સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન "પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ યત્સુકૃતં મહત્ "(શિ.શ્લો.132)ના આદેશને મૂર્તિમંત કરવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ ભૂજ-કચ્છના આંગણે સ્વામિનારાયણ મંદિર,ભૂજના મહંત પૂ.સદગુરુ સ્વામી શ્રી વલ્લભદાસજીના હસ્તે ઈ.સ.1944માં શિક્ષણસેવાના શ્રી ગણેશ થયા.પછીના મહંત સ.ધર્મજીવનદાસજી સ્વામીએ વધુ વ્યાપ વધાર્યો અને પરમપૂજ્ય આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે વિદ્યાલયોની સ્થાપના કરવી.ત્યાર બાદ પછીના મહંત સ.હરિસ્વરૂપદાસજી સ્વામી પોતાની 30 વર્ષની મહંતાઈમાં કચ્છપ્રાંતમાં વિવિધ ભાગમાં અનેક શૈક્ષણિક સંકુલો બાંધ્યા.તે પૈકીના કચ્છના દુર્ગમ વિસ્તાર વાગડ પ્રાંતમાં રાપર મુકામે સને 8/4/1999ના શુભ દિવસે ગુરુકુળની સ્થાપના કરીને અને સ.પુ.હરિજીવદાસજી,સ.પુ.બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સ.પુરાણી હરિબળદાસજી સ્વામીના મંડળને તેનું સંચાલન સોંપ્યુ મંડળના સંતોએ સાથે મળીને સંચાલનની જવાબદારી પોતાના વિદ્વાન શિષ્ય શા.સ્વામી વિજ્ઞાનસ્વરૂપદાસજીને સોંપી અને કામ આગળ વધ્યુ.
દુર્ગમ વિસ્તારના ઉત્થાન માટેનું બીડુ જ્યારે સંતો ઝડપે ત્યારે સરકારીતંત્ર પણ કેમ નિરાંતે બેસી રહે ? પાયાથી ટોચ સુધીના સમગ્ર તંત્રે અતિ ઉત્સાહપૂર્વકનો ખૂબ જ ઉમદા સહકાર આપ્યો અને સને 2001માં જમીન સંપાદન થઈ.ત્યાર બાદ તા.18/8/2001 શનિવાર,શ્રાવણ વદ-7(શીતળા સાતમ)ના રોજ ગુ.વિ.સભાના અધ્યક્ષ શ્રી ધીરુભાઈ શાહના અધ્યક્ષપદે યોજાયેલ સમારોહના ભૂજમંદિરના પવિત્રોત્તમ વડિલ સંત સ.ધર્મકિશોરદાસજી સ્વામીના વરદ હસ્તે આશીર્વચન સહ ભૂમીપૂજન કરવામાં આવ્યુ અને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારીના હસ્તે ખાતમુહૂર્તે સંપન્ન થયુ.
આ ભૂમિપૂજન ખાતમુહૂર્તના ભવ્ય આયોજનમાં વરસતા વરસાદના અમી છાંટણાંની સાથે મહાલક્ષ્મીની પણ અમીવૃષ્ટિ થઈ.કચ્છ પ્રાંતના દેશ વિદેશમાં વરસતા અને નામી અનામી મોટા તથા નાના દાતાઓએ કરોડ રૂપિયા સુધીનું દાન આપ્યુ શાથે સાથે પ.પૂ.બાલકૃષ્ણસ્વામીના રક્તદાનથી ,રક્તદાન શિબિરનો પ્રારંભ થયો.108 રક્તદાન થયા.તેમજ વ્યસનમુક્તિ ઝુંબેશમાં અનકોને વ્યસનો છોડ્યા.સંતો ભક્તો, સભાપતિ, રાજ્યપાલ શ્રી,કલેક્ટર આદિના હસ્તે વૃક્ષારોપણનું કાર્ય સંપન્ન થયુ.
હંગામી આવાસોમાં બે વર્ષ શિક્ષણ કાર્ય ચાલ્યુ.તે દરમ્યાન પ્રાર્થના ખંડ,ભોજનખંડ,સ્કૂલ,છાત્રાલય વગેરેનું ભવ્ય બાંધકામ રૂપિયા છ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યુ અને ભૂજ સ્વા.મંદિરના મહંત સ્વામી સ.હરિસ્વરૂપદાસજી તથા પ.પૂ.ધ.ધૂ.1008 આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજના શુભાશીર્વાદ સહ તેઓને વરદ હસ્તે દાતાઓની સાથે ભવ્ય ઉદઘાટન તા.15/5/2004ના શુભ દિને કરવામાં આવ્યુ.તે પ્રસંગે લંડન નિવાસી કચ્છ પ્રાંતના બળદીયાના બિનનિવાસી ભારતીય ભક્તોએ પાંચ દિવસના વિનામૂલ્યે સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરીને વિસ્તારની ગરીબ પ્રજાની રૂ.25 લાખ ખર્ચીની સેવા કરી.લંડન સ્થિત NGO "સેવા ઈન્ટરનેશનલ યુ.કે.એ 4 લાખ અને મુંબઈ સ્થિત પ.ભ.શ્રી લાલજીભાઈ ખીરાભાઈ શાહે રૂ.50 લાખની ત્રીજા સંકુલના બાંધકામ માટેની સેવાની જાહેરાત કરી."
ઈ.સ.2002માં ધો.5માં 36 વિદ્યાર્થીઓથી શરૂ કરેલ ગુરુકુળમાં હાલ ધો.10 સુધીમાં 300 બાળકો સત્સંગ સાથે શિક્ષણ મેળવી રહ્યા છે અને 100 ટકા પરિણામ સાથે આ સંસ્થા આગળ વધી રહી છે. સંસ્થામાં પી.ટી.સી. કોલેજ પણ ચાલે છે.
આ સંસ્થામાં ડૉ.બા.આં.ઓ.યુ.નું સ્ટરી સેન્ટર ચે. જેમો કોમ્પ્યુટર કોર્ષ CC.CIC,CPCS,CFN,CCD થતા B.P.P.,B.COM.,M.A.આ કોર્ષ પણ એક્સટરનલ થાય છે.200 થી 250 વિદ્યાર્થીઓ આ સંસ્થામાં જોડાઈ પોતાનું લક્ષ્ય નોકરી કરતા કરતા પણ પૂર્ણ કરે છે.
પ.પૂ.સ.બાલકૃષ્ણસ્વામીની સાથે તેમના શિષ્ય શા.વિજ્ઞાનસ્વરૂપદાસજી આ સંસ્થાનું સંપૂર્ણ સંચાલન કરી રહ્યા છે.મંડળના દરેક સંતો પણ ખૂબ સહયોગ આપી રહ્યા છે.
|