ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ આદેશને માથે ચડાવીને પરમપૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી નારાયણચરણદાસજી સ્વામીએ ગુજરાતના ભાવનગર જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ઈ.સ.1970માં 'શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ'સંસ્થાનો પ્રારંભ કર્યો.આ સંસ્થા આજે વિશાળ વટવૃક્ષ બનીને પાંગરી છે.
ગુરુકુળ સંસ્થાના દર્શન :-
- આલીશાન પ્રવેશદ્વાર અને કૃષિઉદ્યાન,વિશાળ પ્રાર્થના મંદિર અને તેમાં બિરાજતા બાલસ્વરુપ ઘનશ્યામ મહારાજ
- વિશાળ ભોજનાલય અને ટાઉનહોલ,રસોડા વિભાગ,સ્ટોરરુમ,સંતઆશ્રમ,અતિથિગૃહ,ઓફિસ
- છાત્રાલય,પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચત્તર માધ્યમિક અને ટેકનીકલ શાળાઓના અદ્યતન બિલ્ડિંગો,
સંસ્થા દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ:-
- પ્રાથમિક,માધ્યમિક અને ટેકનિકલ શાળા(બન્ને માધ્યમોમાં મળીને કુલ 4000 જેટલા બાળકો અભ્યાસનો લાભ લે છે)
- છાત્રાલય,ગૌસેવા,એન.એસ.એસ.
- દર મહિને નેત્રયજ્ઞ તથા સમયાંતરે દંતયજ્ઞ,સર્વરોગ નિદાન કેમ્પ,બ્લડ ડોનેશન કેમ્પ,પોલિયો, ટી.બી.વગેરેના વિનામૂલ્યે કેમ્પો.
- છાશકેન્દ્ર,અન્નક્ષેત્ર,કુદરતી કે રાષ્ટ્રીય આપત્તિવેળાએ સમાજ અને સરકારને મદદરુપ બનવુ.
- તેજસ્વી બાળકોને વિવિધ શિષ્યવૃત્તિઓ અને શિક્ષણ સહાય
- હોસ્પિટલ(જેમાં દાક્તરી તપાસ,દવા,લેબોરેટરી વગેરે ફક્ત રુ.5ના ટોકન ચાર્જથી કરી આપવામાં આવે છે.)
સંસ્થાનું વિઝન:-
1. સમાજમાંથી નિરક્ષરતા અને જડતા દુર કરી સુખાકારી,શિક્ષણ અને સ્વાસ્થ્યની અભિવૃદ્ધિ કરવી.
2. બાળકને દેશભક્ત,પ્રભુભક્ત,માતૃભક્ત,પિતૃભક્ત,ગુરુભક્ત,સદાચારી,નિર્વ્યસની અને કર્તવ્યશીલ બનાવવો.
સંસ્થાની સિદ્ધિ:-
- સંસ્થાના ચાર ભૂતપૂર્વ વિદ્યાર્થી I.A.S. જેવી દેશની ખૂબ જ મૂલ્યવાન સેવામાં સહભાગી થવા તાલીમી લઈ રહ્યા છે.
- તબીબી ઈજનેરી,કૃષિ કોમર્સ,આર્ટસ અને ઈલેક્ટ્રોનિક્સ જેવા વિષયોમાં ઘણાં વિદ્યાર્થીઓ સંસ્થાનું નામ રોશન કર્યુ છે.
- સંસ્થામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાંસ્કૃત્તિક,સાહિત્યિક,શારીરિક અને સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
- સાક્ષરતા અભિયાનમાં આ સંસ્થાએ ખુબ જ આગવો પ્રતિસાદ આપી સાવરકુંડલા શહેરને 100 ટકા સાક્ષર બનાવ્યુ.
- શાળાનું S.S.C.(ગુ.મા.)નું પરિણામ પ્રતિવર્ષ 90 ટકા જેટલુ અને અંગ્રેજી માધ્યમનું 100 ટકા આવે છે.
- તાલુકા,જિલ્લા,અને રાજ્યકક્ષાએ કબડ્ડી,બેડમિન્ટન,લાંબી દોડ,વોલીબોલ,વગેરે રમતોમાં સંસ્થાના બાળકો અગ્રેસર રહે છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,સાવરકુંડલા દ્વારા ચાલતી વિવિધ વિદ્યાશાખાઓ
- શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલય
- શ્રી એ.કે.ઘેલાણી માધ્યમિક વિદ્યાલય
- શ્રી સહજાનંદ પ્રાથમિક વિદ્યાલય-જેસર રોડ
- શ્રી સ્વામિનારાયણ માધ્યમિક વિદ્યાલય
- શ્રી લેટ કે.જે.બાખડા ઈંગ્લીશ મિડિયમ પ્રા.સ્કુલ
- શ્રી સ્વામિનારાયણ ઈંગ્લીશ મિડિયમ હાઈસ્કુલ
- શ્રી ઘનશ્યામ બાળમંદિર
સંસ્થાના વિકાસમાં શેઠશ્રી ધીરુભાઈ ઘેલાણી(મુંબઈ),શ્રી મનુભાઈ કોરડીયા(ડલાસ),શ્રી ગં.સ્વ.અમૃતબેન લાલજીભાઈ વેકરીયા(લંડન), લ્યાણભાઈ રવજીભાઈ વેકરીયા(લંડન),સ્વ. શેઠશ્રી જીવનલાલ ઓધવજીભાઈ બાખડા(મુંબઈ),ડૉ.જે.એમ.લાખાણી(મુંબઈ),શ્રી મહેન્દ્ર્ભાઈ પારેખ (ઘાટકોપર-મુંબઈ),ચંદ્રકાંન્ત મહેતા(સાવરકુંડલાવાળા)વિગેરેનો નોંધપાત્ર ફાળો છે.
સંસ્થાની વ્યવસ્થા પૂ.ઘનશ્યામ,પૂ.ભગવતપ્રસાદસ્વામી,પૂ.હરિહર સ્વામી,પૂ.હરિપ્રસાદસ્વામી,શ્રી ઘનશ્યામભાઈ કનકોટીયા,શ્રી ગિરિશભાઈ વ્યાસ વગેરે સંભાળી રહ્યા છે.
આ સંસ્થાની બીજી શાખા જેસર રોડ ઉપર છે.જ્યાં એક હજાર બાળકો બાળમંદિરથી ધોરણ 10 સુધી ધર્મ સાથે શિક્ષણ મેળવી રહ્યા છે.જેનું પરિણામ પ્રતિવર્ષ 90 થી 95ટકા આવે છે.
|