આજથી આઠેક વર્ષ પહેલા સને.1995માં વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામે ગુરુકુળ સ્થાપના ચક્રો ગતિમાન થયા.સારાયે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ,બ્રહ્મનિષ્ઠ વિદ્યાનુરાગી અ.નિ.સ.ગુ. શાસ્ત્રી સ્વામી ગોપાળચરણદાસજી(ચરાડવાવાળા)ના કૃપાપાત્ર વિદ્વાન શિષ્ય સ.ગુ.શાસ્ત્રી સ્વામી ગોવિંદપ્રસાદદાસજી અને તેમના નવયુવાન,ઉત્સાહી અને કાર્યકુશળ શિષ્ય શ્રી હરિપ્રકાશ સ્વામી વાઘોડિયા આવ્યા.
અ.નિ.મોરારભાઈ લલ્લુભાઈ પટેલે ગુરુકુળ માટે ઉદારતાથી જમીન આપી આર્થિક સહયોગ આપ્યો.સંતોના અથાગ પરિશ્રમ અને શિક્ષણપ્રેમી, ઉદાર દાનવીર સ્નેહી દાતાશ્રીઓ વડોદરાના પ.ભ.શ્રી દલસુખભાઈ રામજીભાઈ(ડી.આર.)પટેલ(બાપુજી)ન્યુયોર્કના પ.ભ.ગુરુભાઈ શ્રી નિરંજનભાઈ ત્રિકમભાઈ પટેલ(જુનારામપુરવાળા)તથા બાલસખા પ.ભ.શ્રી ત્રિભોવનદાસ શંકરભાઈ પટેલ (આણંદવાળા)વડોદરાના પ.ભ.ડૉ.શ્રી દીપકભાઈ અને ટ્રસ્ટીશ્રી પ્રકાશ એન.પટેલ તથા સ્વ.શ્રી ફુલચંદભાઈ દલસુખભાઈ પંચાલ વિગેરે સ્નેહી દાતાઓના ઉદાર સહયોગથી બહુ ટુંક સમયમાં જ ગુરુકુળ સાકાર થયુ.
સન્ 1997 જુનથી ધો.5,6,અને7ની શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા અને જુન 1998થી શ્રી સ્વામિનારાયણ માધ્યમિક શાળા(ધો.8,9,10)તેમજ સને.2002થી શ્રી સ્વામિનારાયણ પી.ટી.સી. કોલેજ શરુ થઈ.આ ત્રણે સંસ્થા સરકાર માન્ય છે.અને નોનગ્રાન્ટેબલ/સ્વનિર્ભર છે.હાલમાં ત્રણેયના થઈને લગભગ 400 ઉપરાંત વિદ્યાર્થી બાળકો ,યુવાનો વિદ્યાભ્યાસ કરી રહ્યા છે.તેમાં કુલ 310 વિદ્યાર્થીઓ તો સંસ્કાર અને સાધન સંપન્ન છાત્રાલયમાં જ રહીને અભ્યાસની સાથે માનવતાના અમૂલ્ય મૂલ્યો અને નિર્વ્યસની,સદાચારી સુસંસ્કારો મેળવી રહ્યા છે.
સંસ્થામાં પ્રાથમિક,માધ્યમિક શાળા તથા પી.ટી.સી.કોલેજના સુવિધાયુક્ત અદ્યતન વિશાળ ભવનો તથા સુવિધાપૂર્ણ હોસ્ટેલ બિલ્ડીંગો તથા શ્રી સ્વામિનારાયણ ગૌશાળા(જેમાં નાનીમોટી 34 ગાયો છે.)તેમજ શ્રી સ્વામિનારાયણ આરોગ્યધામ(દવાખાનું)વિગેરે સંકુલો સંપૂર્ણ કાર્યરત છે. સંસ્થાની વિશાળ લાયબ્રેરી તથા લેબોરેટરી પણ છે. વાઘોડીયા ગામથી આશરે બે કિ.મી.દૂર નિરવ શાંત એકાંત,કુદરતી પર્યાવરણમાં આ ગુરુકુળે ફક્ત પાંચ વર્ષના ટૂંકાગાળામાં ઘણીબધી પ્રગતિ કરી છે અને ચોમેર સુવાસ પ્રસરાવી છે સંસ્થા પાસે હાલમાં 11 એકર જેટલી વિશાળ જમીન પણ છે.
સંસ્થામાં સને ઓક્ટો.03માં વાઘોડીયા તાલુકા કક્ષાનો યુવા પ્રતિભાશોધ સાંસ્કૃતિક મહોત્સવ ઉજવ્યો તથા ઓક્ટો.03માં વડોદરા જિલ્લાના 39મા ભવ્ય વિજ્ઞાનમેળાનું સુંદર આયોજન કર્યુ હતુ જેનું ઉદઘાટન માનનીય શિક્ષણમંત્રી શ્રી આનંદીબેન પટેલે કર્યુ હતુ.વિજ્ઞાનમેળામાં ભાગ લીધેલ 315 શાળાઓને શિલ્ડો તથા 800 ઉપરાંત વિદ્યાર્થીઓને મેડલો તથા પ્રમાણપત્રો ગુરુકુળ તરફથી અર્પણ કરી સહુને અતિ પ્રોત્સાહિતિત કરી સહુને અતિ પ્રોત્સાહિત કર્યા હતા.તેમજ વડોદરા જિલ્લામાં છ ફરતા શિલ્ડો પણ અર્પણ કર્યા હતા.તેમજ ડીસે.03ના રોજ વડોદરા જિલ્લા પી.ટી.સી.કોલેજ આંતર મહોત્સવનું પણ ભવ્ય આયોજન કર્યુ હતુ.તેમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતા થયેલા તાલીમાર્થી ભાઈબહેનોને પણ મેડલો અર્પણ કર્યા હતા. આમ,ટૂંકા સમયમાં ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અપાર કૃપાથી આ સંસ્થાએ ઘણી બધી પ્રગતિ કરી છે.
સંસ્થા બી.એડ.કોલેજ તથા આઈ.ટી.આઈ.(કોમ્પ્યુટર કોર્સ)કોલેજો ચાલુ કરવા કાર્યરત છે.
સંસ્થાના સંસ્થાપક અને સંચાલક પૂ.ગોવિંદપ્રસાદસ્વામી તથા પૂ.હરિપ્રકાશ સ્વામી વગેરે તેમનું શિષ્યમંડળ તથા વિવિધ વિદ્યાલયોના આચાર્યશ્રીઓ શિક્ષકો અને કર્મચારી ગણ સંસ્થાના વિકાસ માટે સતત જહેમત ઉઠાવી રહ્યા છે.
|