શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના વિદ્વાન અને સન્નિષ્ઠ સંત પૂ.શા.સ્વા.હરિવલ્લભદાસજીએ જૂનાગઢના ગામડાઓમાં સત્સંગ પ્રચાર-પ્રસાર કર્યો.ઘણાં વર્ષો સુધી વિચરણ કર્યુ અને દેવસેવાના અનેક કાર્યો કર્યા.પછી સુરતમાં સ્વામિનારાયણ મંદિર રાંદેરમાં રહીને દેવ સેવા તથા સત્સંગ કથાવાર્તા કરી સુરતના હરિભક્તોના દિલ જીતી લીધા.આ શિક્ષણક્ષેત્રની રાંદેર જેવા સુરતના પરા વિસ્તારમાં પડતી મુશ્કેલીઓ જોઈને પૂ.સ્વામીજીનું દિલ દ્રવી ઉઠ્યુ સમાજ અને રાષ્ટ્રનો સાચો મદાર શિક્ષણ સંસ્થાઓ ઉપર છે.તેથી સ્વામીજીએ રાંદેર વિસ્તારમાં જ શ્રી સ્વામિનારાયણ એચ.વી.વિદ્યાલયની સ્થાપના કરી. બાલમંદિરથી શિક્ષણના શ્રી ગણેશ કર્યા અને અનેક અવરોધો વચ્ચે પણ મક્કમતાપૂર્વક ક્રમશઃ આગળવધીને આ સંસ્થા આજે અનુસ્નાતક કક્ષા સુધી પહોંચી છે.શિક્ષણક્ષેત્રે આ સંસ્થાએ ઉત્તરોત્તર નામ રોશન કર્યુ છે.સુરતની અગ્રગણ્ય સંસ્થાઓમાં આજે એની ગણના થાય છે.
સંસ્થાની વિશિષ્ટતાઓ -
- વાતાનુકુલિત સંસ્થા વર્ગખંડો અને દરેક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ માટે આરામદાયક ટેબલખુરશી
- દરેક ખંડમાં આંખોને ગમે તેવા સફેદરંગના અદ્યતન બ્લેકબોર્ડ
- વિવિધક્ષેત્રના સામયિકો અને પુસ્તકોથી સજ્જ લાયબ્રેરી અને વાંચનાલય.
- ટી.વી.સર્કિટ કેમેરાથી સજ્જ ઓફિસ અને સ્ટાફરૂમ
- ફિજીક્સ,કેમેસ્ટ્રી અને લાયબ્રેરીની માટે અદ્યતન પ્રકારની પ્રયોગશાળા.
- ચિત્ર,સંગીત વગેરે માટે અલગ કલાખંડો અને ઈનડોર ગેમ્સ હોલ
- રમતગમત માટે વિશાળ મેદાન અને શાળાના પ્રાંગમમાં હરિયાળી લોન.
- લેટેસ્ટ પ્રકારના કોમ્પ્યુટરોથી સજ્જ કોમ્પ્યુટર લેબ અને ભવ્ય પ્રાર્થના ખંડ.
- ઈન્ટરનેટની અને ઓનલાઈન શિક્ષણની સુવિધા.
- દેશભક્તિગીત,મહેંદી,રંગોલી,પતંગ વગેરે વિવિધ સ્પર્ધાઓનું આયોજન.
- ક્રિકેટ,વોલીબોલ,ફૂટબોલ વગેરેની ટૂર્નામેન્ટ અને શૈક્ષણિક પ્રવાસોનું આયોજન.
- રાષ્ટ્રીય,સામાજિક અને શૈક્ષણિક ઉત્સવોની શાનદાર ઉજવણી.
- બાળકોને લાવવા લઈ જવા માટે વાહન વ્યવસ્થા.
-શિસ્ત અને સંસ્કારો સાથે શિક્ષણ.
સંસ્થા દ્વારા ચાલતા વિવિધ એકમો.
- બાલમંદિર ગુજરાતી અને અંગ્રેજી બંન્ને માધ્યમમાં
- પ્રાથમિક શાળા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને માધ્યમમાં
- માધ્યમિક શાળા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને માધ્યમમાં
- ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય
- B.P.T.(બેચરલ ઓફ ફિજીયોથેરોપી)
- M.P.T.(માસ્ટર ઓફ ફિજીયોથેરોપી)
- B.M.L.T.(બેચલર ઓફ મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી)
- B.H.M.(બેચલર ઓફ હોસ્પીટલ મેનેજમેન્ટ)
આ સંસ્થા માત્ર શિક્ષણક્ષેત્રે જ કાર્યરત છે એવું નથી.સંસ્થાના સંસ્થાપક અને આર્ષદ્રષ્ટા પૂ.શા.સ્વા. હરિવલ્લભદાસજીએ એક સંતના નાતે ભારતના મુકુટમણી સમા હિમાલયની ગોદમાં આવેલા હરિદ્વારમાં પણ ધાર્મિક અને સામાજિકક્ષેત્રે વર્ચસ્વ જમાવીને સુવર્ણ અક્ષરે નામાંકિત કર્યુ છે.
હાલ પૂ.શાસ્ત્રીજી મહારાજ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતપદે બિરાજમાન છે. |