કચ્છમાં શિક્ષણના અભાવને ધ્યાનમાં લઈને શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂજ-કચ્છ દ્વારા કચ્છના વિવિધ પ્રાંતોમાં શિક્ષણ ધામો શરૂ કરવાનું નક્કી થયુ તે પૈકી રામપર વેકરા સ્થિત અતિ પવિત્ર તીર્થધામ ગંગાજી કે જ્યાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન,લીલા પુરુષોત્ત શ્રી કૃષ્ણ ભગવાન, અક્ષરધામના અધિપતિ શ્રી પૂર્ણપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ અનેક ઋષિમુનિઓ તથા મહાપુરુષોના ચરણોથી પાવન બનેલી આ ભૂમિમાં અખિલ કચ્છ વિસ્તારના બાળકોને સુસંસ્કાર સાથે સારું શિક્ષણ મળે તેવી ઉમદા હેતુથી ભૂજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી હરિ તપોવન ગુરુકુળ ગંગાજીની સ્થાપના થઈ.જેનું ખાત મૂહુર્ત ફાગણ વદ દશમના રોજ સ.ગુ.પુ.મહંત સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજીના વરદ્ હસ્તે થયુ.
શૈક્ષણિક,ધાર્મિક અને સામાજિક આયોજનો દ્વારા કચ્છના તમામ નાગરિકોને સ્પર્શતી આ સંસ્થામાં હાલ ધો. 5 થી 11ના એક એક વર્ગો ચાલી રહ્યા છે.તેમાં નિષ્ઠાવાન શિક્ષકોના સ્ટાફ બાળકોને સંતોના નેતૃત્વ નીચે શિક્ષણની સાથે ચારિત્ર્યના ઘડતરના સંસ્કારો આપે છે.
આ ગુરુકુળને કાર્યરત કરવામાં સૌથી મોટામાં મોટો ફાળો ગુરુકળના પ્રમુખપદે રહેલા સ.ગુ.પુ.સ્વામી કૃષ્ણપ્રસાદદાસજી તથા સ.ગુ.પુ.સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજીનો છે.
સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ
- 500 વિદ્યાર્થીઓ સમાય તેવુ વિશાળ 6 એકરમાં પથરાયેલ હોસ્ટેલ તથા સ્કૂલ બિલ્ડીંગ
- 24 કલાક ઈન્ટરનેટની સુવિધા
- ગૌ શાળા
- સ્વિમીંગ પુલ
- વિજ્ઞાન પ્રયોગશાળા
- વિશાળ મેદાન
- ક્રિકેટ,વોલીબોલ,ખોખોનું કાયમી મેદાન
- ઈનડોર ગેમ્સની પણ સુવિધા
- છેલ્લા ત્રણ વર્ષથી ધો.10નું 85 થી 90 ટકા પરિણામ
- ધો.5 થી 11 સુધીના શિક્ષણની સુવિધા
- કોમ્પ્યુટર લેબ
- ખુલ્લા હવા ઉજાસવાળા વર્ગખંડો
- આધુનિક બેંચની વ્યવસ્થા
- દરેક રૂમમાં લાઈટ પંખા
- વિદ્યાર્થીઓના પ્રવાસ માટે સંસ્થાની પોતાની બસ
- શાળાના આગળના ભાગમાં સુંદર બાગ
- શાળા સમય પછી બાળકો માટે શિક્ષણની સુવિધા
|