ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના શહેરમાં આ વિસ્તારના લોકોની લાગણી અને માગણીને માન આપીને માત્ર એક જ દશકા પૂર્વે શાસ્ત્રી સ્વામી માધવદાસજી દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની સ્થાપના કરવામાં આવી છે.
સર્વપ્રથમ ધો.1 થી 10 સુધીની અંગ્રેજી શાળા અને સમયાન્તરે ધો 1 થી 12 સુધીની ગુજરાતી શાળા શરુ કરવામાં આવી.
આ શૈક્ષણિક સંકુલનું વાર્ષિક વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 95 થી 98ટકા આવે છે.
હાલ આ સ્કુલમાં 2200 જેટલા વિદ્યાર્થીઓ અને હોસ્ટેલમાં 200 જેટલા વિદ્યાર્થીઓ સંસ્કાર અને સત્સંગ સાથે સંતોના સાનિધ્યમાં શિક્ષણ મેળવી રહ્યા છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ચાલતા વિવિધ એકમો :-
1. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી બી.એડ.કોલેજ,ઉના
2. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી પી.ટી.સી. કોલેજ,ઉના
3. શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય-ઉચ્ચતર મા.શાળા,ઉના
4. શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય-માધ્યમિક શાળા,ઉના
5. શ્રી સ્વામિનારાયણ ઈંગ્લીશ મીડિયમ સેકન્ડરી સ્કુલ,ઉના
6. શ્રી એમ.એમ.ગાંધી સ્વામિનારાયણ ઈંગ્લીશ મીડીયમ પ્રાથમિક શાળા,ઉના
7. પૂ.જગજીવન બાપુ સ્વામિનારાયણ વિદ્યાલય પ્રાથમિક શાળા,ઉના
8. શ્રીજી વિદ્યાલય,ઉના
9. શ્રી સ્વામિનારાયણ ઈંગ્લીશ મીડિયમ સ્કુલ,ફુદમ-દીવ
10 શ્રી સ્વામિનારાયણ બાલમંદિર ગુજરાત/અંગ્રજી,ઉના
11 શ્રી ઘનશ્યામ ગૌશાળા,ઉના
12 શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્ટેલ,ઉના
* સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ :-
- દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા અપાતુ શિક્ષણ
- સંસ્કૃત વિષયનું અપાતુ વિશિષ્ટ શિક્ષણ
- વિજ્ઞાનમેળા,પર્યાવરણ શિબિર,પ્રવાસ,ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વગેરે
- નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા,રમતગમત સ્પર્ધા,યુવામહોત્સવ,યોગશિબિર વગેરે
* ધાર્મિક પ્રવૃત્તિઓ:-
- નિત્યપૂજા,ભગવદઆરતી,સ્તુતિ,સ્તોત્ર પઠન, હનુમાનચાલીસાગાન, નિત્યકથાવાંચન, શ્રવણ, ધાર્મિકવ્રતોનું પરિપાલ અને ગૌસેવા
* સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ:-
- છેલ્લા છ વર્ષથી દર મહિનાની 18મી તારીખે વિનામુલ્યે નેત્રયજ્ઞ
- સમયાંતરે દંતયજ્ઞ,સર્વરોગ નિદાન કેમ્પ,બ્લડ ડોનેશન કેમ્પ વિગેરે
- કુદરતી આપત્તિવેળાએ વિવિધ રાહતકાર્યો
* સંસ્થાનું વિઝન
સદાચારી માનવ ઘડતર,બાળકનો સર્વાંગી વિકાસ,વિનમ્ર સર્જનશીલ,માતૃપિતૃભક્ત,નિર્વ્યસની માણસનુ ઘડતર
સંસ્થાનું સંતમંડળ |
|
પુજારી સ્વામી ધર્મનંદનદાસજી
ભગવતપ્રસાદ સ્વામી(બી.એ.)
શાસ્ત્રી લક્ષ્મીનારાયણ સ્વામી.(બી.એ.બી.એડ)
|
|
|