સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહના સંદેશનો પ્રસાર પ્રચાર,સમાજનું આધ્યાત્મિક, શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન કરવાના શુભાશયથી શાસ્ત્રી સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજીએ શ્રી સ્વામિનારાયણ સર્વમંગલ ટ્રસ્ટની જુન 1986ના રોજ સ્થાપના કરી.
જરુરીયાતવાળા આદિવાસી વિસ્તારમાં ભારતીય સંસ્કારયુક્ત અને ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો શુભસંકલ્પ કર્યો.'સારા કામમાં સો વિઘ્ન'આવે છતા ઘણું બધું જતુ કરીને સંકલ્પ સાકાર કરવા અમેરિકા સ્થિત શ્રી રાજેશભાઈ એન.પટેલ(વાલમવાળા હાલ-ન્યુજર્સી)ના તન,મન અને ધનથી સહકારથી 15મી ઓગષ્ટ 99ના રોજ મે.ટ્રસ્ટી શ્રી લક્ષ્મીપ્રસાદ એમ.શાસ્ત્રી તથા ટ્રસ્ટી શ્રી ભાનુપ્રસાદ એલ.શાસ્ત્રીએ બે ત્રણ માસ અમેરિકા પ્રવાસમાં પ્રવચનો,પધરામણી,મહાપૂજા,ઉદઘાટન જેવા શુભ પ્રસંગો દ્વારા ભારતીય આધ્યાત્મિક જ્ઞાનસરિતાની સંસ્કાર કથાઓ તથા વ્યસન મુક્તિને સદાચારનો પ્રચાર પ્રસાર કર્યો. ત્યારબાદ સ્વદેશ આવીને શાસ્ત્રી સ્વામીજીને એક વિચાર આવ્યો કે સદર ટ્રસ્ટ દ્વારા પરમપૂજ્ય ગુરુજી સદગુરુ સ્વામી માધવપ્રસાદ દેવનંદન શાસ્ત્રીના નામે જુન 2001થી(શ્રી માધવદેવ શાસ્ત્રી સ્વામિનારાયણ ઈંગ્લીશ સ્કૂલ)શરુ કરાવી.
આ શુભ વિચારને મૂર્તિમંત કરવા તિથલરોડ,વલસાડમાં સેવાભાવી શ્રી ભરતભાઈ માલદે(એંકર ગૃપવાળા)એ પોતાનું સુવિધાયુક્ત મકાન બે વર્ષ માટે વાપરવા આપ્યુ. તેમાં નર્સરીથી સ્કૂલ શરુ થઈ. પરંતુ સંસ્થાનું મકાન ન હોવાથી તાત્કાલિક વલસાડના પ્રતિષ્ઠિત વ્યક્તિ ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ એસ.દેસાઈએ ઉદારભાવનાથી પાલિહિલ જેવા શાંત અને સુરમણીય વલસાડના શ્રેષ્ઠ વિસ્તારમાં વ્યાજબી ભાવે શિક્ષણ હેતુ માટે સવા એકર જમીન આપી.પ્રિપ્રાયમરી બિલ્ડીંગ ઉપર બિલ્ડીંગમાં બાળકો અભ્યાસ કરે.તે સંકલ્પને સાકાર કરવા ટ્રસ્ટીશ્રી ભાનુપ્રસાદ એલ શાસ્ત્રી, શ્રી શૈલેષભાઈ આર.ગોટી,શ્રી ઘનશ્યામભાઈ એલ.પટેલ તથા સર્વે ટ્રસ્ટીમંડળે સારી જહેમત ઉઠાવીને માત્ર ત્રણ જ મહિનાના ટૂંકા સમય દરમિયાન અદ્યતન,વિશાળ,આધુનિક સુવિધાયુક્ત સ્કુલ બિલ્ડીંગ બનાવ્યુ. જેમાં આજે 400 બાળકો અભ્યાસ કરે છે.ક્રમથી આ સ્કૂલ ધો.12 સુધી થશે.
સન્ 1997માં અબ્રામા-વલસાડમાં પૂ.પુરાણી સ્વામી કેશવચરણદાસજી(સલવાવ-વાપી)એ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની સ્થાપના કરેલ.તે શાસ્ત્રી સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજીની વહિવટી કાર્યદક્ષતા જોઈને તેમને સોંપ્યુ.ત્યાર પછી વલસાડના શ્રી સી.આર.દેસાઈએ માધ્યમિક શાળા બાંધવા ભૂમિદાન આપ્યુ.તેમાં શિક્ષણ સંકુલના લાભાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ.તેમાં શ્રી સી.આર.દેસાઈ અને તેમના કુટુંબના સંપૂર્ણ સાથ સહકારથી સારુ એવું ભંડોળ એકઠુ થયુ.તેમાંથઈ સ્કુલ બસો લીધી.કોમ્પ્યુટર વર્ગો અને શાળાના બીજા માળનું બાંધકામ કરવામાં આવ્યુ.
આજે તેમાં બાલમંદિરથી દસ ધોરણ સુધીમાં 1100થી વધુ વિદ્યાર્થીઓ સુસંસ્કારયુક્ત શિક્ષણ લઈ રહ્યા છે.
આ સંસ્થામાં બાળકોને યોગ,કરાટે,શાસ્ત્રીય સંગીત વગેરેની તાલીમ આપવામાં આવે છે.
સન્ 1997 શ્રીમતિ વાય.પી.ડોયલ શાળાના આચાર્ય તરીકે રહીને સુંદર માર્ગદર્શન અને સેવાઓ આપી રહ્યા છે.
સંસ્થાની નજીકના ભવિષ્યમાં ધો.12નો વિજ્ઞાન અને કોમર્સ પ્રવાહ પણ શરુ કરવાની નેમ છે.
|