ખાનદેશ પ્રદેશમાં અ.નિ.સ.ગુ.શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણસ્વરૂપદાસજીએ બીજા અનેક સંતોની સાથે મળીને ગામડે ગામડે કથા પરાયણો,નૂતન મંદિર નિર્માણ અને જૂના મંદિરોના જીર્ણોદ્ધાર કરી નંદસંતોએ વાવેલ ત્સંગબીજને પોતાના અથાગ પરિશ્રમ વડે નવપલ્લવિત ઘેઘુર વટવૃક્ષનં સ્વરૂપ આપ્યુ.એ સત્સંગરૂપી છોડનું સંભાળપૂર્વક જતન થાય,એનો વ્યાપ વધે અને ત્યાંના બાળકોમાં આધુનિક શિક્ષણની સાથોસાથ સંસ્કાર,સંસ્કૃત્તિ,અને સત્સંગની ઉચ્ચ સમજ કેળવાય તથા સંસ્કૃત્તિના અણમોલ વારસાનું જતન કરી પ્રચાર-પ્રસાર થાય એ શુભ હેતુથી એમના શિષ્યો સ.ગુ.શ્રી.કે.કે.શાસ્ત્રી સ્વામી,સ.ગુ.ભંડારી સ્વામી, સ.ગુ.શ્રી પંડીતસ્વામી તથા સંતમંડળના સર્વે સભ્યોને ખાનદેશના પ્રતિષ્ઠિત હરિભક્તોના સાથ સહકારથઈ ખાનદેશના જલગાંવ જિલ્લાના ભુસાવળ શહેર પાસે ને.હાઈવે ન.6 પર શ્રી સ્વામિનારાયણ ગુરુકળનું સન 1999ના અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે ભૂસાવળના દાનવીર શેઠ શ્રી ગોપાલ ફકીરા પાટીલ પાસેથી પ્રાપ્ત થયેલ ચાર એકરની જમીન પર ખાત મૂહુર્ત કર્યુ અને જૂન 2000થી તૈયાર થયેલી ઈમારતમાં ગુરુકુળની શુભ શરૂઆત થી.
આ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ મરાઠી અને અંગ્રેજી એમ બંન્ને માધ્યમોમાં અભ્યાસનો લાભ મેળવે છે બંન્ને માધ્યમોમાં બાલમંદિર(જુનિયર કે.જી.)થી માંડી હાયર સેકેન્ડરી કક્ષા સુધીની ઉત્તમ શિક્ષણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યુ છે.ગુરુકળના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થઈઓ સંતોની છત્રછાયામાં માતૃપિતૃવત્ વાત્સલ્ય પામી શુભ સંસ્કારો મેળવી રહ્યા છે.
આ શિક્ષણ સંકુલમાં બંન્ને માધ્યમો માટે અલગ-અલગ સ્કૂલ-બિલ્ડીંગ્સ બાંધવામાં આવી છે.ઉપરાંત બે છાત્રાલયો,વિશાળ પ્રાર્થનામંદિર,ભોજનાલય,કોમ્પ્યુટર સેન્ટર,અદ્યતન વાંચનાલય,પુસ્તકાલય, લેબોરેટરી,વિશાળ પ્લેગ્રાઉન્ડ,ઈન્ડોર ગેઈમ્સ હોલ,સ્વીમીંગપુલ,જીમ્નેશીયમ,સંતનિવાસ,ગૌશાળા વગેરે સુવિધાઓ વડે સંકુલને સજ્જ કરી વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની સાથોસાથ ઉચ્ચ સંસ્કારો અને ભારતીય સંસ્કૃત્તિની કેળવણી આપી બાળકોનો સર્વાંગી વિકાસ કરી ઉત્તમ નાગરીકો તરીકે પ્રસ્થાપિત કરવાનો શુભ દ્રઢ સંકલ્પ સંસ્થા સેવે છે.
શ્રી સ્વામિનારાયણ પરમધામ - વાસદ
પ્રકાંડ વિદ્વતા અને ઉત્કૃષ્ટ વક્તૃત્વશક્તિથી વિભુષિત અ.નિ.સ.ગુ.શાસ્ત્રી કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી(ખાનદેશી સ્વામી)એ વડોદરા,સુરત,વીરસદ વગેરે મંદિરોમાં કોઠારી પદે રહીને મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યા.કાનમ,વાકળ અને ચરોત્તર પ્રદેશના સત્સંગનો બહોળો પ્રચાર કર્યો.અને અનેક હરિમંદિરોમાં જીર્ણોદ્ધાર કરવ્યો અને ચરોતર પ્રદેશના પ્રવેશદ્વાર સમા વાસદ ગામે ભવ્ય મંદિર અને સેવા સંસ્થાની સ્થાપના કરીને સત્સંગ સમાજમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કર્યુ.
સ.ગુ.શ્રી કે.કે.સ્વામી તથા સંતમંડળ દ્વારા આ મંદિરમાં અનેક પ્રકારની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ અને સમાજસેવાના સત્કાર્યો થાય છે.હીંડોળા,અન્નકૂટમહોત્સવ,પાટોત્સવ વગેરે ઉત્સોવોની સાથે સાથે અહીં મંદિરના છેલ્લા પાંચ વર્ષથી ઠાકરોજીના પાટોત્સવના દિવસે સમાજના તન,મન,ધનના સાથ સહકારથી "સનાતન હિન્દુ સમૂહલગ્નોત્સવ"નું ભવ્ય આયોજન થાય છે.જ્ઞાતિભેદથી અનેક રીતે વિખરાયેલા હિન્દુ સમાજમાં એકતાની ભાવના વિકસાવવાના શુભ હેતુથી અને દહેજપ્રથા વગેરે બદીઓને નાથવા પ.પૂ.શ્રી કે.કે.શાસ્ત્રીજીએ આ એક ક્રાન્તિકારી પગલુ ભરેલ છે.જેમાં સમસ્ત હિન્દુ સમાજની બધી જ જ્ઞાતિઓના યુવક-યુવતીઓ કોઈપણ ભેદભાવ વિના એક જ માંડવા નીચે એકત્ર થઈ હિન્દુ શાસ્ત્ર પદ્ધતિ મુજબ ઠાકોરજીની કૃપાદ્રષ્ટિ અને સંતો-મહંતોના શુભાશીર્વાદ સાથે દામ્પત્યજીવનમાં પુનિત પગલા માડે છે.અત્યાર સુધીના પાંચ હિન્દુ સમુહલગ્નોત્સવોમાં સત્સંગીઓ તથા આજુબાજુના ગામડાઓમાં વસતા આર્થિક રીતે કમજોર એવા 300 ઉપરાંત પરિવારોએ આ સમુહલગ્નોત્સવોનો લાભ લીધો છે. યાત્રિકોને પ્રસાદ તથા આરામની સુવિધા પુરુ પાડવી એ મંદિરની મુખ્ય સેવા પ્રવૃત્તિઓમાંની એક છે અને દર પૂનમે બધા દર્શનાર્થીઓને ઋતુ પ્રમાણે છાશ,ચા,વરિયાણીનું શરબત વગેરેની સુવિધા આપવામાં આવે છે.આ ઉપરાંત ગૌસેવા,આરોગ્યસેવા,ઉત્સવોના માધ્યમથી સંસ્કૃતિ રક્ષા અને સંસ્કારવર્ધન વગેરે સેવા પ્રવૃત્તિઓ શ્રી સ્વામિનારાયણ પરમધામ વાસદમાં અવિરત ચાલુ રહે છે.સંસ્થાએ હવે શિક્ષણ ક્ષેત્રે પણ સેવાના શ્રી ગણેશ કર્યા છે.
|