|
|
|
|
|
પરમ પૂજ્ય સદગુરુ સ્વામી પરમસુખદાસજીના આશીર્વાદ અને પરમપૂજ્ય પુરાણી સ્વામી જગતપ્રકાશદાસજીની પ્રેરણાંથી 5 માર્ચ 1995ના રોજ શુભદિને શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળનો પ્રારંભ શાસ્ત્રી સ્વામી જગતસ્વરુપદાસજીના વડપણ હેઠળ થયો.35 વિદ્યાર્થીઓથી શરુ થયેલી આ વિદ્યાસંકુલમાં હાલ 1500 વિદ્યાર્થીઓ વિદ્યાજ્ઞાન સાથે જીવનઘડતરની કેળવણી મેળવી રહ્યા છે.
શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળએ સમાજનું એક અભિન્ન અંગ છે.ગુરુકુળમાં બાળકનો માનસિક, શારીરિક અને સાંવેગિક એમ સર્વાંગી વિકાસ થાય છે.ગુરુકુળમાં વિદ્યાર્થીને માત્ર અક્ષરજ્ઞાન જ નથી અપાતુ.પરંતુ તેની સાથે સાથે તેનામાં આદર્શ નાગરિક,સંસ્કારી વ્યક્તિત્વનો વિકાસ થાય તેવા જીવન મુલ્યોનું સિંચન પણ કરે છે.
શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં બાલભવનથી 12 ધોરણ(સામાન્ય પ્રવાહ)સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.માધ્યમિકનું બોર્ડનું પરિણામ 80 ટકા અને ઉચ્ચતર માધ્યમિકનું 100 ટકા જેવું સફળ પરિણામ આવે છે.જિલ્લા કક્ષાની યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં પણ ગુરુકુળના વિદ્યાર્થીઓ ઝળકતા રહે છે.
બાળકોના સર્વાંગી વિકાસ થાય,સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા તેનામાં સંસ્કારોનું સિંચન થાય,સુષુપ્ત શક્તિઓ ખીલે તેવું વાતાવરણ મળે, કારકિર્દી સંગીન બને અને બાળક ઉજ્જવળ ભવિષ્ય તરફ ગતિ કરે તે માટે સંસ્થા હરહંમેશ પ્રયત્નશીલ છે.
શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળના સૌમ્ય અને સ્વચ્છ વાતાવરણમાં સંપૂર્ણ ભૌતિક સુવિધા,વિનયી અને કુશળ શિક્ષકગણ તથા અનુભવી સંચાલન થકી બાળકોને ઉત્તમ શિક્ષણ આપવાનો અવિરત પ્રયત્ન થઈ રહ્યો છે.વિશાળ વાલી વર્ગનો વિશ્વાસ સંપાદન કરી આ સંસ્થા પ્રગતિના સોપાનો સર કરી રહી છે.
વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને વાલીઓની લાગણી અને માંગણીને માન આપીને ચાલુ વર્ષ જુન 2007થી સંસ્થા બી.એડ. શરુ કરી રહી છે.
સંસ્થાની વિશિષ્ટતાઓ
- સંપૂર્ણ હવા ઉજાસવાળા વિશાળ વર્ગખંડો
- રમતગમતનું વિશાળ મેદાન
- નયનરમ્ય બાગ
- ચોમેર લીલોતરી અને વૃક્ષોની આચ્છાદિત શાંત વાતાવરણ
- કોમ્પ્યુટર પ્રેકટીકલ અને થીયરીકલ શિક્ષણ
- વિશાળ પ્રાર્થનાખંડ(ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે તેવું મંદિર)
- લાયબ્રેરી અને કોમ્પ્યુટર લેબ
- અદ્યતન પ્રયોગશાળા
- શિક્ષણ સાથે સતત સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન
- શિક્ષકોને તજજ્ઞોનું સતત માર્ગદર્શન,પ્રેરણાં અને પ્રોત્સાહન
- તદન મામુલી ફીમાં ગુણવત્તાસભર શિક્ષણ
|
 |
 |
|
|
|
|