ગઢપુરના પુરાણી સ્વામી જગતવિહારીદાસજીના શિષ્ય પૂ.સ્વા.હરિસેવકદાસજીએ નાની ઉંમરમાં વડીયા,ગોંડલ,વંથલી,નાસિક વગેરે મંદિરોમાં સેવાઓ કરી સૌ સંતો ભક્તોને રાજી કર્યા.
સત્સંગમાં સતત વિચરણ કરવાથી એકવાત તેમના ધ્યાનમાં આવી કે નવી પેઢીમાં સત્સંગના સંસ્કારો જાળવવા હોય,વ્યસન અને ફેશનની ભારતા ભાવિને ઉગારવું હોય તો સત્સંગ સાથે શિક્ષણ વિના નહીં ચાલે. કોઈ જગ્યાએ એક સરસ શિક્ષણ સંસ્થા સ્થાપવાનો વિચાર તેમના માનસપટ પર અંકુરિત થયો.
પૂ.સ્વામીની ધગશ,ધીરજ અને વ્યવહાર કુશળતા જોઈને નાસિકના પૂ.જ્ઞાનપ્રસાદ પુરાણી સ્વામીને આ સાધુ માટે સદભાવ જાગ્યો તેમની સેવાનુ સુવાસથી પ્રેરાઈને પૂ.સ્વામીજીએ "નાસિક તપોવન બ્રહ્મચર્યાશ્રમ"ની જ એક શાખારૂપ સંસ્થા ખોલવાની પ્રેરણા આપી.
સ્થળ તપાસ કરતા આદિવાસી વિસ્તાર પર પસંદગી ઉતારી.સલવાવના પૂ.પુરાણી કેશવચરણદાસજીએ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સેવાની અને સત્સંગની ખૂબ સારી સુવાસ ફેલાવી છે.તેમનાથી પ્રભાવિત અને પ્રેરીત થઈને પૂ.સ્વામીજીને પણ આદિવાસી વિસ્તારમાં સેવા કરવાની મહેચ્છા થઈ.સારા સેન્ટરમાં તો સૌ કરે.આદિજાતીનું કોણ ? લીલીછમ,વનરાજીથી ઘેરાયેલા એવા નવસારી જિલ્લાના વલોટી ગામે નાસિકવાળા પૂ.જ્ઞાનસ્વામી તથા સલવાવવાળા પૂ.કેશવપુરામી સ્વામીના સાથ,સહકાર, પ્રેરણા,મદદ અને માર્ગદર્શન મુજબ શ્યામસુંદર આશ્રમની સ્થાપના કરવામાં આવી.આ સંકુલમાં વેદાન્તરૂપ સ્વામીના અથાગ પરિશ્રમને ભૂલી શકાય તેમ નથી.આમ,સર્વ સંતો,ભક્તોના સહયોગથી દિવસે દિવસે આ સંસ્થા એક એક સોપાનો સર કરતી જાય છે.
આ વિદ્યાના કેમ્પસમાં હાલ નર્સરીથી ધો.3 સુધીમાં 400 બાળકો અંગ્રેજી માધ્યમમાં સંસ્કારો સાથે શિક્ષણ મેળવી રહ્યા છે.આજુબાજુના 13 ગામોમાંથી બાળકો સંસ્થાની સ્કૂલ બસ દ્વારા આવીને અહીં શિક્ષણ પ્રાપ્ત કરે છે.સાથેસાથે સંગીત,બાળવાર્તાઓ,સુલેખન સ્પર્ધા,રંગપૂર્તિ હરિફાઈ,વેશભૂષા, વક્તૃત્વ સ્પર્ધા કોમ્પ્યુટર દ્વારા અદ્યતનમાં અદ્યતન અને તે પણ સુસંસ્કારોથી અલંકૃત એવું શિક્ષણ હાલની તકે આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને તેની સારી સુવાસ સમાજના એક એક માણસ સુધી પહોંચી છે.
ભવિષ્યમાં સંસ્થા S.S.C./H.S.C.સુધી આગળ વધવાની નેમ રાખે છે.અદ્યતન સાયન્સ લેબોરેટરી,કોમ્પ્યુટર લેબ,લાયબ્રેરી વગેરેની સગવડતાઓ ઉભી કરવા માંગે છે.દરવર્ષે સંસ્થામાં એન્યુઅલ ડે સાંસ્કૃત્તિક કાર્યક્રમોની સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવે છે.શહેરથીદૂર પ્રાકૃત્તિક હરિયાળા વાતાવરણમાં સંતોના સાનિધ્યમાં બેસીને બાળકો જ્યારે કરે છે ત્યારે એમ લાગે કે ઘોરકળીકાળમાં એક સાંદીપની ઋષિ બીજારૂપમાં આવીને વલોટીના શ્યામસુંદર આશ્રમને અને વિદ્યાપ્યાસી વિદ્યાર્થીઓને સદબોધ આપે છએ.સંસ્થામાંથી જરૂર શ્રી કૃષ્ણ અને સુદામા જેવા વિદ્યાર્થીઓ નીકળશે એવી આશા છે.
સંસ્થાની કાર્ય પ્રણાલી જોઈને દાતાઓ પણ પોતાના ધનને વિદ્યાદાનમાં આપ્યા વગર કેમ રહી શકે ?
અનેક નામી અનામી શિક્ષણપ્રેમી ભાઈઓનો સાથ સહકાર મળી રહ્યો છે.
|