પૂ.પુરાણી સ્વામી કેશવચરણદાસજીએ નાની ઉમરમા પૂ.ગુરુદેવના આશીર્વાદ અને આદેશથી ગઢડા,અમદાવાદ,વડતાલ સ્વામિનારાયણ મંદિરની પાઠશાળાઓમાં વિદ્યાભ્યાસ કર્યા બાદ સત્સંગ પ્રચારાર્થે સેંકડો ગામોમાં 400 કિ.મી. ઉપરાંત પદયાત્રાઓ કરી સત તરીકે ફરજ બજાવી.મુંબઈ, ઈન્દોર,કાંકણપુર વગેરે ગામોમાં મંદિરોનું નવનિર્માણ અને કેટલીક જગ્યાએ જીર્ણોદ્ધાર કરી-કરાવીને સત્સંગનો અપાર રાજીપો મેળવ્યો.તેના ફળ સ્વરૃપે સને 1983ના વર્ષમાં સલવાવ વાપી ખાતે કચ્છ સ્વામિનારાયણ સત્સંગ સમાજના પ્રાથમિક સહયોગથી અને નાસિકના જ્ઞાનપુરાણી સ્વામીની બૌદ્ધિક મદદથી અને વાપીના હસમુખભાઈ પટેલ,શ્રીમતી કોકિલાબેન કનુભાઈ દરબારના આર્થિક સહયોગથી તેમજ આર્કિટેક શ્રી વસંતભાઈ-સલવાવના તેમજ સરકારી અધિકારી સાહેબો,દાતાશ્રીઓ,નાસિક,મુંબઈ, પુના,ઈન્દોર,સુરત,સાજણાવાવના સહયોગથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર ટ્રસ્ટની સ્થાપના થઈ.
સ્કુલનો આરંભ ઈ.સ.1984ના જુનમાં ફક્ત 35 બાળકોથી જિ.પ્રા.શિ.અધિકારી શ્રી આર.બી.તડવી સાહેબ અને શ્રી કનુભાઈ ગો.અમીન, મકરપુરા જેવા નિષ્ઠાવાન અધિકારીઓના સંપૂર્ણ સહયોગથી થયો.
આજે શ્રી હરિના પૂર્ણ પ્રતાપે અને વડીલ સંતોના અપાર આશીર્વાદ તથા સર્વના સહિંયારા પ્રયાસ અને નિષ્ઠાથી આ સંસ્થા વટવૃક્ષ સમાન બની છે.અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ સંત મંડળ,ટ્રસ્ટી મંડળ અને શિક્ષક મિત્રોએ પવિત્ર ધ્યેય સિદ્ધ કરવામાં પાછી પાની કરી નથી.જેથી દ.ગુજરાતમાં શિક્ષણ અને સંસ્કાર સિંચનમાં મોટી સફળતા સાંપડી છે.
આજે 20 વર્ષના ગાળામાં સાત એક જમીનના કેમ્પસમાં બાળમંદિરથી આરંભી પી.ટી.સી.કોલેજ સુધીનું શિક્ષણ લેતા 3,000 ઉપરાંત વિદ્યાર્થીઓ અને તાલીમાર્થી ભાઈ બહેનોથી કેમ્પસ નર્મદા ડેમની માફક ઉભરાઈ રહ્યુ છે.
અનેક પ્રકારના વૃક્ષો વેલીઓથી ગીચ ગાર્ડનો,રમત ગમતની સાધન સામગ્રીથી ભરપુર એવા આ સંસ્થાના પટાંગણમાં નયન રમ્ય બાળકોમાં શિક્ષણ અને આધ્યાત્મિકતાનો અનેરો સમન્વય સાથે આનંદ જોવા મળે છે.આ સંસ્થાનું સંચાલન ટ્રસ્ટ વતી શા.કપીલ સ્વામી અને બાબુ ભગત સંભાળે છે.
આ સંસ્થાનું શિક્ષણ કાર્ય અને સંતોની નિઃસ્વાર્થ સેવાભાવનાથી પ્રેરિત થઈને "ગાંધી આશ્રમ પૌંઢા"ના સંચાલિકા શ્રી ઈચ્છાબેન દેસાઈ-વલવાડા, ટ્રસ્ઠી શ્રી રામસિંહભાઈ પરમાર-ધરમપુર,શ્રી ભાણાભાઈ વેસ્તાભાઈ-અંભેટી,શ્રી મુકુંદભાઈ લિખિતે-ધરમપુર,શ્રી પ્રભુભાઈ પટેલ-ગણેશ સીસોદરાએ સ્વ.પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ-આણંદ અને વેડસીના શ્રી જુગતરામભાઈ દવેએ સ્થાપિત ગાંધી આશ્રમ,મોટા પોંઢા ટ્રસ્ટ અને 18 એકર જમીન આ સંસ્થાને સોંપ્યા પછી તેમાં જમીન લેવલ કરાવી ખેતી,ગૌસેવા, આદિવાસી બાળકોને છાત્રાલયમાં ફ્રિ શિક્ષણ સાથે લાલનપાલન કરવામાં આવે છે.
આ સંસ્થામાં સ્વામી વિજ્ઞાનવલ્લભદાસ અને ઓમકાર ભગતના સંન્નિષ્ઠ પ્રયાસથી સંસ્થા સ્વર્ગ જેવી બની છે.કોરી પાટી જેવા આદીવાસી બાળકોમાં સંસ્કારિતા,શિક્ષણ,ભજન,કીર્તન ખરેખર જોવા લાયક સાંભળવા લાયક છે.
આ ટ્રસ્ટની છ એકર જમીન સ્વા.હરિવલ્લભદાસ એજ્યુકેશન ટ્રસ્ટનેદાનથી આપેલ છે.અને ત્યાં પણ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની આશ્રમશાળા ચાલે છે.જેથી આ ટ્રસ્ટના સ્થાપકોના આદર્શ વિચાર 100 ટકા સાકાર થયા છે.જે પ્રત્યક્ષ જોવાથી ખ્યાલ આવશે.
Visit us on : www.ssksalvav.org
|