"સંસ્કાર હિનં ન પુનન્તિ વેદાઃ"
"સંસ્કાર વિનાના માનવીને વેદો પણ પવત્ર કરી શકતા નથી."
આજે જીવનમૂલ્યોનો હ્રાસ થઈ રહ્યોછે.ઉગતી પેઢી વિદ્યાભ્યાસથી દૂર થતી જાય છે.અને વ્યસનોના ચક્કરમાં ફસાતી જાય છે.આપણી સામે એક મોટો પડકાર આવીને ઉભો છે.જીવનમાં સુખી થવા માટે શિક્ષણથી પણ અધિક મહત્વ સંસ્કારનું છે.
આપણે સૌ એ વાતથી સુવિદિત છીએ કે આજે બાળકોની અભ્યાસ ઉપરથી રુચી ઓછી થતી જાય છે.પાન-મસાલા વગેરે ખોટા વ્યસનો, અવળે માર્ગે દોરનારા ખરાબ મિત્રો તેમજ ફેશનોના બહુવિધ પ્રલોભનોના કારણે બાળકોમાં હિસાબ ના રાખી શકાય તેટલા પ્રમાણમાં કુસંગ ફેલાતા જાય છે.વધુમાં ભારતીય સંસ્કૃત્તિનો નાશ કરનાર સિનેમા બાળકોનું ઘડતર બગાડે છે.ત્યારે ખીલતુ બાળક નિરાશાના વંટોળમાં ઘેરાઈને અંતે દુઃખી થઈ જાય છે જેને કારણે મા-બાપની આશાઓ ઉપર પાણી ફરી વળે છે અને જીવનમાં પારાવાર દુઃખ અનુભવે છે.
આ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આશ્રમો અને ગુરુકુળો દ્વારા ભગીરથ કાર્ય કરી રહ્યા છે.જેમાં આજનો બાળક સંતો અને સંનિષ્ઠ કર્મચારીગણની દેખરેખ હેઠળ પોતાની ઉત્તમ કારકિર્દી બનાવવા સવાર સાંજ પ્રાર્થના,કસરત જેવી દૈનિક વિવિધ પ્રવૃત્તિ સાથે નિર્ભયતા અને શિષ્ટતા કેળવે,ખોટા વ્યસનો તેમજ ફેશનોથી દૂર રહીને રાષ્ટ્રીયભાવના કેળવે,સમાજ,સ્વજનો અને મા-બાપના બની રહે તેવું વાતાવરણ પ્રાપ્ત કરી શકે તેવા શુભાશયથી ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગઢડાથી ફક્ત નવ કિ.મી. દૂર ટાટમ-ગોરડકા વચ્ચે સ્ટેટ હાઈવે નં.21 ઉપર શ્રી નિલકંઠ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ સદવિદ્યા આશ્રમની સ્થાપના કરવામાં આવી છે.
આ સંસ્થાએ 8 એકરના વિશાળ સંકુલમાં પ્રાથમિકશાળા,હાઈસ્કુલ,પ્રાર્થના મંદિર,છાત્રાલય, ભોજનાલય,રમતગમતના તમામ સાધનો સાથે વિશાળ મેદાન,કોમ્પ્યુટર સેન્ટર,લાઈબ્રેરી પ્રયોગશાળા, અતિથિગૃહ,ગૌશાળા વિગેરેનું વિશાળ આયોજન શરૂ કરેલુ છે.આવનાર બે વર્ષમાં સંસ્થા સંપૂર્ણ સાકાર સ્વરૂપ પ્રાપ્ત કરી શકે તેવું લક્ષ્ય છે.છાત્રાલયનું બાંધકામ હાલ નિર્માણાધિન છે.
ખુદ શ્રીજી મહારાજ જેમને ગુરુ તુલ્ય માનતા તેમજ સત્સંગની માનું બિરુદ આપેલ એવા મહાનસંત શ્રી મુક્તાનંદ સ્વામીની સીધી પરંપરાના તપોનિષ્ઠ અ.નિ.સ.ગુ.સ્વા.વિષ્ણુપ્રસાદદાસજી(મોટા) તેમજ પૂ.પુરાણી સ્વામી સ્વયંપ્રકાશદાસજીના શુભ આશીર્વાદ અને પ્રેરણાથી આ સંસ્થાની શુભ શરૂઆત થયેલ છે.
ટૂંક સમયમાં આ સંસ્થાની પ્રગતિ દિન-પ્રતિદિન વધતી જાય છે.ગુરુકુળનું માહોલ ઉભી કરતી સંસ્થા અવિરત વિકાસની પગદંડી પર અગ્રેસર બનવા તત્પર છે.આ સંસ્થાનો શિક્ષણ એ જ ઉદ્દેશ નથી,સાથો સાથ સામાજિક કાર્ય કરવાની પણ ઈચ્છા છે.
આ સંસ્થા એકદમ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હોવાથી આર્થિક સમસ્યાને લક્ષમાં લઈને નોર્મલ ફિમાં રહેવા જમવા સાથે સંપૂર્ણ સુવિધા આપે છે.
સંસ્થામાં પૂ.સ્વામી સૂર્યપ્રકાશદાસજી,સ્વામી ભક્તિતનયદાસજી તથા શા.શ્રીજીચરણદાસજી વગેરે સેવા આપે છે.
સંસ્થા દ્વારા ચાલતા વિવિધ એકમો
1. શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા ધોરણ 5 થી 7
2. શ્રી સહજાનંદ હાઈસ્કુલ ધો 8 થી 10
3. સ્વામી મુક્તાનંદ છાત્રાલય
4. શ્રીજી કોમ્પ્યુટર ક્લાસીસ
5. શ્રી નિલકંઠ લાઈબ્રેરી
6. શ્રીજી લેબોરેટરી
7. શ્રી નિલકંઠ ગૌશાળા
8. સામાજિક સેવા કાર્યાલય
|