જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનની અંતર્ધ્યાન લીલા ભૂમિ આવેલ છે.જ્યાં ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગ માંહેના (સૌરાષ્ટ્ર સોમનાથમ્ ચ)સૌરાષ્ટ્રમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ બિરાજે છે.જ્યાં વનવિચરણ કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ વર્ણીવેશે પધારેલ છે.જ્યાં ત્રિવેણી સંગમ જેવું મહાનતીર્થ છે.એવા વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથધામમાં ઋષિકુળ પરંપરાનુંસાર સુસંસ્કારો સાથે ઉચ્ચશિક્ષણ આપતું સુપ્રસિદ્ધ ગુરુકુળ આવેલુ છે.જેનો ઈતિહાસ કંઈક આવો છે.
બ્રહ્મનિષ્ઠ તપોમૂર્તિ અ.નિ.સદગુરુ સ્વામી ભગવાનદાસજીના શુભાશીર્વાદથી સ.ગુ.કો.સ્વા. નારાયણસેવાદાસજીના શુભ સંકલ્પથી અને સદગુરુ શાસ્ત્રી પુરુષોત્તમચરણદાસજી (ઝુંડાલ ગુરુકુળ)ની શુભ પ્રેરણથી 1990માં નાનકડા એવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અને પ્રાથમિક શાળાની સ્થાપના કરી.
સન્ 1991માં શ્રી ઘનશ્યામ બાલમંદિરની શરુઆત કરી જે ભૂમિમાં એકલુ જ જંગલ હતુ તે જમીનને સ્વામી ધર્મકિશોરદાસજીએ પોતાના શરીરની ખેવના કર્યા વિના અને રાતદિવસ જોયા વિના સખત પરિશ્રમ કરી નંદનવન બનાવી દીધુ.
ધીમેધીમે ભગવાન,સંતો અને બાળકોને શુદ્ધ અને સાત્વિક દૂધ મળી રહે તે માટે સને 1996માં ગૌશાળાની સ્થાપના કરી.ગામમાં ચાલતી સરકારી હાઈસ્કૂલ કે જેનું પરિણામ 3 થી 18 ટકા સુધી આવતુ હતુ.તે હાઈસ્કૂલ સને 2000ની સાલમાં આ ટ્રસ્ટે સંભાળી સ્ટાફ ખૂબ જ ઓછો હોવા છતા જેનું એસ.એસ.સી.નું પરિણામ 30 થી 48 ટકા સુધી પહોંચાડેલ છે.
શ્રી પ્રભાસ કેળવણી મંડલ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળે સુવિધાયુક્ત અદ્યતન મકાનો બનાવી અને 2002ની સાલની હાયર સેકન્ડરી,પી.ટી.સી. કોલેજ તેમજ કોમ્પ્યુટર વર્ગ ચાલુ કરેલ છે.
અત્યારે આ ટ્રસ્ટ દ્વારા કરાટે,પૂર્વ સંરક્ષણ તાલી,ચિત્રસ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા,સુલેખન સ્પર્ધા,રમત-ગમત સ્પર્ધા,રાસ-ગરબા હરિફાઈ,સંસ્કૃત પરીક્ષા, હિન્દી પરીક્ષા,ગણિત,વિજ્ઞાન,પાયલોટીંગ પ્રોજેક્ટ પરીક્ષા વગેરેનું આયોજન નિયમિત રીતે થાય છે.
હાલમાં શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસજી,સ્વામી ધર્મકિશોરદાસજી અને સ્વામી માધવચરણદાસજીના પ્રત્યક્ષ માર્ગદર્શન તળે સંસ્થાની પ્રવૃત્તિ ચાલે છે.સંસ્થાના પ્રાણસમા આસોદરીયા હરેશભાઈ,ગુંદરણીયા હરેશભાઈ,વેકરીયા લલીતભાઈ,ગુંદરણીયા અલ્પેશભાઈ તથા દુધાત પ્રવિણભાઈની મદદથી સંસ્થા પ્રવૃત્તિ ચલાવે છે.તદુપરાંત સ્વામી પુરુષોત્તમચરણદાસજી(ઝુંડાલ),શ્રી વિજયભાઈ પી.શાહ(મુંબઈ), સ્વામી હરિપ્રકાશદાસજી(જુનાગઢ), શ્રી ચંદ્રકાન્તભાઈ દામાણી(વેરાવળ),શ્રી પુંડરીકભાઈ ગેરીય (વેરાવળ)વગેરેના સહકારથી સંસ્થા દિનપ્રિતિદિન પ્રગતિના સોપાન સર કરતી જાય છે.
સોમનાથ આંગણે,સંતોના સાનિધ્યમાં શ્રી પ્રભાસકેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓમાં નીચે મુજબના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી સુસંસ્કારો સાથે ઉચ્ચશિક્ષણ મેળવી રહ્યા છે.
સંસ્થા દ્વારા ચાલતા વિવિધ એકમો
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ(છાત્રાલય)
શ્રી ઘનશ્યામ બાલમંદિર
શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા
શ્રી એમ.જે.સ્વામિનારાયણ હાઈસ્કૂલ
શ્રી એમ.જે.સ્વામિનારાયણ ઉચ્ચ મા.શાળા
શ્રી સ્વામિનારાયણ પી.ટી.સી.કોલેજ
સંસ્થાની પેટાશાખા
સંસ્થા ભીડીયા પ્લોટમાં સને 1992માં સને 1992 નીચે મુજબના શૈક્ષણિક એકમો ચલાવે છે.
1. શ્રી ઘનશ્યામ બાલમંદિર
2. શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા
3. શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ
|