂર્તરૂપ આપવા એક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ખરેખર જ્યાં શિક્ષણની જરૂરિયાત હોય તેવા વિસ્તારની શોધખોળ કરતા દરિયાઈ પટ્ટી પર આવેલ રાજુલા કે જે શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર હોઈ શકે ટ્રસ્ટને બીજી જગ્યાએ સારા વિસ્તારમાં સારી એવી કિંમતી જમીન ભૂમિદાનમાં મળતી હોવા છતા પણ એક શુભ સંકલ્પને સાકાર કરવા અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તાર પર ટ્રસ્ટી મંડળે પસંદગી ઉતારી અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળા,રાજુલા નામની શિક્ષણ સંસ્થાનો શુભારંભ કર્યો.સંચાલક સંતો તેમજ શિક્ષકોની ઉત્તમ કામગીરી અને શ્રીજી મહારાજની કૃપા તેમજ પૂ.ભંડારી સ્વામીના આશીર્વાદથી આ સંસ્થા કોઈ પણ પ્રકારના મોટા દાન વગર નાના બીજમાંથઈ મોટુ વટવૃક્ષ બનતી જાય છે.
રાજુલામાં શિક્ષણ સંસ્થા શરૂ કરતા પહેલા આગેવાનોની એક સભા બોલાવવામાં આવેલી જેમાં એક મુરબ્બીએ પ્રશ્ન કરેલો કે સ્વામીજી આપ શિક્ષણ કરવાની ફી શું લેશો?તેના જવાબમાં સંતોએ કહેલુ કે વ્યસન પાછળ નાણાં વેડફનારાઓ એકપાન કે મસાલો પણ ઓછો કરશે તો તેનાથી થતી નાણાંની બચતના બદલામાં તેના બાળકના ઉજ્જવળ ભવિષ્યનું અમે ઘડતર કરીશુ.જેતી શ્રીજી મહારાજની આજ્ઞા "વ્યસન મુક્તિ" અને "વિદ્યાભ્યાસ એ બંન્ને કામ અમે કરી શકીશુ."
સંસ્થાની વિકાસગાથાની તવારીખો
1. 1991માં પૂ.ભંડારી સ્વામી નંદકિશોરદાસજીએ શિક્ષણ સંસ્થા સ્થાપવાનો વિચાર આવેલો.
2. જૂન 1992માં ટ્રસ્ટની રચના કરવામાં આવી.
3. 1993/1994ના સમયગાળા દરમિયાન સંસ્થા ક્યા વિસ્તારમાં સ્થાપવી તે માટે સર્વે કર્યો.
4. ડિસેમ્બર 1995માં વિસ્તાર અને સ્થળ નક્કી થતા પ્રાથમિક શાળા શરૂકરવાની સરકારશ્રીની મંજૂરી મેળવવામાં આવી.
5. તા.17/6/1996ના રોજ શાળાની સ્થાપના કરી,બાલમંદિર તેમજ ધોરણ 1 થી 4ના વર્ગોનું શિક્ષણકાર્ય શરૂ કરેલ.
6. ડિસેમ્બર-98થી શાળા બિલ્ડીંગ બાંધકામોનો આરંભ કર્યો.
7. સપ્ટેમ્બર-200માં શાળાના આઠ રૂમોનું બાંધકામ પૂર્ણ થતા શાળા બિલ્ડીંગમાં શિક્ષણકાર્ય શરૂ કર્યુ.
8. જૂન-2005મા માધ્યમિક વિભાગ શરૂ કર્યુ.
હાલ આ શાળા રાજુલા વિસ્તારમાં એક મોખરાનું સ્થાન ધરાવે છે અને આશરે 850 વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે ઉચ્ચકોટિનું શિક્ષણ લઈ રહ્યો છે.
|