લગભગ 60 વર્ષ પહેલા મૂળીના સદગુરુ ગોપીવલ્લભદાસજીએ વિક્રમ સંવત 1999માં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ ગુરુકુળની સુરેન્દ્રનગરમાં સ્થાપના કરી શૈક્ષણિક મહાયજ્ઞનો પ્રારંભ કર્યો અને ત્યારબાદ તો પૂ.આચાર્ય મહારાજ શ્રી તથા અનેક વિદ્વાન સંતદો આ મહાયજ્ઞને વેગ આપતા ગયા. સંસ્કાર સિંચન અને જ્ઞાનનું મહાઅભિયાન શરૂ થયુ સંજોગોવશાત્ બંધ થઈ ગયેલ સુરેન્દ્રનગર ગુરુકુળને અ.નિ.પ.ભ.શ્રી છોટાલાલ(સોલીસીટરે)પોતે મોટા પ્રમાણમાં દાન આપીને પુનઃશરૂ કરાવ્યુ અને સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન નામ આપ્યુ તથા ઈતિહાસનું પુનરાવર્તન ન થાય તે માટે પુ.શાસ્ત્રી નારાયણસેવાદાસજી સ્વામીની અનિચ્છા હોવા છતા ખૂબ આગ્રહ કરીને આ સંસ્થાની જવાબદારી સુપ્રત કરી.સંતના કઠોર પરિશ્રમ અને કુશળ સંચાલનથી ખૂબ નાની એવી સંસ્થાએ આજે અનેક પ્રગત્તિના સોપાનો સર કરી વિકાસ કૂચ કરી છે.
સંસ્થાના વિકાસ ગાથાની આછેરી ઝલક
* શિક્ષણક્ષેત્રે -
1. વિશાળ પ્રાર્થના હોલ બનાવ્યો.
2. 300 જેટલા વિદ્યાર્થીઓ આરામપૂર્વક રહી શકે તેવું અદ્યતન સગવડતાવાળુ છાત્રાલય.
3. એક સાથે 300 વિદ્યાર્થીઓ જમી શકે તેવું આધુનિક ભોજનાલય.
4. વિદ્યાર્થીને વાંચવા માટે અલગ રીડીંગ હોલ.
5. સંતોને રહેવા માટે બે માળનો સુંદર સાધુ આશ્રમ
6. શ્રી જી.સી.શાહ સ્વામિનારાયણ હાઈસ્કૂલ બે માળની મોટા પ્લે-ગ્રાઉન્ડ સાથે.
7. આજુબાજુના લગભગ 200 જેટલા ભાઈ બહેનોને ભજન-ભક્તિ કરવા માટે અલગ સત્સંગ હોલ
8. સુંદર અને ભવ્ય ટાવર સાથે પ્રવેશદ્વાર
9. લાઈબ્રેરી હોલ તેમજ ટેકનીકલ સુવિધાવાળુ બાળકો માટે અલગ કોમ્પ્યુટર સેન્ટર વિકસાવ્યુ.
10 સહજાનંદ ભવન ધો-10 પછીના બાળકોને રહેવા માટે આધુનિક સુવિધાવાળુ મકાન
* સાંસ્કૃત્તિક ક્ષેત્રે - પોતાની આંતરિક શક્તિઓને ઓળખે અને વિકાસ કરે તે રીતે બાળકોને સ્વામિનારાયણ વિદ્યાર્થીભુવન તેમને પર્યાવરણ પુરૂ પાડે છે.સંસ્થાના બાળકોને અમદાવાદ,ગઢપુર,વડતાલ,સુરત, ભરૂચ,ગોધરા,મુંબઈ,મૂળી વગેરે અનેક સ્થળોએ ભવ્ય સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ કર્યા છે અને પૂ.આચાર્ય મહારાજ શ્રી તથા અનેક સદગુરુ સંતો મહંતો તેમજ મુખ્ય મંત્રી,ગવર્નર અને સત્સંગના અગ્રગણ્ય હરિભક્તોએ આવા કાર્યક્રમો નિહાળી બાળકોને ખૂબ પ્રોત્સાહીત કર્યા છે અને આશીર્વાદ આપ્યા છે.
* સાહિત્ય ક્ષેત્રે - સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની શિષ્ય પરંપરાના સંતોએ સાહિત્ય પ્રેમનો વારસો જાળવી રાખ્યો છે સંપ્રદાયના કેટલાય અપ્રગટ ગ્રંથોને પ્રગટ કર્યા છે.આ જ્ઞાનયજ્ઞ અવિરત ચાલતો જ રહે છે. સંસ્થાએ લગભગ 26થી વધુ નાના મોટા ગ્રંથો,પુસ્તકોનું પ્રકાશન કર્યુ છે.સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની વિરાટ સાહિત્યવારસાનો પ્રસાર પ્રચાર થાય તે માટે સમગ્ર ભારતની સાહિત્ય પરિસંવાદનું ઉદઘાટન કર્યુ હતુ અને મુખ્યમંત્રીએ સમાપન કર્યુ હતુ.આમ સંસ્થા દ્વારા અતિભવ્ય બ્રહ્માનંદ સાહિત્ય પરિસંવાદ મહોત્સવ યોજાયો હતો.
* સેવાકીય પ્રવૃત્તિઓ - ભૂકંપ વખતે આસંસ્થાએ ખૂબ જહેમત ઉઠાવી ગામોગામ ફરી જરૂરીયાતવાળાના ઘરે ઘરે જીને સહાયતા કરી હતી.
* અનોખુ અભિયાન - સંસ્થા દ્વારા ગરીબ વ્યક્તિને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર નિદાન તથા દવા કરાવવાનો તમામ ખર્ચ આપવામાં આવે છે.
આ સંસ્થાના આર્ષદ્રષ્ટા સંત શ્રી નારાયણસેવાદાસજીએ...
* મૂળી મંદિરમાં વર્ષો સુધી કમિટિમાં ટ્રસ્ટી તરીકે રહી સેવાઓ આપી.
* મૂળી મંદિરિમાં નિજ મંદિર તથા પ્રદક્ષિણામાં આરસ પથરાવ્યો અને સુવર્ણના ધ્વજદંડની સેવા કરી.
* મૂળી મંદિરમાં બેનમુન કાષ્ટકલાની હવેલીનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને વિશાળ પાણીની ટાંકી બનાવડાવી.
* વર્ષો સુધી અનેક ગામડાઓમાં ફરી સત્સંગ મંડળો સ્થાપી સત્સંગની વૃદ્ધી કરી અને દેવધર્માદાની સેવાઓ કરાવી.
|